સમ્રાટ કા રાજા શ્રીજીનું ભવ્ય આગમન:વલસાડના લોકોશેડ ખાતે ગણેશ મંડળમાં શ્રીજીનું આગમન, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

વલસાડ શહેરના લોકોશેડ વિસ્તારમાં આવેલા સમ્રાટ કા રાજા ગણેશ મંડળમાં રવિવારે રાત્રે શ્રીજીનું ભવ્ય આગમન થયું છે. આગામી ગણેશ મહોત્સવની તૈયારીના ભાગરૂપે ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લોકોશેડ પાસે આવેલા સમ્રાટ કા રાજા ગણેશ મંડળમાં શ્રીજીના આગમન સાથે સમગ્ર વિસ્તાર DJના તાલ અને ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યો હતો. શ્રીજીના આગમન નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિદાદાના આગમનના વધામણાં કરવા અને દાદાની એક ઝલક નિહાળવા ભક્તો ઉમટી પડ્યા હતા. મંડળમાં શ્રીજીના આગમન નિમિત્તે ભક્તોએ ઉમંગભેર સ્વાગત કર્યું હતું. અબ્રામા અને આજુબાજુના વિસ્તારમાંથી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહીને આ ધાર્મિક પ્રસંગને ભવ્ય બનાવ્યો હતો. શ્રીજીની પ્રતિમાનું પાવન આગમન ગણેશ ભક્તોમાં ઉત્સાહનો નવો સંચાર જગાવ્યો હતો. ગણેશ મહોત્સવ માટે મંડળે વિશેષ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ભક્તો આતુરતાપૂર્વક આવનારા ગણેશ મહોત્સવની રાહ જોઈ રહ્યા છે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow