સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી એપીએમસી માર્કેટ ધમડાચીમાં યોજાશે

આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી એપીએમસી માર્કેટનું મેદાન નેશનલ હાઇવે નં.-૪૮, ધમડાચી ખાતે યોજાનાર છે. આ અંગે જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેકટરમાં બેઠક યોજાઇ હતી. બેઠકના અધ્યક્ષ સ્થાનેથી કલેકટરે ઉજવણીના આયોજન અંગે જિલ્લાના સંબધિત વિભાગોના અધિકારીઓને સોંપવામાં આવેલ કાર્યોની ચર્ચા કરી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે સંબધિત અધિકારી પાસેથી જાણકારી મેળવી માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા હતા. બેઠકમાં કલેકટરે કાર્યક્રમ સ્થળ, મંડપ, સ્ટેજ, ડેકોરેશન, સાઉન્ડ, લાઇટ, પીવાના પાણીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમોની કરવામાં આવી રહેલી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, મોબાઇલ ટોઇલેટ, ઇમરજન્સી માટે ફાયર ફાયટર અને 108 એમબ્યુલન્સની વ્યવસ્થા વગેરે બાબતોની જાણકારી મેળવી હતી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા, પ્રાયોજના વહીવટદાર કાર્તિક જીવાણી, નિવાસી અધિક કલેકટર મહિપાલસિંહ ચુડાસમા તેમજ સંબધિત અધિકારી હાજર રહ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર 15 ઓગસ્ટની ઉજવણીના આયોજન માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ ઉજવણી કરાશે.

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow