પ્રાઈવેટ નોકરી છોડી, ફિલ્મોમાં હાથ અજમાવ્યો:બોલિવૂડનો કક્કો ય જાણતો નહતો, 'ભૂલ ચૂક માફ'ના સ્ક્રિપ્ટ રાઈટરની અનોખી સફર

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ભૂલ ચૂક માફ' ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મની વાર્તા હૈદર રિઝવી અને ફિલ્મના ડિરેક્ટર કરણ શર્માએ સાથે મળીને લખી છે. આઈટી સેક્ટરમાં કામ કરી ચૂકેલા હૈદર રિઝવીને ફિલ્મો વિશે કેટલી ઓછી જાણકારી હતી, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે 'યોદ્ધા' ફિલ્મમાં સની દેઓલને ગોવિંદા સમજી લીધા હતા. તાજેતરમાં હૈદર રિઝવીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી. તેમની સાથે થયેલી વાતચીતના કેટલાક ખાસ અંશ...... 'ભૂલ ચૂક માફ' ફિલ્મનો વિચાર કોનો હતો? આ વિચાર ફિલ્મના ડિરેક્ટર કરણ શર્માનો હતો. જ્યારે તેમણે મારી સાથે ફિલ્મનો વિચાર શેર કર્યો, ત્યારે મને તે ખૂબ જ રસપ્રદ લાગ્યો. આ ફિલ્મ ટાઇમ લૂપ પર છે. દુનિયાભરમાં ટાઇમ લૂપ પર ઘણી ફિલ્મો બની છે. બોલીવુડમાં પણ 2-3 ફિલ્મો બની છે પરંતુ તે સફળ થઈ નથી. (ટાઇમ લૂપ એટલે એક એવી કાલ્પનિક સ્થિતિ જેમાં સમયનો એક ચોક્કસ ટુકડો (જેમ કે, એક દિવસ કે અમુક કલાકો) વારંવાર પુનરાવર્તિત થાય છે. આ લૂપમાં ફસાયેલી વ્યક્તિને દરેક પુનરાવર્તનની યાદ હોય છે, જેથી તે ભૂલો સુધારી શકે અથવા પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકે છે. ) અમારા માટે પડકાર એ હતો કે, વાર્તાને એવી રીતે રજૂ કરવી કે દર્શકોને તે વિચિત્ર ન લાગે. 13 દિવસ સુધી અમે વાર્તાનો અંતિમ ભાગ તૈયાર કરવા માટે સાથે મળીને કામ કર્યું, અને 15મા દિવસે અમે વાર્તા સાથે દિનેશ વિજન (પ્રોડ્યૂસર)ની સામે હતા. વાર્તાની પૃષ્ઠભૂમિ (બેકડ્રોપ) તરીકે તમે બનારસને જ કેમ પસંદ કર્યું? કરણે મને વાર્તા માટે પૃષ્ઠભૂમિ તરીકે બનારસ પસંદ કરવાનું કહ્યું હતું. જ્યારે પણ હું બનારસનું નામ સાંભળું છું, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ જાઉં છું. અમારું ગામ બનારસથી માત્ર 100 કિલોમીટર દૂર છે. જો ત્યાં કોઈ બીમાર પડે, તો અમે તેને BHU (બનારસ હિન્દુ યુનિવર્સિટી) લઈ જતા. હું બાળપણથી યુવાની સુધી બનારસ જોતો આવ્યો છું. બનારસનું હ્યૂમર એવું છે કે, બે લોકોને લડતા જોઈને તમે હસવા લાગશો. તે સ્થળની પૃષ્ઠભૂમિ પર ડાયલૉગ્સ લખવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. બનારસી ડાયલૉગ્સ લખતાની સાથે જ હ્યૂમર આપમેળે આવી જાય છે. તેથી જ મને વાર્તામાં બનારસ લાવવામાં રસ પડ્યો. તમે કરણ શર્મા સાથે મળીને ફિલ્મની વાર્તા લખી છે, શું ક્યારેય સ્ક્રિપ્ટને લઈને કોઈ સંઘર્ષ થયો હતો? અમે પહેલા મિત્રો છીએ, તેથી સ્ક્રિપ્ટને લઈને કોઈ સંઘર્ષ નહોતો. ઇન્ડસ્ટ્રીમાં લેખકો અને ડિરેક્ટરો પોતપોતાની જવાબદારીઓ સમજે છે. ડિરેક્ટરને 'કેપ્ટન ઓફ ધ શિપ' કહેવામાં આવે છે અને અમે તે તાલમેલ સાથે કામ કર્યું. એકવાર સ્ક્રિપ્ટ કરણ સુધી પહોંચી ગઈ પછી અમે બધું તેના પર છોડી દીધું. શું રાજકુમાર રાવ પાસે ફિલ્મની વાર્તા અંગે કોઈ સૂચન હતું? દિનેશ વિજનને વાર્તા કહેવાથી લઈને અંતિમ સ્ક્રિપ્ટ મેઇલ કરવા સુધી, કોઈએ કોઈ ફેરફાર કર્યો નથી. જોકે, આવું ભાગ્યે જ બને છે. જ્યારે હું પહેલી વાર રાજકુમાર રાવને સ્ક્રિપ્ટ સંભળાવવા ગયો, ત્યારે હું થોડો ગભરાઈ ગયો હતો. સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી, રાજકુમાર સંપૂર્ણપણે પાત્રમાં ડૂબી ગયો. તેમણે રંજન બનીને એવા ડાયલૉગ બોલ્યા, જેની મેં કલ્પના પણ નહતી કરી. 'ભૂલ ચૂક માફ' પહેલાની સફર કેવી હતી? મેં ગુરુગ્રામ અને દિલ્હીમાં આઇટી ક્ષેત્રમાં કામ કર્યું. 2011માં, મેં મારા પિતાને કહ્યું કે, હું મારી નોકરી છોડી રહ્યો છું. હું શું કરીશ તે પૂછશો નહીં. મેં લેખક બનવાનું નક્કી કર્યું હતું પણ મને ખબર નહોતી કે હું કયા ક્ષેત્રમાં લખીશ. મેં તે સમયે ફિલ્મો વિશે વિચાર્યું ન હતું. તો પછી ફિલ્મોમાં રસ ક્યારે પડ્યો? 18 વર્ષની ઉંમર સુધી, અમને અમારા ઘરમાં ફિલ્મો જોવાની મંજૂરી નહોતી. એન્જિનિયરિંગ દરમિયાન મેં પહેલી ફિલ્મ 'યોદ્ધા' જોઈ હતી. મેં સની દેઓલને ગોવિંદા સમજી લીધો હતો. તેના પરથી તમે સમજી શકો છો કે, મને ફિલ્મો વિશે કેટલું નોલેજ હશે. જ્યારે મેં ફિલ્મો જોવાનું શરૂ કર્યું, ત્યારે મને એવો ચસ્કો લાગ્યો કે ઘણીવાર તો હું દિવસમાં સતત ત્રણ શો જોઈ નાખતો. ત્યાંથી જ મને લેખન તરફ ઝુકાવ થવા લાગ્યો. તમે મુંબઈ ક્યારે આવ્યા? હું કોવિડ પહેલા મુંબઈ આવ્યો હતો. 'લાફ્ટર ચેલેન્જ' શોના લોકોને ખબર પડી કે મારું હ્યૂમર સારું છે. તેમણે મને સંપર્ક કર્યો અને મેં તે શો લખ્યો. તેના માટે મને ઘણા બાધા પૈસા પણ મળ્યા. હું હવાઈ ચપ્પલ પહેરીને મુંબઈ આવ્યો તેવી કોઈ સ્ટ્રગલ મેં નથી કરી. હું દિલ્હીથી મારી કાર ડ્રાઇવ કરીને આવ્યો હતો. 6 મહિના લાફ્ટર ચેલેન્જમાં નીકળી ગયા. લાફ્ટર ચેલેન્જના લોકોને તમારા હ્યૂમર વિશે કેવી રીતે ખબર પડી? 92.7 બિગ એફએમ પર મારા લખાયેલા હ્યૂમર પંચલાઇન આવતી હતી. તેના દરેક નેશનલ શો હું ડિઝાઇન કરતો હતો. રેડિયોમાં દિવસભર કંઈક ને કંઈક આવતું રહેતું હતું. ત્યાંથી જ કોઈએ લાફ્ટર ચેલેન્જના મેકર્સને કહ્યું હશે. મુંબઈ આવ્યા પછી, સૌથી મોટું યોગદાન અનુભવ સિંહા અને સુભાષ કપૂરનું હતું. હું તેમને દિલ્હીથી ઓળખતો હતો. તે સમયે અનુભવ સિંહા 'અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ' બનાવી રહ્યા હતા. હું તેમની સાથે જોડાયો અને મારી સામે ફિલ્મ બનતી જોઈ. ત્યાંથી, મને ફિલ્મ લેખનની ઝીણવટ સમજાઈ. પછી જ્યારે હું સુભાષ કપૂર સાથે બેઠો, ત્યારે તેમણે મને કોમર્શિયલ રાઇટિંગ શીખવી.

Jun 3, 2025 - 17:23
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow