શોષણ સામે વિરોધ:કપરાડાના વીસીઈ કર્મચારી આજે કામગીરી બંધ રાખશે
ગુજરાત રાજય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ 1લી ઑગસ્ટના રોજ તમામ પ્રકારની કામગીરી બંધ રાખવાના નિર્ણય સંદર્ભે કપરાડા તાલુકાના વીસીઈ કર્મચારી દ્વારા ટીડીઓને 31 જુલાઈના રોજ આવેદન પાઠવ્યું. ગુજરાત રાજય પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ તા.01/૦8/2025ના રોજ એક દિવસ વીસીઇ દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની કામગીરી બંધ રાખી ઇ ગ્રામ સોસાયટીના શોષણ સામે વિરોધ નોંધવવા માટે જણાવેલ છે. કારણ કે વીસીઇની માંગણીઓને લઇ વારંવાર રજુઆત કરવા છતા પણ સરકાર દ્વારા અને ઇ ગ્રામ સોસાયટી દ્વારા વીસીઇની માંગણીઓનું નિરાકરણ ના કરતા ફરી એક વાર ન્યાય મેળવવા માટે ગુજરાત રાજયના તમામ વીસીઇ ભાઇ-બહેનો વીસીઇને લગતી તમામ પ્રકારની કામગીરી એક દિવસ બંધ રાખનાર છે. જેમા કપરાડા તાલુકાના તમામ વીસીઇ પણ તમામ કામગીરી તા.1/8/25ના દિને એક દિવસ બંધ રાખનાર હોય જે બાબતનું આવેદન પત્ર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આપવામાં આવ્યું હતુ.

What's Your Reaction?






