સેમિનાર યોજાયો:ઉમરગામમાં ઔદ્યોગિક સલામતી અને સુરક્ષા અંગે ઉદ્યોગકારોને જાગૃત કરાયા

ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસો. (UIA) અને DISH – વલસાડના સહયોગથી, 31 જુલાઈ 2025 ના રોજ ઉમરગામ ખાતે UIAના કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ Safety Seminar નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ દુર્ઘટનાઓને અટકાવવી અને માનવજીવન તથા ઔદ્યોગિક મિલ્કતની હાનિ ઘટાડવી હતો. આ સેમિનાર માં માનનીય એમ. સી. ગોહિલ (ડિપ્યુટી ડિરેક્ટર, DISH – વલસાડ), ફેક્ટરી ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ, યુઆઈએ પ્રમુખ નરેશ બાંઠિયા, માનદમંત્રી તાહેર વોહરા અને સેફટી સેક્યુરીટી ચેરમેન કેતન પંચાલ અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો તથા તકનિકી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે એમ. સી. ગોહિલ સાહેબ દ્વારા ઉપસ્થિત ઉદ્યોગકારો તથા તકનિકી પ્રતિનિધિઓને ઔદ્યોગિક સલામતીના માપદંડો, કાયદાકીય જવાબદારીઓ અને અસરકારક સલામતી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં ઉમરગામના વિવિધ ઉદ્યોગોનાં માલિકો, મેનેજર્સ, EHS અધિકારીઓ અને ટેક્નિકલ સ્ટાફએ સક્રિય ભાગ લીધો.આ કાર્યક્રમ ઉદ્યોગોને વધુ સુરક્ષિત બનાવવાના દિશામાં એક મહત્વનું પગથિયું સાબિત થયું છે.ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આ પ્રકારના વધુ કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાશે અને જેથી ઉમરગામ ઔદ્યોગિક વિસ્તાર વધુ સજાગ અને સુરક્ષિત બને છે.

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow