રક્તદાન કેમ્પનું આયોજન:સરીગામમાં રક્તદાન શિબિરમાં 1670 યુનિટ એકત્ર
ભીલાડ સરીગામ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ રાકેશ રાયના માર્ગદર્શન અને રાહબરી હેઠળ 31 જુલાઇ 2025 ગુરુવારે સરીગામ જીઆઇડીસી ફણસા રોડ પાવર હાઉસ સામે સરીગામનાં સામાજિક આગેવાન સ્વ. કમલાશંકર રાયની 22 મી પૂણ્યતિથીએ રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં ઉમરગામ તાલુકા વિસ્તારમાંથી રક્તદાતાઓ રકતદાન કરવા પહોંચી જતા 1670 યુનિટ રક્ત એકત્ર થયું હતું.યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટે 1670 યુનિટ રકતદાન કરી જિલ્લામાં નવો રેકોર્ડ એમના નામે કર્યો છે.પાંચ રકતદાન ટીમના 82 કર્મચારી અને 300થી વધુ વોલેન્ટિયરની ટીમ સાથે મહાનુભાવો ઉપસ્થિત હતા.

What's Your Reaction?






