'રાધનપુર પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લે છે':AAPની ગુજરાત જોડો જનસભામાં યુવરાજસિંહના આક્ષેપ, કહ્યું- 'બુટલેગરોની ગાડીઓનું પોલીસ પાયલોટિંગ કરે છે'
રાધનપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા "ગુજરાત જોડો" જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ભંગ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. યુવરાજસિંહે આક્ષેપ કર્યો કે, રાધનપુરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થાય છે. પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લે છે અને દારૂની ગાડીઓને સુરક્ષા આપે છે. 'બુટલેગરો પોલીસને સાથે રાખીને પોતાનો ધંધો કરે છે' યુવરાજસિંહ જાડેજાએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, રાધનપુરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થાય છે. પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લે છે અને દારૂની ગાડીઓને પોલીસ દ્વારા જ પેટ્રોલિંગ કરીને સુરક્ષા આપવામાં આવે છે. પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠથી હપ્તા રાજ ચાલી રહ્યું છે અને બુટલેગરો પોલીસને સાથે રાખીને પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. પોલીસ તંત્ર પર સવાલો ઉઠ્યા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આમ આદમી પાર્ટીના આ કાર્યક્રમમાં યુવરાજસિંહના આ નિવેદનો પછી સ્થાનિક પોલીસ તંત્ર પર સવાલો ઉઠવા લાગ્યા છે.

What's Your Reaction?






