રાજકોટમાં લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ:જન્માષ્ટમીના મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખ લોકો ઉમટી પડશે, બાકી રહેતા સ્ટોલ-પ્લોટની આજે ઓપન હરાજી

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 15 લાખથી વધુની જનમેદની મેળો માણવા માટે ઉમટી પડશે ત્યારે તેને લઈને રેસકોર્સ મેદાનમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચકડોળગોઠવાઈ રહ્યા છે તો પોલીસ અને વહીવટી તંત્ર સહિતના કંટ્રોલરૂમના ડોમ ઊભા કરી દેવાયા છે. હાલ વરસાદને ધ્યાનમાં રાખીને લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય તે માટે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા કપચી પાથરી જમીન સમથળ કરવામાં આવશે. આ વચ્ચે પ્રથમ વખત મેળામાં 234 માંથી 143 જેટલા સ્ટોલ અને પ્લોટ ખાલી રહી ગયા છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા જૂની કલેકટર કચેરી ખાતે સ્થિત પ્રાંત અધિકારી દ્વારા ઓપન હરાજી રાખવામાં આવી છે. જેમાં અપસેટ પ્રાઈસ મુજબ વહેલા તે પહેલાના ધોરણે વેપારીઓ સ્ટોલ અને પ્લોટની ખરીદી કરી શકશે. જે બાદ પણ સ્ટોલ કે પ્લોટ ખાલી રહેશે તો તે જગ્યાએ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મ્યુઝિકલ ઇવેન્ટ થકી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે. જેમાં અઘોરી ગ્રુપ, અનિરુધ્ધ આહિર, રાજુ જાદવ, રાજ ગઢવી અને અલ્પાબેન પટેલના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સામાજિક સંસ્થાઓને પણ સ્ટોલની ફાળવણી થશે. બે દિવસમાં લોકમેળાનું નામ જાહેર કરાશે કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાનમા આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજવાનો છે જેમાં મોટી યાંત્રિક રાઇડ સહિતમાં ખુબ જ સારો પ્રતિસાદ મળેલો છે. જોકે 143 પ્લોટ ખાલી છે તેને માટે તા.6 ઓગસ્ટના બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન ઓપન હરાજી રાખવામાં આવી છે જેમાં વહેલા તે પહેલાના ધોરણે સ્ટોલ અને પ્લોટની ખરીદી થઈ શકશે. જેમાં અમને આશા છે કે મોટાભાગના પ્લોટની ખરીદી વેપારીઓ કરી લેશે. જો ત્યાર બદ પણ તમામ પ્લોટનું વેચાણ નહીં થાય તો ત્યાં સામાજિક સંસ્થાઓને સ્ટોલ રાખવા માટેની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત બે દિવસમાં લોકમેળાનું નામ જાહેર થશે. આ ઉપરાંત ભીડ નિયંત્રણ અંગે તેમણે જણાવ્યું હતુ કે, લોકમેળામાં રાખવામાં આવતા સ્ટોલ અને પ્લોટ ન વચ્ચે એ રીતે જગ્યા રાખવામાં આવશે કે આગ કે અન્ય કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટના બને તો તે વખતે ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે તે પ્રકારના ડેડીકેટેડ રસ્તા રાખવામાં આવશે. આ સાથે જ લોકમેળામાં CCTV થી એવું માલુમ પડશે કે એક સમયે વધુ ભીડ એકઠી થઈ ગઈ છે તો અમુક સમય માટે એન્ટ્રી ગેટ ઉપર લોકોનો પ્રવેશ અટકાવી દેવામાં આવશે અને ત્યારબાદ ફરી પ્રવેશ શરૂ કરવામાં આવશે જેથી કરીને પાંચ દિવસના મેળા દરમિયાન લોકમેળામાં આવતા લોકોની સુરક્ષા જળવાઈ રહે. અન્ડર ગ્રાઉન્ડ કેબલ પથરાશે, વીજ પ્રવાહ અવિરત ચાલુ રહે તે માટે PGVCLનો કંટ્રોલરૂમ ધમધમશે રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતી દ્વારા આગામી તા.14 ઓગષ્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના પાંચ દિવસના લોકમેળાની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ લોકમેળામાં 90 કિલોવોટના 17 વીજ ટ્રાન્સફોર્મરમાંથી વીજ સપ્લાય કરવામાં આવનાર છે. જેમા ચાર ફીડરમાંથી લોકમેળામાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં હાલ 10 જેટલા ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ છે. જયારે વધારાના 7 ટ્રાન્સફોર્મર તાબડતોબ રેસકોર્સ ગ્રાઉન્ડમાં મૂકવામાં આવનાર છે.લોકમેળામાં વીજ કનેકશનો માટે અન્ડરગ્રાઉન્ડ કેબલ પાથરવામાં આવનાર છે. આ અંગેની કામગીરી આગામી ટુંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવનાર છે. મેળાને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રોશનીથી ઝળહળતો કરી આકર્ષક બનાવવા માટે જરૂરી આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે. આ માટે 90 કિલોવોટના 17, 50 કિલોવોટનું 1, 10 કિલોવોટના 5 અને 5 કિલોવોટના 10 મળી કુલ 33 કનેકશનો મારફતે પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત લોકમેળા દરમિયાન વીજળી ગુલ થવાના કિસ્સા કે કોઈ ઈમરજન્સી ઘટના બને તો સાવચેતીના પગલારૂપે પોલીસ હેડ કવાર્ટર પાસે પીજીવીસીએલ દ્વારા ખાસ કન્ટ્રોલ રૂમ ધમધમતો કરવામાં આવશે. આ કન્ટ્રોલ રૂમમાં એચટી-ટુ ડીવીઝન, બેડીનાકા અને અન્ય સબડીવીઝનના 100 જેટલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવનાર છે. લોકમેળામાં ચકડોળની ટિકિટમાં રૂ.5 નો વધારો રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં ચકડોળ એટલે કે મોટી યાંત્રિક રાઇડની ટિકિટના દર રૂ.45 થી વધારી રૂ.50 કરવા માટે મંજૂરી આપવામાં આવેલી છે. 34 યાંત્રિક રાઈડની હરાજી થકી વહીવટી તંત્રને રૂ.1.32 કરોડ તો કુલ 1.80 કરોડ જેટલી કમાણી થઈ છે. પાંચ દિવસ અલગ અલગ કલાકારોના કાર્યક્રમ યોજાશે લોકમેળામાં 14 તારીખે અઘોરી ગ્રુપ, 15 તારીખે અલ્પાબેન પટેલ, 15 તારીખે રાજુભાઈ જાદવ, 17 તારીખે રાજ ગઢવી અને 18મીએ અનિરુદ્ધ આહીરનો કાર્યક્રમ યોજાશે.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow