ખંભાળિયામાં ખેડૂતોનો આક્રોશ:પીજીવીસીએલ કચેરીનો કોંગ્રેસે ઘેરાવ કર્યો, 8 કલાક વીજળી ન મળવાની ફરિયાદ

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નિયમિત રીતે વીજળી ન મળતી હોવાના મુદ્દે જિલ્લા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલીયાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો. દરમિયાન બેનર હાથમાં લઈને આંબલિયાએ બતાવ્યું હતું, જેમાં લખ્યું હતું કે, લોકો કહે છે કે એક બોટલમાં એક સહી થાય છે આ વાત સાચી?? ખેડૂતોની રજૂઆત મુજબ, વડાત્રા સબ ડિવિઝન, ખંભાળિયા ડિવિઝન કે કલ્યાણપુર, દ્વારકા, ભાણવડ ડિવિઝનમાં દિવસે 8 કલાક વીજળીની વાત તો દૂર, 8 દિવસ-8 રાત મળીને પણ 8 કલાક વીજળી મળતી નથી. સરકારના દિવસે 8 કલાક વીજળી આપવાના વાયદાઓ પોકળ સાબિત થયા છે તેવો આક્ષેપ કર્યો હતો. આ રજૂઆત દરમિયાન જિલ્લા કોંગ્રેસે ઊર્જામંત્રી, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને ખેડૂતોની માફી માંગવા અને નિયમિત તથા પૂરતા પ્રમાણમાં વીજળી પૂરી પાડવા માટે પત્ર પાઠવ્યો છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નિયમિત રીતે વીજળી ન મળતી હોવાના મુદ્દે જિલ્લા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલીયાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો. ખેડૂતોની રજૂઆત મુજબ, વડત્રા સબ ડિવિઝન, ખંભાળિયા ડિવિઝન કે કલ્યાણપુર, દ્વારકા, ભાણવડ ડિવિઝનમાં દિવસે 8 કલાક વીજળીની વાત તો દૂર, 8 દિવસ-8 રાત મળીને પણ 8 કલાક વીજળી મળતી નથી. આ સ્થિતિમાં સરકારના દિવસે 8 કલાક વીજળી આપવાના વાયદાઓ પોકળ સાબિત થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલીયાના વડપણ હેઠળ ખંભાળિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સામૂહિક રીતે અહીંની પીજીવીસીએલ કચેરી ખાતે કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે વડત્રા સબ ડિવિઝન, ખંભાળિયા ડિવિઝન કે કલ્યાણપુર, દ્વારકા, ભાણવડ ડિવિઝનમાં દિવસે 8 કલાક વીજળીની વાત તો દૂર રહી 8 દિવસ, 8 રાત બન્નેની મળીને પણ 8 કલાક વીજળી મળતી નથી તો તમે ક્યા મોઢે દિવસે 8 કલાક વીજળી આપવાના વાયદાઓ, વચનો આપો છો? વીજળી આપવાના વાયદાઓને પરત લઈ લેવા જોઈએ. એટલું જ નહીં, જિલ્લામાં છેલ્લા 13 વર્ષથી ચાંચલાણા 66 કે.વી. અને છેલ્લા 8 વર્ષથી બેરાજા 66 કે.વી. માત્ર વીજ લાઇન ઉભી ન થવાના કારણે તૈયાર હોવા છતાં એ બન્નેને ઉપયોગમાં લઇ શકાતા નથી. તેની સામે ખાનગી કંપનીઓની વિજ લાઈન કાઢવા માટે રાતોરાત તમામ નિયમોને નેવે મૂકી પોલીસ પ્રોટેક્શન આવી જાય છે તેમ જણાવી, ખેડૂતોના ઉભા પાકમાં જેસીબી મશીનો ચાલવા લાગે છે અને વીજ લાઇન ઉભી ન થાય ત્યાં સુધી પોલીસ પ્રોટેક્શન પણ રહે છે. તો સવાલ એ છે કે આ બન્ને 66 કે.વી.ને જોડવા માટેની લાઇન ખેંચવામાં જેટકો કે પી.જી.વી.સી.એલ.ને ક્યાં તકલીફ થાય છે ?? તેવા સવાલો પણ કરવામાં આવ્યા છે. માર્ચ એન્ડિંગમાં પી.જી.વી.સી.એલ. દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે તેઓ વીજ બિલ મેળવવા ઘર સુધી પહોંચી જાય છે તો વીજળી બાબતે ફરિયાદમાં માણસ નથી એમ કહી ત્રણ મહિના સુધી ફરિયાદનું નિવારણ કરતા નથી. જો માણસો ન હોય અને ગાડી ન હોય તો જેમ ચેકીંગ કરવા માટે અનેક ગાડી અને તેમાં આવતા તમામ માણસોને પહેલા વીજળી બાબતે આવેલ ફરિયાદ નિવારણ માટે મોકલો ને પછી ચેકીંગ કરવા આવવા જણાવ્યું હતું. પી.જી.વી.સી.એલ.ને 0.5% ઇજનેરોને બાદ કરતાં તમામ ઇજનેરોએ ભ્રષ્ટાચાર યુક્ત કામો કઈ આવવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જે ફીડરમાં 50 ટી.સી.ની કેપેસિટી હોય એવા ટી.સી. માં 500 ટી.સી. આપી દીધા છે તો સ્વાભાવિક છે કે વીજ લોડ ઉભો થવાનો જ. તેમાં સુધારો કેમ નથી કરતા ??? એક ફીડરમાં 100 કિલોમીટરની વીજ લાઈનોના જાળા પાથરી દીધા છે જ્યારે બીજા ફીડરમાં માત્ર 10 કિલોમીટરની જ વીજ લાઈનો છે આવું અસમતોલન શા માટે ? તેવા સવાલો પણ કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણેક દાયકાથી તાર, ચપલાં વિગેરે બદલવામાં જ નથી આવ્યા જો બદલ્યા છે તો માત્ર કાગળ પર જ બદલ્યા છે જેના કારણે વીજ વાયર ચપલાં વગેરે નબળાં પડવાના કારણે વારંવાર વીજ લાઇન તૂટે છે ને વીજ વિક્ષેપ ઉભો થાય છે, તેમ જણાવી નિયમોનુસાર જ્યાં જ્યાં બે વીજ લાઇન પસાર થતી હોય ત્યાં યોગ્ય ક્રોસિંગ આપવા જોઈએ, પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થાય છે સ્થળ પર એકપણ કામગીરી થતી નથી તેમ આક્ષેપો કરવામાં આવ્યા છે. એક બોટલે એક બિલ ઉધારાય છે તેવા બોટલના પ્યાસુ તમારા ઇજનેરો હોવાનો આક્ષેપ પણ અહીં કરવામાં આવ્યો હતો. હંજડાપર, દાત્રાણા અને ભાતેલ ગામના ફીડર અંગે પણ આ પત્રમાં જણાવ્યું છે. જો તમારા જ ગ્રાહક તમારી જ બેદરકારીના કારણે ડાયરેક્ટર વીજ જોડાણ કરે તો ચેકીંગ આવે ને દંડ કરે ભૂલ તમારી ને ભોગવવાનું ગ્રાહકોએ ? આ તે ક્યાં નો ન્યાય ? તેમ કહી, મેઇન્ટેનન્સની હજારો અરજીઓ પેન્ડિંગ છે તેનો નિકાલ મહિનાઓ સુધી થતો જ નથી તેમ જણાવી પી.જી.વી.સી.એલ.ની બેદરકારી અને કથિત ભ્રષ્ટાચારનો ભોગ સામાન્ય માણસ બને તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સૌ પહેલા 66 કે.વી. ચાંચલાણા અને બેરાહાને તાત્કાલિક ચાલુ કરવામાં આવે, જ્યાં જ્યાં ફીડરમાં ઓવર લોડ, ઓવર TC, ઓવર વીજ લાઈનોની લંબાઈ છે તેને નાના ફીડર સાથે સમતોલન કરવામાં આવે, પીજીવીસીએલ પહેલા નિયમોનું પાલન કરે પછી ખેડૂતો - નાગરિકો પાસે નિયમોની અપેક્ષા રાખે, દિવસે 8 કલાક વીજળી આપવાના વાયદાઓમાં ખેડૂતોની માફી માગી, 24 કલાકમાં ખેડૂતોને વિના વિઘ્ને સાતત્યપૂર્ણ રીતે 8 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow