મેઘાણીનગરમાં જુગારના અડ્ડા પર ક્રાઈમ બ્રાન્ચનો દરોડો:ચાર પુરુષ અને બે મહિલાઓ સહિત છ ઝડપાયા, ₹2.78 લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આજે સવારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મેઘાણીનગરની આર્ટીસ સોસાયટીમાં આવેલ એક મકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગારના આ અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો. 6 જુગારીઓ ઝડપાયા આ દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં 4 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં કુલ ₹2,78,500 નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. રેડ પડતાં જ મકાન માલિક ફરાર પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મેઘાણીનગરની આર્ટીસ સોસાયટીમાં રહેતી શારદાબેન રાણા નામની મહિલાના મકાનમાં જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હતો. આ અડ્ડો પ્રવિણ વાણવી નામનો વ્યક્તિ ચલાવતો હોવાનું ખુલ્યું છે. જોકે, રેડ પડતાં જ મકાન માલિક શારદાબેન રાણા ફરાર થઈ ગયા હતા, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા 6 આરોપીઓની વિગત કુલ 2.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી કુલ ₹2,78,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ ₹62,500, 6 નંગ મોબાઇલ ફોન (કિંમત ₹96,000), 3 મોટરસાઇકલ (કિંમત ₹1,20,000) અને જુગારના સાધનો જેમ કે પત્તા અને પાથરણાનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. જે.જે. પટેલ અને પી.એસ.આઈ. ડી.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. સરમણ સોલંકી, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડેર, કોન્સ્ટેબલ મયુર કોડિયાતર, નિલેશ રાતીયા, દિવ્યા ડાભી, સેજલબેન ગર્ચર અને ડ્રાઈવર પંકજભાઈ મઢવી સહિતના સ્ટાફે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow