વિજાપુરના આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય સ્તરનું NQAS દ્વારા સર્ટિફિકેશન:સંઘપુર ખાતે આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરે 90.05% ગુણ મેળવ્યા, વિવિધ 12 સેવાઓનું મૂલ્યાંકન
વિજાપુરના સંઘપુર ખાતે આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરને તાજેતરમાં NQAS (National Quality Assurance Standards) દ્વારા સર્ટિફિકેશન મળ્યું છે. NQAS ની દિલ્હીની ટીમના ડો. રોહિત શોકીન અને ડો. પ્રીતિ શર્માએ તારીખ 15 જુલાઈ 2025 ના રોજ આ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. આરોગ્ય મંદિરને 90.05% ગુણ મળ્યા આ મુલાકાત દરમિયાન, તેમણે આરોગ્ય મંદિર દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ 12 સેવાઓનું મૂલ્યાંકન કર્યું હતું, જેમાં આરોગ્ય મંદિરને 90.05% ગુણ મળ્યા હતા.આ ઉચ્ચ ગુણાંકન અને સર્ટિફિકેશન, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, મહેસાણા અને તાલુકા હેલ્થ ઓફિસર, ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પૂરી પાડવામાં આવેલી ઉત્કૃષ્ટ સેવાઓનું પરિણામ છે. રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ પૂરી પાડતું કેન્દ્ર આ સર્ટિફિકેશન મળવાથી સંઘપુર આયુષ્યમાન આરોગ્ય મંદિર હવે રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ પૂરી પાડતું કેન્દ્ર બની ગયું છે. આ સિદ્ધિ બદલ NQAS, દિલ્હી દ્વારા આરોગ્ય મંદિરને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ સર્ટિફિકેશન એ દર્શાવે છે કે આ કેન્દ્ર દર્દીઓને શ્રેષ્ઠ ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

What's Your Reaction?






