સુરવીન ચાવલા કાસ્ટિંગ કાઉચનો શિકાર બની:એક્ટેસે કહ્યું, 'મુંબઈમાં ડિરેક્ટરે કિસ કરવાનો પ્રયાસ કર્યો, સાઉથના ડિરેક્ટરે અભદ્ર માંગ કરી'
'ક્રિમિનલ જસ્ટિસ 4'ને લઇને હાલ ચર્ચામાં રહેલી એક્ટેસ સુરવીન ચાવલા કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચૂકી છે. તેણે કહ્યું કે, 'એક ડિરેક્ટરે બળજબરીથી મને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.' સુરવીને હોટરફ્લાય (મીડિયા કંપની) સાથેના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેની સાથે ઘણી વખત કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ બની છે. સુરવીને કહ્યું, 'મુંબઈના વીરા દેસાઈ રોડ પર એક ડિરેક્ટરની ઓફિસેથી મીટિંગ પૂરી કરીને હું નીકળી રહી હતી, ત્યારે તે મને ગેટ પર મૂકવા આવ્યો. આ મારા લગ્ન પછીની વાત છે. અમે મીટિંગ દરમિયાન મારા લગ્ન વિશે પણ વાત કરી હતી. તેણે મને પૂછ્યું કે લગ્નજીવન કેવું ચાલી રહ્યું છે, મારો પતિ શું કરે છે.' સુરવીને આગળ કહ્યું, 'જ્યારે હું દરવાજા પાસે પહોંચી અને તેને બાય કરી રહી હતી, તો તે મારી તરફ નમ્યો અને મને કિસ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. મે તેને ધક્કો માર્યો. હું એકદમ ગભરાઈ ગઈ અને તેને પૂછ્યું કે શું કરી રહ્યો છે. પછી હું કંઇ પણ કહ્યાં વિના ત્યાંથી નીકળી ગઈ.' સાઉથના ડિરેક્ટરે જાતીય સંબંધની માંગ કરી હતી સુરવીને એ જ ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે, 'આ પહેલી વાર નથી બન્યું. મને ઘણી વખત આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. એકવાર સાઉથના ફિલ્મ ડિરેક્ટરે મને શારીરિક સંબંધ માટે કહ્યું હતું. ડિરેક્ટર હિન્દી કે અંગ્રેજી બરાબર બોલી શકતો ન હોવાથી તેણે બીજા વ્યક્તિ મારફતે આ વાત મારા સુધી પહોંચાડી હતી.' સુરવીને કહ્યું કે જ્યારે તે ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી ફિલ્મમાં આવવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે લોકો તેના શરીરને લઈને વિચિત્ર સવાલો પૂછતા હતા, જેમકે- કમરની સાઇઝ, વજન અને બ્રેસ્ટ સાઇઝ. સુરવીન 'રાણા નાયડુ 2'માં જોવા મળશે સુરવીને 2003માં ટીવી શો 'કહીં તો હોગા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે 'કસૌટી જિંદગી કી', '24', 'હેટ સ્ટોરી 2', 'અગ્લી', 'પાર્ચ્ડ' અને 'છુરી' જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. તે ટૂંક સમયમાં સાઉથની વેબ સીરીઝ 'રાણા નાયડુ 2'માં જોવા મળશે, જે 13 જૂને OTT પ્રેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જ્યારે તેની વેબ સિરીઝ 'ક્રિમિનલ જસ્ટિસ 4' 29 મેના રોજ રિલીઝ થઈ હતી.

What's Your Reaction?






