બિલ્ડીંગનો જર્જરિત ભાગ ભયજનક:માનવ આશ્રમ નજીક જર્જરિત ચિરાગ પ્લાઝાનો ઉપયોગ "બંધ' કરવા નોટિસ અપાઈ છતાં "ચાલુ'
મહેસાણાના માનવ આશ્રમ નજીક સૌથી મોટા ચિરાગ પ્લાઝા કોમ્પલેક્ષમાંકેટલાક સ્બેલ અને છત તેમજ છજાનો કેટલોક ભાગ જીર્ણ થયો હોઇ જોખમ મંડરાવા લાગ્યું છે. બિલ્ડીંગનો જર્જરિત ભાગ ભયજનક હોવા અંગે ફરિયાદો મળતાં મહાનગરપાલિકા દ્વારા આજર્જરિત મિલકતનો ઉપયોગ બંધ કરવા લેખિતમાં જાહેર નોટિસ વેપારીઓ અને અવરજવર કરતાં લોકો માટે ચિપકાવી દીધી છે. જેને પગલે ગુરુવારે ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના વેપારીઓ મનપા દોડી આવ્યા હતા અને બીજામાળ હોલના માલિકને જર્જરિત ભાગ જોખમરૂપ હોવા બાબતે તાકીદ કરીને રિપેરીંગ કરાવવા કહો તેવી અધિકારીને રજૂઆત કરી હતી. નીચે સબ સલામત હોવાનુ વેપારીઓએ રટણ કર્યું હતું. જોકે અહીંથી પસાર થતાં કોઇના માથે જર્જરિત ભાગ પડે તો મુશ્કેલી સર્જાઇ શકે ત્યારે જર્જરિત મિલકતનો ઉપયોગ બંધ કરી રિપેરીગ કરાવવા જાહેર હિતમાં નોટિસ અપાઇ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ચિરાગ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર કરિયાણા, સ્ટેશનરી, ઓટોગેરેજ, વાસણ, ફૂલહાર, સ્ટીલ ફેબ્રિકેશન વગેરે દુકાનો, ઓફિસ આવેલ છે, પ્રથમ માળે પણ કેટલીક દુકાનો, ઓફિસ, સ્ટેશનરી વગેરે છે, જે પૈકી એક ભાગમાં ખાનગી પ્રાથમિક શાળા પણ પ્રથમ માળે આવેલીછે. વચ્ચેના એક ભાગમાં પ્રથમ માળેકમ્પ્યુટર સેન્ટર આવેલ છે, જ્યાં રાજ્ય અને નેશનલ કક્ષાની ઓનલાઇન પરીક્ષાઓ પણ આ સેન્ટરમાં લેવાતી હોય છે. બીજા માળે વચ્ચે હોલ જેવી ખુલ્લી જગ્યા પડી છે, એક સાઇડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ઓફિસપણ છે. જોકે આ બિલ્ડિંગમાં વચ્ચે બે સ્લેબ જર્જરિત થતાં સળિયા બહાર નીકળ્યાછે. ખુલ્લા હોલના કેટલાક ભાગની છતમાં પ્લાસ્ટર ખરી પડતાં ગાબડાંદેખાય છે. કેટલાક છતા અને દીવાલોમાં પણ તિરાડો ડોકાઇ રહી છે. આ અંગે મનપાને ફરિયાદ મળતા ચિરાગ પ્લાઝામાં જાહેર ચેતવણી આપતી નોટિસ લગાવી દેવાઇ છે. જેમાં આવા ભયજનક મિલકતોમાં કોઈ પણ શખ્સોએ પ્રવેશ કરવો નહીં. વેચાણ રાખવા નહીં તથા ઉપયોગ પણ કરવો નહીં. ભયજનક ભાગ ઉતરાવી બાકીના ભાગ રિપેરીંગ કરવું અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફીકેટ દિન સાતમાં કોર્પોરેશનમાં રજૂ કર્યા બાદ ઉપયોગમાં લેવા જાહેર નોટિસ બજાવી છે. ચેતવણી મુજબની કાર્યવાહી કરવામાં નહી આવે તો મહાનગરપાલિકા દ્વારા દુકાનો સીલ મારી નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી જાહેર નોટિસમાં ઉચ્ચારી હતી. વેપારી સુવાજી ઠાકોરેકહ્યું કે, મનપામાં બધા વેપારીએ રજૂઆત કરેલી છે. ઉપર હોલ જર્જરિતછે તેમને બોલાવીને મરામતની તાકીદ કરવી જોઇએ. નીચેની દુકાનો સચવાયેલી છે.

What's Your Reaction?






