જોડિયા બાળકો જન્મ્યા:ચિત્રાસણી 108ની ટીમે માતાનો જીવ બચાવ્યો
પાલનપુરની ચિત્રાસણી 108ની ટીમે ચાલુ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકોનો જન્મ કરાવી બાળકો અને તેની માતાનો જીવ બચાવ્યો હતો. બાળકને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પાલનપુરની ચિત્રાસણી 108ની ટીમને ધનપુરા સરકારી હોસ્પિટલમાંથી કોલ મળતાં ઈએમટી ગંગારામભાઈ ચૌધરી અને પાઈલટ ભવાનજીભાઈ મહુડિયા ત્યાં પહોચ્યા હતા. થોડીક દૂર પહોંચતા દર્દી ને પ્રસુતિ પીડા થઇ હતી. આથી ઇએમટીએ અમદાવાદ હેડ ઓફિસના ડોકટરનું માર્ગદર્શન લીધુ હતુ. અને પાયલટ ભવાનજીભાઈ મહુડિયાની મદદથી પ્રસુતિ કરાવી હતી. જ્યાં મહિલાએ બે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક બાળકનું વજન બહુ ઓછું હતું અને ગળામાં નાળ વીંટળાયેલી હતી તો તે નાળ ને દૂર કરી અને કુત્રિમ શ્વાસોશ્વાસ આપી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

What's Your Reaction?






