અમદાવાદ અકસ્માતનો સિલસિલો:શહેરના પૂર્વ વિસ્તારમાં બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત, ત્રણ ઈજાગ્રસ્ત

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત અને ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં કણભાના ચાંદીઅલ ગામ પાસે ઇન્દોર અમદાવાદ હાઇવે પર સાઇડમાં રહેલ ટ્રકની પાછળ કાર ઘૂસાડી દેતા એકનું મોત નિપજ્યુ હતુ અને ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એરપોર્ટ પાસે કટ પાસે ઉભા રહેલ યુવકને પુરઝડપે આવી કારચાલકે અડફેટે લેતા મોત નિપજ્યુ હતુ. બંને બનાવોમાં પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. સરદારનગરમાં રહેતો 26 વર્ષીય બિરેન્દ્ર ઠાકુર સિંધુભવન ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગત 31મેએ તે સાંજના સમયે એરપોર્ટ પાસે આવેલ પ્રિસ્ટાઇન હોટલની સામેના કટ પાસે ઉભો હતો. ત્યારે પુરઝડપે આવી રહેલ કારચાલકે બિરેન્દ્રને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. ત્યારે આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત બિરેન્દ્રને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. બીજા બનાવમાં મધ્યપ્રદેશમાં રહેતા અજય રાજપૂત નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં તેમના મિત્ર પુષ્પક યાદવની સેટેલાઇટમાં આવેલ આઇસ્ક્રીમની દુકાનનું ઉદ્ધાટન હોવાથી અજય, પુષ્પક, રજ્જુ ગૌડ અને રાહુલ રાજપૂત સહિત ચાર મિત્રો ઇન્દોર મધ્યપ્રદેશથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. જેમાં પુષ્પક કાર ચલાવતો હતો. ત્યારે ઇન્દોર અમદાવાદ હાઇવે પર કણભામાં ચાંદીઅલ ગામ પાસે પહોચ્યા તે સમયે પુષ્પકે પુરઝડપે ચલાવીને ટ્રકની પાછળ કાર ઘૂસાડી દેતા રજ્જુ ગૌડનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત મિત્રોને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે કણભા પોલીસે પુષ્પક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે બીજો બનાવ કુબેરનગરમાં 47 વર્ષીય કરણસિંગ તોમર ગત 19મેએ રાત્રીના સમયે અસારવા રેલ્વે સ્ટેશન પાસેથી ચાલતા પસાર થઇ રહ્યા હતા. તે સમયે બીઆરટીએસ કોરીડોરમાં પુરઝડપે આવી રહેલ ટુ-વ્હીલર ચાલકે કરણસિંગને અડફેટે લેતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. જે અંગે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી હતી. ત્યારે નંબરના આધારે તપાસ કરતા ટુ-વ્હીલર ચાલક સગીર હતો. જેથી સગીરને વાહન આપનાર તેના પિતા શંકર વરિયાણી સામે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. જ્યારે સગીર તેની બહેનને મૂકીને ઘરે જતો હતો ત્યારે અકસ્માત કર્યો હતો.

Jun 2, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow