ગીર સોમનાથમાં ઓપરેશન શિલ્ડની સિવિલ ડિફેન્સ મોકડ્રિલ:વેરાવળ કોસ્ટ ગાર્ડ, સોમનાથ મંદિર અને છારા બંદર પર મોકડ્રીલ; 5 મિનિટમાં રેસ્ક્યૂ ટીમ સક્રિય
વેરાવળ કોસ્ટ ગાર્ડ ખાતે નાગરિક સંરક્ષણ અંતર્ગત 'ઓપરેશન શિલ્ડ' નામની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. આ મોકડ્રીલમાં ડ્રોન એટેક સમયે આપાતકાલીન સેવાઓની સક્રિયતા ચકાસવામાં આવી. કોસ્ટ ગાર્ડ પર ડ્રોન એટેકની માહિતી મળતાં જ ગીર સોમનાથ ડિઝાસ્ટર કંટ્રોલને જાણ કરવામાં આવી. તરત જ વેરાવળ સીટી પોલીસ, ફાયર વિભાગ અને મેડિકલ ટીમની ઇમર્જન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ટીમે ઇજાગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર પણ ડ્રોન હુમલાની મોકડ્રીલ યોજાઈ. ફાયર અને આરોગ્ય વિભાગની ટીમે નાગરિકોને સલામત સ્થળે ખસેડી સારવાર આપી. કોડીનાર તાલુકાના છારા બંદર પર પણ આવી જ મોકડ્રીલ કરવામાં આવી. જિલ્લા કંટ્રોલરૂમને જાણ થતાં ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની ટીમ તરત જ પહોંચી ગઈ. આ સમગ્ર મોકડ્રીલમાં જિલ્લા વહીવટી તંત્રની સક્રિય ભાગીદારી જોવા મળી. ડ્રોન એટેકની જાણ થતાં માત્ર પાંચ મિનિટની અંદર જ રેસ્ક્યૂ અને રીલીફ માટેની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ મોકડ્રીલથી આપાતકાલીન પરિસ્થિતિમાં વિવિધ વિભાગોની તત્પરતા અને સંકલનની ચકાસણી કરવામાં આવી.

What's Your Reaction?






