સજા ફટકારી:ચેક રિટર્ન કેસમાં આગીયોલના શખ્સને છ માસની સજા
હિંમતનગરના બેરણામાં રહેતા પ્રકાશભાઈ ધુળાભાઈ પટેલ પાસેથી વર્ષ 2024માં આગીયોલ-મનોરપુરના બાબુભાઈ ગોવિંદભાઈ પટેલે 4.10 લાખ લીધા હતા. જોકે તે સમયે બાબુભાઈએ પ્રકાશભાઈને રકમ પેટે ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતાં પ્રકાશભાઈએ વકીલ મારફતે હિંમતનગરની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. જેની સુનાવણી તા.31 જુલાઈના રોજ હિંમતનગરની કોર્ટના ન્યાયાધીશ પ્રિયમ બાબુલાલ બોહરા સમક્ષ ચાલી જતાં ન્યાયાધીશે બાબુભાઈ પટેલને છ માસની કેદની સજા ફટકારી હતી.

What's Your Reaction?






