મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ તાજનો વિવાદ:ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય રચેલ ગુપ્તા પાસેથી ખિતાબ ઝૂંટવી લેવાયો, એક્ટ્રેસે 56 મિનિટનો વીડિયો મૂકી ભડાસ કાઢી
મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય 20 વર્ષીય મોડેલ રચેલ ગુપ્તાએ પોતાનો તાજ પરત કર્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર 56 મિનિટનો ઇમોશનલ વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે રડતાં રડતાં સંસ્થા પર "ટોક્સિક વાતાવરણ અને દુરુપયોગ" જેવા ગંભીર આરોપો લગાવ્યા. રચેલે ઓક્ટોબર 2024માં બેંગકોકમાં યોજાયેલી સ્પર્ધામાં આ ખિતાબ જીત્યો હતો. અગાઉ, તેણે ઓગસ્ટ 2024માં જયપુરમાં યોજાયેલી મિસ ગ્રાન્ડ ઈન્ડિયા 2024 સ્પર્ધાના વિજેતા તરીકે ઉભરી આવીને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર શેર કરેલા ઇમોશનલ મેસેજમાં, રચેલ લખ્યું- 'આ નિર્ણય લેવો સરળ નહોતો, પરંતુ તે મારા માટે યોગ્ય હતો.' મેં આ સફર ગર્વ અને મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાની આશા સાથે શરૂ કરી હતી, પરંતુ તે પછીના મહિનાઓમાં મારે ટોર્ચર, અનાદર અને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો." યૂટ્યુબ પર 56 મિનિટનો વીડિયો પોસ્ટ કરી ભડાસ કાઢી રચેલે બુધવાર મધ્યરાત્રિએ 56 મિનિટનો એક વીડિયો પણ શેર હતો, જેમાં તેણે સાત મહિનાના પોતાના અનુભવો શેર કર્યા. રચેલે આરોપ લગાવ્યો છે કે, જીતવા માટે વોટની જરૂર પડે છે, જેના માટે કન્ટેસ્ટન્ટના દેશ દ્વારા ફંડિંગ કરવામાં આવે છે. જ્યારે રચેલને આ વિશે ખબર પડી, ત્યારે તેની પાસે પૈસા નહોતા તેથી તેણે પૈસા વિના સ્પર્ધામાં ભાગ લીધો અને લોકોના સમર્થનને કારણે તે જીતી ગઈ. મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન મહિલાઓ સાથે જે રીતે વર્તે છે તેના કારણે તેમની સાથે કામ કરવું શક્ય નથી. તેમને ફક્ત પૈસાની જ ચિંતા છે. વજનના કારણે પણ મને હેરાન કરવામાં આવી રચેલે કહ્યું કે- મારા વજનના કારણે પણ મને હેરાન કરવામાં આવતી હતી. એકવાર ઇવેન્ટના એક રિપ્રેઝન્ટેટિવ આવે છે, જે મને અલગ-અલગ જગ્યાએ પિંચ કરે છે અને કહે છે- અરે, તમારે અહીંથી વજન ઘટાડવું પડશે. ઓર્ગેનાઇઝેશને એક નિવેદન બહાર પાડ્યું રચેલના વિરોધ પછી, મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશને પણ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું- મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશને જાહેરાત કરી છે કે રચેલ ગુપ્તાનું "મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024" નું ટાઈટલ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી રહ્યું છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે રચેલ ગુપ્તાએ તેમની સોંપાયેલી ફરજો પૂર્ણ નથી, પરવાનગી વિના આઉટર પ્રોજેક્ટ્સમાં ભાગ લીધો હતો અને ગ્વાટેમાલાની સત્તાવાર મુલાકાતમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. આ કારણોસર ઓર્ગેનાઇઝેશને તેમનું બિરુદ પાછું લેવાનો નિર્ણય લીધો છે. રચેલ ગુપ્તાને હવે આ ટાઈટલનો ઉપયોગ કરવાની કે તેની સાથે સંકળાયેલ તાજ પહેરવાની મંજૂરી નથી. અમે વિનંતી કરીએ છીએ કે તેણે 30 દિવસની અંદર મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલના મુખ્ય કાર્યાલયમાં તાજ પરત કરે.

What's Your Reaction?






