થરાદની નર્મદા કેનાલ બની સુસાઈડ પોઈન્ટ:રાજસ્થાનના પ્રેમી યુગલે કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું; છેલ્લા 10 દિવસમાં 9 મૃતદેહ મળ્યા
થરાદની નર્મદા કેનાલ સુસાઈડ પોઈન્ટ બની છે. છેલ્લા 10 દિવસમાં આ કેનાલમાંથી 9 મૃતદેહ મળ્યા છે. જેમાં 5 પુરુષ અને 4 મહિલાનો સમાવેશ થાય છે. આજે (3 જુન) રાજસ્થાનના પ્રેમીયુગલે કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. થરાદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ઘરેથી નીકળ્યા હતા. રાજસ્થાનના પ્રેમી યુગલે કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું થરાદ તાલુકાના ડોડગામમાં ભાગિયા તરીકે રહેતા રાજસ્થાનના યુવક-યુવતીએ નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા આ યુવક-યુવતીના મૃતદેહ આજે વહેલી સવારે થરાદની મુખ્ય નર્મદા કેનાલના ખાનપુર ફાટક પાસેથી મળી આવ્યા હતા. મૃતક યુવક મુકેશ મલુકાજી માજીરાણા (ઉં.20) સુજા ગામનો અને યુવતી શારદા ભગાજી માજીરાણા (ઉં.21) હાથલા ગામની રહેવાસી હતી. બંને મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના વતની હતા. છેલ્લા 10 દિવસમાં 9 મૃતદેહ મળ્યા : વિરમજી રાઠોડ, ફાયર ઓફિસર ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ, જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ બંને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા દસ દિવસમાં થરાદ પાસેની મુખ્ય કેનાલમાંથી નવ જેટલા મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ગાયત્રીબેન ભાટી નામની એક મહિલાને ફાયર ટીમે જીવિત બચાવી હતી. બંને થરાદના ડોડગામ ગામે ભાગિયા તરીકે ખેતી કામ કરતા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, બંને થરાદ તાલુકાના ડોડગામ ગામે ભાગિયા તરીકે ખેતી કામ કરતા હતા. તેમના મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહની ઓળખ થયા બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહ તેમને સોંપવામાં આવ્યા હતા. મૃતકોના નામ ડીસાના કંસારી ગામના યુવકનો મૃતદેહ મળ્યો થરાદ નજીક આવેલી નર્મદા મુખ્ય કેનાલમાંથી ગતરોજ (2/6/25) ડીસાના કંસારી ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ડેરી પુલ નજીક આસારામ આશ્રમની સામેથી મૃતદેહ મળ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવકના પેન્ટના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી. મૃતક ચંદુભાઈ ભંગી ડીસા તાલુકાના કંસારી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. 'થરાદની નર્મદાની કેનાલમાંથી અવારનવાર મૃતદેહો મળે છે : ફાયર ઓફિસર ફાયર ઓફિસર વિરમજી રાઠોડે માહિતી આપી હતી કે, ફાયર બ્રિગેડે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી હતી. આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના પહેલી વખત નથી બની. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી અવારનવાર મૃતદેહો મળી આવતા હોવાની ઘટનાઓ નોંધાઈ છે. ડેરી પુલ પાસે યુવકે કેનાલમાં ઝંપલાવ્યું થરાદમાં ડેરી પુલ પુલ પાસે 7 દિવસ પહેલા (27/5/25) એક યુવકે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે ચાર કલાક સુધી સતત પ્રયાસો કર્યા બાદ મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. મૃતકોના નામ નર્મદા કેનાલમાં આવી ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે, જે ચિંતાનો વિષય છે : ફાયર ઓફિસર ફાયર ઓફિસર વિરમજી રાઠોડે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમને કેનાલમાં કોઈ વ્યક્તિના કૂદી પડવાની માહિતી મળી હતી. ત્યાર બાદ તેમની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મૃતદેહને બહાર કાઢ્યા બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતક યુવકની ઓળખ ભરતભાઈ તરીકે થઈ છે. આ ઘટના થરાદ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી. નર્મદા કેનાલમાં આવી ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે, જે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત તા.27/05/2025ના રોજ અન્ય એક મહિલા જશીબેન આસલનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે 25/05/2025ના રોજ વિક્રમભાઈ વજીર અને રીંકલબેન હડિયલના મૃતદેહોને પણ સ્થાનિક તરવૈયા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. વાલ્મિકી સમાજના યુવક-યુવતીના મૃતદેહ મળ્યાં થરાદની નર્મદા મુખ્ય કેનાલમાં ડેલ પુલ નજીકથી 10 દિવસ પહેલા (24/5/25) વાલ્મિકી સમાજના યુવક-યુવતીના મૃતદેહ મળ્યાં હતા. ફાયર બ્રિગેડને ડેલ પુલ અને સણધર પુલ વચ્ચે મૃતદેહ હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બંને મૃતદેહને બહાર કાઢી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાની આશંકા મૃતક યુવક રામાભાઈ બે બાળકનો પિતા છે, જ્યારે મૃતક યુવતી ભારતીબેન એક બાળકની માતા છે. બંનેના મોત અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પણ ફાયર અધિકારી ધનજીભાઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બંનેએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાની આશંકા છે. બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃતકોના નામ રામાભાઈ (ઉં.26, રહે. વકવાડા ગામ, લાખણી તાલુકો, બનાસકાંઠા) ભારતીબેન (ઉં.30, રહે. બળોધર ગામ, ડીસા, બનાસકાંઠા)

What's Your Reaction?






