નેતૃત્વ અને સફળતાનું આવશ્યક કૌશલ્ય 'એમ્પથી':પારકી પીડા સમજી વિશ્વાસ અને સલામતીનું નિર્માણ કરી પ્રગતિ સાધો

2014માં જ્યારે સત્ય નડેલા માઇક્રોસોફ્ટ કંપનીના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) બન્યા, ત્યારે કંપની વિશ્વની સૌથી શક્તિશાળી ટેક કંપનીઓમાંની એક હતી. ટેકનિકલી ઉત્તમ, આવક પણ વધી રહી હતી પરંતુ નડેલાને એક વાત વારંવાર પરેશાન કરી રહી હતી. જ્યારે તેમણે ધ્યાનથી જોયું ત્યારે ખબર પડી કે કંપનીના કર્મચારીઓ માત્ર સ્પર્ધા કરવામાં વ્યસ્ત હતા. તેઓ એકબીજાની લાગણીઓ અને પરિસ્થિતિઓને અવગણી રહ્યા હતા. નડેલાએ આ સ્થિતિને બદવાનું નક્કી કરી લીધું. ટીમ લીડર્સથી લઇને એન્જિનિયરો સુધી દરેકને 'એમ્પથી'ના મૂલ્યને અપનાવવા પ્રેરણા આપી. ધીમે ધીમે માઇક્રોસોફ્ટનું કલ્ચર બદલાયું. લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા, ભૂલો માટે ટોણા મારવાના બદલે ઉકેલ આપવા લાગ્યા. તેનાથી કંપનીના પ્રોડક્ટ્સ પણ બદલાયા. હવે તેઓ ફક્ત કાર્યાત્મક (ફંક્શનલ) નહીં પણ ભાવનાત્મક રીતે જોડાવા લાગ્યા. કર્મચારીઓએ પોતાનાપણું અનુભવ્યું. આ વિચારે માઇક્રોસોફ્ટને એક ઇનોવેટિવ કંપનીની સાથે સાથે ઇમોશનલી ઇન્ટેલિજન્ટ (ભાવનાત્મક રીતે બુદ્ધિશાળી) કંપની પણ બનાવી દીધી. આજના 'સક્સેસ મંત્ર' કોલમનો વિષય એમ્પથી એટલે કે સમાનુભૂતિ છે. આપણે સમજીશું કે એમ્પથી એ નેતૃત્વ અને સફળતા માટે સૌથી ઓછું આંકવામાં આવતું પણ આવશ્યક કૌશલ્ય છે. સમાનુભૂતિ આપણી સફળતાની યાત્રાને કેવી રીતે સરળ બનાવે છે અને આપણે તેને આપણા જીવનમાં કેવી રીતે અમલમાં મૂકી શકીએ છીએ. એમ્પથી (સમાનુભૂતિ) અને સિમ્પથી (સહાનુભૂતિ) વચ્ચેનો તફાવત જ્યારે કોઈ દુઃખી હોય છે, ત્યારે આપણે ઘણીવાર કહીએ છીએ કે, 'મને તારા માટે ખરાબ લાગે છે.' આ સિમ્પથી છે, જેને સહાનુભૂતિ કહેવામાં આવે છે. એમ્પથી એટલે કે સમાનુભૂતિ આનાથી એક ડગલું આગળ છે. એમ્પથીમાં આપણે આપણી જાતને પૂછીએ છીએ કે, 'જો હું આ વ્યક્તિની જગ્યાએ હોત, તો મને શું લાગત?' એમ્પથીમાં માત્ર પરિસ્થિતિને જોવાની નથી, પણ અનુભવ પણ કરવાની છે. આ અનુભવ આપણને બીજાના દુઃખ અને પીડા સાથે જોડે છે, જેની સાથે આપણે ચાલી રહ્યા છીએ. આ જ ખરી માનવતા છે. નડેલાએ દીકરાની બીમારીમાંથી એમ્પથી શીખી ભારતીય મૂળના સત્યા નડેલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમના દીકરાની ગંભીર ન્યૂરોલોજીકલ બીમારીએ તેમને એમ્પથીનો અર્થ શીખવ્યો. એક પિતા તરીકે, તેમણે નર્સ, ડોકટર અને સંભાળ રાખનારાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કર્યો. તેનાથી તેમના મનમાં લોકો પ્રત્યે એમ્પથી જાગી. અહીંથી, તેમની નેતૃત્વ શૈલી (લીડરશિપ સ્ટાઇલ) પણ બદલાઈ ગઈ. એમ્પથી શા માટે મહત્વપૂર્ણ છે? હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના સંશોધન મુજબ, એમ્પેથેટિક લીડર્સ (સમાનુભૂતિ ધરાવતા નેતાઓ) ધરાવતી ટીમો વધુ વફાદાર, મહેનતુ અને ઇનોવેટિવ હોય છે. તેનો અર્થ એ થયો કે, જો લીડર ટીમ પ્રત્યે એમ્પથી ધરાવતો હોય, તો ટીમના સભ્યો વધુ પોતાનાપણું અનુભવે છે. તેમને લાગે છે કે તેમનો ટીમ લીડર તેમની દરેક લાગણી સમજે છે અને તેમની સાથે ઊભો છે. તેથી, ટીમના લક્ષ્યો અને પ્રોજેક્ટ્સ સફળ થાય તેની ખાતરી કરવાનું તેમનું કામ છે. એમ્પથી કેવી રીતે વિકસાવવી? એમ્પથી એટલે કોઈને સલાહ આપતા પહેલા, તેને સમજવાનો પ્રયાસ કરવો. આવું ત્યારે થાય છે, જ્યારે આપણે કોઈને સમજ્યા વિના, અટકાવ્યા કે ટોક્યા વિના કે પૂર્વગ્રહ બાંધી લીધા વિના પૂરા ધ્યાનથી સાંભળીએ છીએ. આ કરવાનો સરળ રસ્તો એ છે કે, તમારી જાતને પૂછો કે, જો હું તેની જગ્યાએ હોત તો મને કેવું લાગત? આવા પ્રશ્નો દ્વારા આપણે કોઈની પરિસ્થિતિને તેના દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. નીચે આપેલા ગ્રાફિક દ્વારા એમ્પથી વિકસાવવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણીએ- એમ્પથીના ફાયદા શું છે? એમ્પથીનો અર્થ માત્ર બીજાઓને સારું લગાડવું તેવું નથી, તે પોતાને પણ ઊંડાણથી સમજવાની શરૂઆત છે. જ્યારે આપણે ખરેખર કોઈની લાગણીઓને સમજીએ છીએ, ત્યારે આપણી વાતચીતમાં વધુ પોતિકાપણું લાગે છે, સંબંધો વધુ મજબૂત બને છે અને તણાવ દૂર થાય છે. એમ્પથી ન માત્ર આપણને સારા શ્રોતા (લિસનર) બનાવે છે પણ એક સારી વ્યક્તિ, સારો મિત્ર અને સારા લીડર પણ બનાવે છે. જ્યારે આપણે બીજા વ્યક્તિને સમજીએ છીએ, ત્યારે ધીમે ધીમે આપણે પોતાને પણ સમજવાનું શરૂ કરીએ છીએ. આ પરિવર્તન આપણામાં ભાવનાત્મક બુદ્ધિ, સમજણ અને આત્મ જાગૃતિ લાવે છે અને આ દરેક સફળ અને સંતુલિત જીવનનો પાયો છે. એમ્પથીનો અર્થ બીજાની સાથે સંમત છો એવો નથી એમ્પથીનો અર્થ એ નથી કે, તમે દરેક વાત સાથે સંમત થાઓ અથવા નબળા પડી જાઓ. આ ફક્ત હૃદયનું નહીં, પણ મનની પણ સમજદારી છે. એમ્પથી બીજાઓ માટે નથી, તે પોતાને વધુ સારા વ્યક્તિ બનાવવાનું એક સાધન છે. જ્યારે આપણે કંઈક વધુ સારી રીતે સમજીએ છીએ, ત્યારે જ આપણે યોગ્ય નિર્ણયો લઈ શકીએ છીએ અને સંબંધો વધુ મજબૂત બને છે. એમ્પથી વિશે આપણા મનમાં કેટલીક ગેરમાન્યતાઓ રહેલી છે, નીચેના ગ્રાફિક પરથી સમજીએ- વધુ પડતી એમ્પથી કેમ નુકસાનકારક હોઈ શકે? જો તમે તરત જ બધાના દુ:ખ પોતાના માથે લઈ લો, તો ધીમે ધીમે તમે માનસિક અને શારીરિક રીતે થાકી જશો. તે રોજ કોઈ બીજાની ભારે થેલી ઉપાડવા જેવું છે. થોડા સમય માટે આ યોગ્ય છે પણ જો તમે તેને દરરોજ ઉપાડતા રહેશો, તો તમારી પીઠ વાંકી થવા લાગશે. વધુ પડતી એમ્પથી આપણને આપણી લાગણીઓમાં ફસાવી દે છે. જ્યારે કોઈ રડે છે, ત્યારે આપણે પણ રડવા લાગીએ છીએ. જ્યારે કોઈ દુઃખી હોય છે, ત્યારે આપણે પણ દુઃખી થઈએ છીએ. તેનાથી બે મોટી સમસ્યાઓ ઊભી થાય છે. ઘણી વખત, વધુ પડતી એમ્પથીના કારણે, લોકો બીજાના દુઃખને એટલા હૃદયમાં લઈ લે છે કે, તેમનું પોતાનું માનસિક સ્વાસ્થ્ય બગડી જાય છે. તેઓ ઊંઘી શકતા નથી, બેચેન રહે છે અને તેમને હંમેશા એવું લાગે છે કે તેમણે જ બધું ઠીક કરવું પડશે.

Jun 3, 2025 - 21:19
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow