પુણેમાં વાંધાજનક પોસ્ટ બાદ તણાવ:મસ્જિદ પર પથ્થરમારો, વાહનો ફુંકી માર્યા; શિવાજી મહારાજના અપમાન મામલે વિરોધ પ્રદર્શન
પુણેના દૌંડ તાલુકાના યાવત વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ બાદ તણાવ વધી ગયો છે. રસ્તાઓ પર અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. યુવાનોના ટોળાએ એક મસ્જિદ પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓની પોલીસ સાથે પણ ઘર્ષણ થયું છે. તણાવને ધ્યાનમાં રાખીને, યવતનું સાપ્તાહિક બજાર બંધ કરી દેવામાં આવ્યું છે. યવત પોલીસ ઇન્સ્પેક્ટર નારાયણ દેશમુખે જણાવ્યું હતું કે વાંધાજનક પોસ્ટ કરનાર યુવકનું નામ સૈયદ છે અને પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. ખરેખરમાં, 26 જુલાઈના રોજ, યવતના નીલકંઠેશ્વર મંદિરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથે છેડછાડની ઘટના બની હતી. શુક્રવારે આ અંગે વિરોધ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન, બે પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી અને તણાવની સ્થિતિ સર્જાઈ હતી. પુણેના યવતમાં તણાવના 5 ફોટા... ટોળુ યુવકના ઘરે પહોંચ્યું અને તોડફોડ કરી શિવાજી મહારાજ વિશે વાંધાજનક પોસ્ટ પોસ્ટ કરનાર યુવક યવતના સહકાર નગર વિસ્તારમાં રહે છે. પોસ્ટ બાદ સ્થાનિક લોકોએ તેના ઘરમાં તોડફોડ કરી હતી. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ઘટના બાદ યવત વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ છે.

What's Your Reaction?






