દુ:ખદ ઘટના:વેજલપોર ગામે પસાર થતી નહેરમાં આધેડનું ડૂબી જતા મોત
નવસારી તાલુકાના વેજલપોર ગામે આધેડનું નહેરમાં ડૂબી જતા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં એક સપ્તાહ બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.નવસારી તાલુકાના વેજલપોર ગામે રહેતા પ્રવીણભાઈ ભરતભાઈ હળપતિએ નવસારી ગ્રામ્ય પોલીસમાં જાણ કરી કે તેમના મોહલ્લામાં રહેતા ભરતભાઈ હળપતિ (ઉ.વ. 55) 24 જુલાઈના રોજ વેજલપોર ગામની હદમાંથી પસાર થતી નહેરના પાણીમાં ડૂબી ગયા હતા. તેમને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે નવસારી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 30 જુલાઈના રોજ સાંજે તેમનું મોત થયું હતું. આ બનાવની તપાસ પીએસઆઇ કરી રહ્યા છે.

What's Your Reaction?






