સાળીનું માથું કાપ્યું, રસ્તા પર લઈને ફર્યો:મંદિરની સામે પહોંચીને જયકાર બોલાવ્યો ને માથું ટેકવ્યું; રાત્રે ઝઘડામાં મર્ડર કર્યું હતું

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં, એક માણસ તેની સાળીનું કપાયેલું માથું લઈને ફરતો જોવા મળ્યો. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી, ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, આરોપી તેના જમણા હાથમાં તીક્ષ્ણ હથિયાર અને ડાબા હાથમાં કપાયેલું માથું પકડીને જતો દેખાય છે. તે મંદિરની સામે સુત્રોચ્ચાર પણ કરે છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બસંતી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભરતગઢ ગામમાં બની હતી. શુક્રવારે રાત્રે આરોપીનો તેની સાળી સાથે ઝઘડો થયો હતો. ગુસ્સામાં તેણે તીક્ષ્ણ હથિયાર સાળીનું માથું વાઢી નાંખ્યું હતું. ઘટનાના ત્રણ ફોટા... ફોરેન્સિક ટીમ તપાસ માટે પહોંચી પોલીસે કહ્યું- અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. અન્ય સમાચાર પણ વાંચો... આસામમાં પતિએ પત્નીનું માથું વાઢી નાખ્યું:કપાયેલા માથા સાથે સાઈકલ પર પોલીસ સ્ટેશન પહોચ્યો, પડોશીઓએ કહ્યું- રોજ નાની-નાની બાબતો પર ઝઘડા થતા હતા આસામમાં એક 60 વર્ષીય વ્યક્તિએ પોતાની પત્નીનું માથું કાપી નાખ્યું. આ પછી તે કપાયેલા માથા સાથે સાયકલ પર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આત્મસમર્પણ કર્યું. આ ઘટના 19 એપ્રિલની રાત્રે ચિરાંગ જિલ્લામાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી બિતીશ હાજોંગે તેની પત્ની બૈજંતીનું માથું તીક્ષ્ણ હથિયારથી કાપી નાખ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો...

Jun 1, 2025 - 02:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow