વિદેશી દારૂની હેરાફેરી પર પોલીસની તરાપ:વલસાડ LCBએ દમણથી લવાતો 11.89 લાખનો દારૂ જપ્ત કર્યો, બે આરોપી ઝડપાયા

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં વિદેશી દારૂની હેરાફેરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચે દમણમાંથી લવાતા એક મરૂન કલરના આઈસર ટેમ્પોમાંથી કુલ રૂ. 11,89,200 ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સુચનાઓ હેઠળ LCB PI ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન વાપી બલીઠા ચેકપોસ્ટ નજીક આ કાર્યવાહી કરી હતી. પોલીસે ટેમ્પો (GJ-01-CY-5211) રોકી તપાસ કરતા તેમાં ખાખી પુઠાના બોક્સમાં વિદેશી દારૂના 189 બોક્સમાંથી 4428 બોટલ મળી આવી હતી. પોલીસે ટેમ્પો ચલાવતા સર્વેશ મોહનલાલ કશ્યપ (ઉ.વ. 31) અને ક્લીનર આશીષકુમાર સંતોષકુમાર કશ્યપ (ઉ.વ. 37)ની ધરપકડ કરી છે. બંને આરોપીઓ અલીગંજ, એટા (ઉત્તરપ્રદેશ)ના રહેવાસી છે. આરોપીઓ સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા મુદામાલમાં રૂ. 5 લાખનો ટેમ્પો, રૂ. 11.89 લાખના વિદેશી દારૂના બોક્સ તથા ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ. 17,05,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, દારૂ ભરાવનાર અને મંગાવનાર બે અજાણ્યા ઇસમો વોન્ટેડ છે. તેમની શોધખોળ ચાલુ છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow