સંસ્કૃત સપ્તાહની શરૂઆત:હિંમતનગરની ત્રિવેણી વિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઈ, વિદ્યાર્થીઓએ વેદમંત્રોચ્ચાર કર્યા

હિંમતનગરના મહેતાપુરા ખાતે આવેલ ત્રિવેણી વિદ્યાલયથી આજે સંસ્કૃત ગૌરવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાયે ઝંડી આપીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે યાત્રા પર ગુલાબની પાંદડીઓ વેરીને વધામણાં કર્યાં હતાં. સાબરકાંઠા જિલ્લામાં 6 થી 8 ઓગસ્ટ-2025 દરમિયાન ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહની ઉજવણી થનાર છે. આ અંતર્ગત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ટેબ્લો, વિવિધ વેશભૂષા અને વેદમંત્રોચ્ચાર દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કર્યું હતું. ટેબ્લોમાં સંસ્કૃતનું વૈજ્ઞાનિક મહત્વ, ભાષાની ઉત્પત્તિ અને પ્રાચીન ભારતની ધરોહર દર્શાવવામાં આવી હતી. સંસ્કૃત ગુરુકુળના વિદ્યાર્થીઓએ વેદ જ્ઞાન મંત્રોચ્ચાર સાથે સંસ્કૃત સાહિત્યની વિષયવસ્તુ રજૂ કરી હતી. યાત્રામાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત સાથે સંસ્કૃતિને ઉજાગર કરવા અલગ-અલગ વેશભૂષા ધારણ કરી હતી. સાથે તિરંગા પણ લહેરાવવામાં આવ્યા હતા. આ યાત્રા મહેતાપુરાના વિવિધ વિસ્તારોના માર્ગો પર ફરીને પરત ત્રિવેણી વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિવેણી વિદ્યાલયના શંભુભાઈ ભટ્ટ, મીતેશભાઇ ભટ્ટ સહિત વિદ્યાલયના શિક્ષકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow