દર વર્ષે 42 હજાર ભારતીયો પ્રોસ્ટેટ કેન્સરનો શિકાર:સમયસર સ્ક્રીનિંગ જોખમ ઘટાડશે, ડૉક્ટર પાસેથી જાણો લક્ષણો, સારવાર અને બચવાના ઉપાયો

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે. તે આક્રમક તબક્કામાં છે અને હાડકાં સુધી પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, વર્ષ 2020માં સમગ્ર વિશ્વમાં પ્રોસ્ટેટ કેન્સરના 14 લાખથી વધુ નવા કેસ મળી આવ્યા હતા. દર વર્ષે આ કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં યુરોપિયન એસોસિએશન ઓફ યૂરોલોજી કોંગ્રેસમાં એક અભ્યાસ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં 1,60,000 પુરુષોની મેડિકલ હિસ્ટ્રીને 20 વર્ષ સુધી ટ્રેક કરવામાં આવી હતી. તેમાં એવું જાણવા મળ્યું કે, જે લોકો પ્રોસ્ટેટ કેન્સર માટે તપાસ કરાવતા નથી, તેમને મૃત્યુનું જોખમ 45% વધારે હોય છે. ભારતમાં આ વધુ ચિંતાનો વિષય છે, કારણ કે પ્રોસ્ટેટ કેન્સરનું સમયસર નિદાન ન થવું એ અહીં એક મોટી સમસ્યા છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર અનુસાર, ભારતમાં દર વર્ષે 33,000થી 42,000 નવા કેસ નોંધાય છે. વર્ષ 2040 સુધીમાં પ્રોસ્ટેટ કેન્સરના નવા કેસોની સંખ્યા બમણી થઈને દર વર્ષે લગભગ 71,000 સુધી પહોંચી શકે છે. હાલમાં, ભારતમાં કેન્સરના કુલ કેસોમાં પ્રોસ્ટેટ કેન્સરનો હિસ્સો લગભગ 3% છે. તેથી, આજે 'ફિઝિકલ હેલ્થ'માં આપણે પ્રોસ્ટેટ કેન્સર વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે- પ્રોસ્ટેટ કેન્સર શું છે? પ્રોસ્ટેટ કેન્સર એ પુરુષોને થતી સૌથી કૉમન અને ગંભીર બીમારી છે. પુરુષના પ્રજનન તંત્રમાં (રીપ્રોડક્ટિવ સિસ્ટમમાં) એક પ્રોસ્ટેટ ગ્રંથિ હોય છે. તે એક નાની, અખરોટના કદની ગ્રંથિ છે, જે મૂત્રાશય (યૂરિનરી બ્લેડર) અને રૅક્ટમ (મળાશય)ની સામે હોય છે. પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો શું છે? પ્રોસ્ટેટ કેન્સરના શરૂઆતના દિવસોમાં સામાન્ય રીતે કોઈ લક્ષણો હોતા નથી પરંતુ જેમ જેમ તે વધે છે, તેમ તેમ કેટલીક સમસ્યાઓ દેખાઈ શકે છે. વારંવાર અને ખાસ કરીને રાત્રે યુરિન લાગવો, યુરિન પાસ કરતી વખતે બળતરા કે દુખાવો થવો, યુરિન રોકાઈને આવવો વગેરે લક્ષણો હોઈ શકે છે. આ દરેક લક્ષણો ગ્રાફિકમાં જુઓ- પ્રોસ્ટેટ કેન્સર શા માટે થાય છે? પ્રોસ્ટેટ કેન્સરના કારણો સંપૂર્ણપણે સ્પષ્ટ નથી પરંતુ ઉંમર, આનુવંશિકતા, હોર્મોનલ અસંતુલન, ખરાબ ડાયટ, જીવનશૈલી અને પર્યાવરણીય પરિબળો તેનું કારણ હોઈ શકે છે. આ બધી બાબતો એકસાથે પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધારી શકે છે. પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરવા માટે બે મુખ્ય સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે: ડિજિટલ રેક્ટલ એક્ઝામ (DRE): આ ટેસ્ટમાં ડૉક્ટર ગ્લવ પહેરી લુબ્રિકેટેડ આંગળી રૅક્ટમ (પાઇપ)માં નાખે છે અને પ્રોસ્ટેટ ગ્રંથિને અનુભવે છે. જો પ્રોસ્ટેટમાં કઠણ અથવા ગઠ્ઠા જેવું લાગે, તો તે કેન્સરની નિશાની હોય શકે છે. PSA બ્લડ ટેસ્ટ: આ એક બ્લડ ટેસ્ટ છે, જેમાં પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા બનાવેલા પ્રોટીન PSA (prostate-specific antigen)ના સ્તરને માપવામાં આવે છે. જો PSA સ્તર ઊંચું હોય, તો તે કેન્સર અથવા કોઈ બિન-જોખમી સમસ્યાનો સંકેત હોઈ શકે છે. પ્રોસ્ટેટ કેન્સરથી બચવા માટે શું કરવું? પ્રોસ્ટેટ કેન્સરને સંપૂર્ણપણે અટકાવવું શક્ય નથી પરંતુ તમે કેટલાક પગલાં લઈને જોખમને ઘટાડી શકો છો: પ્રોસ્ટેટ કેન્સર સંબંધિત સામાન્ય પ્રશ્નો અને જવાબો પ્રશ્ન: શું પ્રોસ્ટેટ કેન્સર મટાડી શકાય છે? જવાબ: હા, જો પ્રોસ્ટેટ કેન્સર અંગે શરૂઆતના તબક્કામાં જ જાણ થઈ જાય, તો તેની સારવાર શક્ય છે. સારવાર માટે સર્જરી, રેડિયેશન થેરાપી અને ક્યારેક હોર્મોનલ થેરાપીનો ઉપયોગ થાય છે. પ્રશ્ન: શું પ્રોસ્ટેટ કેન્સર અટકાવી શકાય છે? જવાબ: પ્રોસ્ટેટ કેન્સરને સંપૂર્ણપણે રોકી શકાતું નથી પરંતુ સ્વસ્થ આહાર, નિયમિત કસરત અને વજન નિયંત્રણ દ્વારા તેનું જોખમ ઘટાડી શકાય છે. સ્ક્રીનિંગ પણ મદદરૂપ થઈ શકે છે. પ્રશ્ન: શું પ્રોસ્ટેટ કેન્સરના બધા જ કેસોમાં સર્જરીની જરૂર પડે છે? જવાબ: ના, પ્રોસ્ટેટ કેન્સરના મોટાભાગના કેસોમાં સર્જરીની જરૂર હોતી નથી. કેન્સરના પ્રકાર, તેના તબક્કા અને વ્યક્તિના એકંદર સ્વાસ્થ્યની સ્થિતિ પર સારવારનો નિર્ણય આધાર રાખે છે. કેટલાક કિસ્સાઓમાં રેડિયેશન પણ અસરકારક હોઈ શકે છે. પ્રશ્ન: શું પ્રોસ્ટેટ કેન્સર ફક્ત વૃદ્ધોને જ અસર કરે છે? જવાબ: ઉંમર વધવાની સાથે પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધે છે. આ જોખમ ખાસ કરીને 50 વર્ષની ઉંમર પછી વધારે હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં યુવાનો પણ જોખમમાં હોઈ શકે છે. ખાસ કરીને જો ફેમિલી હિસ્ટ્રી હોય કે કોઈ આનુવંશિક (જિનેટિક) સમસ્યા હોય.

Jun 1, 2025 - 02:37
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow