દેશનું સૌથી સુરક્ષિત શહેર જાહેર થયું અમદાવાદ:25 હજાર CCTV, ગંભીર ગુના ઉકેલવાના 95 ટકા દર જેવાં કારણે અમદાવાદ દેશનું સૌથી સલામત શહેર

મિડ-યર 2025ના ન્યૂમબિયો સેફટી ઈન્ડેકસ રિપોર્ટમાં અબુધાબીને વિશ્વનું સૌથી સુરક્ષિત જ્યારે અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું. જેના મુખ્ય 4 પરિબળ એ છે કે લોકોની સુરક્ષા માટે 25 હજાર સીસીટીવી કેમેરા લગાવાયા છે. પોલીસની પીસીઆરનો રિસ્પોન્સ સમય સરેરાશ 5 મિનિટ છે. મહિલા - બાળકો અને વૃદ્ધો માટે બનાવેલી 50 શી ટીમની કામગીરી તેમજ ગંભીર ગુનાનો ડિટેકશન દર 95 થી 100 ટકા અને ગંભીર ગુનાઓના પ્રમાણમાં ઘટાડો કારણભૂત છે. પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું કે, ભૂતકાળના વર્ષો કરતા હાલમાં હત્યા, ઘાડ, લૂંટ, ચોરી, અપહરણ જેવા ગુનાનું પ્રમાણ 15થી 20 ટકા ઘટયું છે. જેની સામે આવા ગંભીર ગુનામાં પોલીસનો ડિટેકશન દર 95 થી 100 ટકા છે. જેની પાછળનું સૌથી મોટું કારણ સીસીટીવી કેમેરા છે. સેફ સિટી, નિર્ભયા પ્રોજેકટ હેઠળ 4 હજાર સીસીટીવી કેમેરા લગાવાયા છે. જેનું સીધું મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રુમ તેમજ પાલડી ખાતેના મ્યુનિ.ના કંટ્રોલ રૂમમાંથી થાય છે. જ્યારે 1 વર્ષ અગાઉ શહેર પોલીસે લોક ભાગીદારીથી દુકાનો, કોમ્પ્લેક્ષ, બિલ્ડિંગ તેમજ અન્ય જાહેર સ્થળે સીસીટીવી કેમેરા લગાવવાનું શરૂ કર્યુ હતું. આજ દિન સુધીમાં 22 હજાર સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે. જે ગુનેગારોને પકડવામાં પોલીસ માટે રામબાણ સમાન સાબિત થઈ રહ્યા છે. અમદાવાદના કોઈ પણ ખૂણામાં કોઈ ઘટના બને તો પોલીસની પીસીઆરનો રિસ્પોન્ડ સમય 5 મીનીટ છે. જો કે મોટા ભાગની ઘટનામાં તો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે. પરંતુ અમુક વિસ્તાર મોટા હોવાથી થોડો વધારે સમય લાગે છે. આ ઉપરાંત અમદાવાદના 50 પોલીસ સ્ટેશનમાં 50 શી ટીમ બનાવવામાં આવી છે. આ શી ટીમો મહિલાઓ, બાળકો અને વૃધ્ધોને લગતી પારિવારિક સહિતની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદરુપ થાય છે. શી ટીમ સ્કૂલમાં ગુડ ટચ, બેડ ટચ શીખવાડે છે અમદાવાદના 50 પોલીસ સ્ટેશનમાં 50 શી ટીમ બનાવવામાં આવી છે. આ શી ટીમ વહેલી સવાર થી જ સ્કૂલ, કોલેજ, પીજી, હોસ્ટેલ, ગાર્ડનમાં જઈને છોકરીઓને ગુડ ટચ - બેડ ટચથી માહિતગાર કરે છે. આ ઉપરાંત મહિલા - છોકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ, વૃદ્ધોને દવા, કરિણાયું સહિતની મદદ પૂરી પાડવામાં આવે છે. 2963 કેમેરા પોલીસ કંટ્રોલ રૂમમાંથી મોનિટર થાય છે શહેર પોલીસે 1 વર્ષ પહેલા લોક ભાગીદારીથી સીસીટીવી કેમેરા લગાવવાનું શરુ કર્યું હતું. જેના ભાગરૂપે અત્યારસુધીમાં 22 હજાર સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે. તેમાંથી 3088 કેમેરાની ફિડ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને 2963 કેમેરાની ફિડ પોલીસ કંટ્રોલ રૂમમાં આવી રહી છે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow