સુરત ક્રાઇમ ન્યૂઝ:રત્નકલાકારે મેમો ન આવે માટે મોપેડ પર ડુપ્લિકેટ નંબર પ્લેટનો ઉપયોગ કર્યો

સુરતના વેલંજામાં રહેતા યુવક કલ્પેશભાઈ બાબુભાઈ વસાણીના નામે ચાલતી મોપેડ પર અસલ માલિકને જાણ કર્યા વગર બીજું કોઈ શખ્સ ડ્રાઇવિંગ કરતું હોવાનું બહાર આવ્યું છે. કલ્પેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેમની પાસે રહેલી મોપેડનો નંબર GJ 05 KM 9546 છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે તેમની પત્ની કરે છે. ગઈ 24મી માર્ચે જ્યારે તેમની પાસે ટ્રાફિક પોલીસનો મેમો આવ્યો કે, હેલ્મેટ વિના વાહન ચલાવ્યું છે અને 500 રૂપિયાનો દંડ ફટકારાયો છે ત્યારે તેમને આશ્ચર્ય થયું કારણ કે, એ દિવસે તેમની મોપેડ કોઈએ બહાર કાઢી નહોતી. ટ્રાફિકના મેમોથી બચવા માટે બીજાની નંબર પ્લેટનો ઉપયોગ કર્યું મેમામાં દર્શાવાયેલ ફોટો પણ અજાણ્યો જણાયો. ત્યારબાદ અનેકવાર જેમ કે 29 એપ્રિલ, 2, 5, 20, 21 અને 27 માર્ચે આવા મેમો મળ્યા અને મેમોના સમયગાળામાં મોપેડ ઘરમાં જ રહેતી હતી ત્યારે કલ્પેશભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે, કાપોદ્રા વિસ્તારની ઊર્મિ સોસાયટીમાં રહેતો પ્રિતેશ હિંમત સીતાપરા નામનો રત્નકલાકાર પોતાની મોપેડ પર કલ્પેશભાઈની નંબર પ્લેટ લગાવીને ખુલ્લેઆમ ફરતો હતો. પોલીસે તેનું નિવેદન નોંધ્યું અને પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, ટ્રાફિકના મેમોથી બચવા માટે તેણે બીજાની નંબર પ્લેટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. હાલ પ્રિતેશ સામે વિધિસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વરાછા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હીરા દલાલ 4.07 કરોડના હીરા સોદાના બહાને મેળવીને ફરાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરા દલાલ રવી ગણેશ વઘાસિયાએ 12 હીરા વેપારીઓ પાસેથી કુલ 4.07 કરોડના હીરા સોદાના બહાને મેળવીને પેમેન્ટ કર્યા વિના ભાગી જતા ફરિયાદ નોંધાઇ છે. રવિએ આપેલ લોભામણી ઓફરનાં કારણે વેપારીઓએ તેને બ્રાઉન અને નેચરલ હીરા સોંપ્યા હતા, પરંતુ બાદમાં પેમેન્ટના બદલે વાયદા કરવા લાગ્યો હતો. 17 મેના રોજ આ અંગે ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. આ દરમિયાન ખુલાસો થયો કે, રવિએ 2.50 કરોડના હીરા પોતાના મિત્ર અક્ષય પોપટ જાસોલીયાને વેચાણ માટે સોંપ્યા હતા. જેથી ઈકો સેલે વરાછા વિસ્તારની પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા અક્ષયને પકડી પાડ્યો હતો. પોલીસે અક્ષયના ઘરમાં સર્ચ કરતા અંદાજે 1 થી 1.50 કરોડના હીરા રિકવર કર્યા હોવાની આશા વ્યક્ત કરી છે. અક્ષયને કોર્ટમાં રજૂ કરાયા બાદ તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે મુખ્ય આરોપી રવિને પણ રિમાન્ડ પૂરા થતાં કોર્ટ દ્વારા વધુ 3 દિવસના ફર્ધર રિમાન્ડ આપવામાં આવ્યા છે. રોકાણમાં ભારે નુકસાન થતા આ પગલું ભર્યું હતું તપાસમાં ખુલ્યું છે કે રવિે પહેલા હીરા દલાલ તરીકે સારી છાપ બનાવી હતી, પરંતુ હીરા બજારમાં મંદી આવતા તેણે શેરબજારમાં ‘ઝીરો દા’ પ્રકારના હાઈ રિસ્ક શેરોમાં લગભગ 3.50 કરોડનું રોકાણ કર્યું હતું. રોકાણમાં ભારે નુકસાન થતા તેના પર મોટું દેવું આવી પડ્યું હતું. આથી તેણે દલાલ તરીકેની ઓળખનો દુરુપયોગ કરી વેપારીઓ પાસેથી હીરા મેળવી ને પેમેન્ટ આપ્યા વગર લપસી ગયો હતો. તેના મકરજાળમાં અક્ષય જેવો મિત્ર પણ સામેલ થયો હતો, જેનાથી હીરાના વેપારીઓની સાથે કરાયેલી આ ગુનાહિત ઠગાઈની ઘટના વધુ ગંભીર બની છે. હાલ ઈકો સેલ રવિ અને અક્ષય બંને સામે વધુ ઊંડાઈથી તપાસ ચલાવી રહી છે. વેપારીએ વકીલ મિત્ર અને વ્યાજખોર સામે ગંભીર આરોપ લગાવ્યા સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા પ્રિતેશ ગણપતલાલ જૈન નામના વેપારી સાથે વકીલ મિત્ર અને તેના ઓળખીતા વ્યાજખોર સામે ગંભીર આરોપ લાગ્યા છે. વેસુ વિસ્તારમાં સિદ્ધાર્થ ટ્રેડર્સ નામે ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા પ્રિતેશે એપ્રિલ 2024માં પૈસાની જરૂરિયાત માટે પોતાના વકીલ મિત્ર સુજીત રાજકુમાર સિંગને રૂ.2 લાખ માટે વાત કરી હતી. સુજીતે આ રકમ તેના મિત્ર શિવમ ઉર્ફે અંકિત દુબે મારફતે વ્યાજે મળશે એમ કહ્યું અને કોઇ મૂડી ગીરવે રાખવાની શરત સાથે ઇનોવા કાર લઇ લેવાની વાત કરાઈ. શિવમે રૂ.1.50 લાખ આપ્યા જેમાંથી તાત્કાલિક રૂ.7,500 વ્યાજ કાપી લીધા હતા. પ્રિતેશે રૂ.75,000 સુધીનું વ્યાજ ચુકવી દીધું હતું. જ્યારે પ્રિતેશને જાન્યુઆરી 2025માં આર્થિક રીતે રાહત મળી, ત્યારે તેણે પોતાનું વાહન પરત માંગ્યું. શરૂઆતમાં વકીલ સુજીતે 7 દિવસમાં કાર પરત કરવાની વાત કરી પણ બાદમાં સુજીત અને શિવમ બંનેએ બહાના બતાવી કાર પાછી આપવાનો ઇન્કાર કરી દીધો. તેઓએ હજુ વ્યાજ અને મુખ્ય રકમ બાકી હોવાનું કહેલું અને કાર પરત ન કરતા આખરે પ્રિતેશે ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે બળજબરીથી કબજે કરેલી ઇનોવા કાર અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Jun 2, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow