મેઘાલયમાં ઈન્દોરના રાજાની મર્ડર મિસ્ટ્રી:હનિમૂન માટે ગયો હતો ને ઝાડ કાપવાના હથિયારથી હત્યા કરી, પત્ની હજુ પણ ગુમ; પરિવારે CBI-સેનાની મદદ માંગી
મેઘાલયમાં ઇન્દોરના ટ્રાન્સપોર્ટર રાજા રઘુવંશીના મૃત્યુના કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. પૂર્વ ખાસી હિલ્સના એસપી વિવેક સિમે જણાવ્યું હતું કે રાજા રઘુવંશીની હત્યા વૃક્ષ કાપવાના હથિયારથી કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. એસપી વિવેક સિમે જણાવ્યું હતું કે પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કર્યું છે. હવે ટૂંક સમયમાં આ કેસનો ખુલાસો થશે. તમને જણાવી દઈએ કે મેઘાલયના શિલોંગમાં હનિમૂન માટે ગયેલા ઇન્દોરના રાજા રઘુવંશીનો મૃતદેહ સોમવારે 11 દિવસ પછી એક ઊંડા ખાડામાંથી મળ્યો હતો. મંગળવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રાજાની પત્ની સોનમ રઘુવંશી હજુ પણ ગુમ છે. NDRF પણ તેમની શોધમાં સર્ચ-ઓપરેશન ચલાવી રહ્યું છે. પરિવાર રાજાના અંતિમસંસ્કાર ઇન્દોરમાં જ કરશે. મૃતદેહ લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે ટિકિટ ઉપલબ્ધ નહોતી. બુધવાર કે ગુરુવાર સુધીમાં મૃતદેહ ઇન્દોર લાવવામાં આવે તેવી શક્યતા છે. રાજાના ભાઈએ સીબીઆઇ તપાસની માગ કરી રાજા રઘુવંશીના ભાઈ વિપિન રઘુવંશીએ મંગળવારે મીડિયા સાથે વાત કરતાં અપહરણ અને હત્યાની શંકા વ્યક્ત કરી છે. વિપિને આ કેસમાં સીબીઆઇ તપાસની માગ કરી છે. તેમણે મેઘાલય પોલીસ પર કેસ દબાવવાનો પણ આરોપ લગાવ્યો છે. ભાઈ વિપિને કહ્યું, રાજાનું પર્સ, બ્રેસ્લેટ, ગળાની ચેઇન, બેગ, વીંટી અને પાવર બેંક વગેરે હજુ સુધી મળ્યાં નથી. સમગ્ર કેસની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે પુત્રવધૂ સોનમ જીવતી મળી આવે. જીપીએસ ટ્રેકરે જાહેર કર્યું કે સ્કૂટી થોડા સમય માટે બંધ પડી ગઈ હતી પોલીસના જણાવ્યા અનુસાર, રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી 23 મેના રોજ ગુમ થઈ ગયા હતા, નોંગરિયાટ ગામમાં એક હોટલ છોડ્યાના થોડા કલાકો પછી, જે સોમવારે રાજાનો મૃતદેહ મળ્યો હતો એ સ્થળથી 20 કિમી દૂર છે. નજીકના માવક્મા ગામમાં આવેલા GPS ટ્રેકરે બતાવ્યું કે 23 મેના રોજ દંપતી દ્વારા ઉપયોગમાં લેવાયેલી એક્ટિવા સ્કૂટી થોડા સમય માટે ત્યાં રોકાઈ હતી, પરંતુ એ વેઇસા ડોંગ વિસ્તારથી 20થી 25 કિલોમીટર દૂર છે, જ્યાં રાજાનો મૃતદેહ મળ્યો હતો. 'સ્થાનિક પોલીસ અને સરકાર આ મામલાને દબાવી રહી છે' વિપિને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા પાસે માગ કરી છે કે દિલ્હીની સીબીઆઇ સમગ્ર કેસની તપાસ કરે. સ્થાનિક પોલીસને નથી લાગતું કે આવી ઘટનાઓ અહીં બની શકે છે. જો પોલીસ જે કહે છે એ સાચું છે તો પછી સ્કૂટી લાશથી 25 કિલોમીટર દૂર કેમ મળી? લાશ ખાડામાં કેમ મળી, ત્યાં પાંચ ફૂટની દીવાલ છે. આવી સ્થિતિમાં તે આત્મહત્યા કરી શકે નહીં. વિપિને કહ્યું, રાજા અને સોનમ ઇન્દોરથી આવ્યાં હતાં, તેથી તેમને કોઈની સાથે કોઈ દુશ્મનાવટ ન હોઈ શકે. જો કંઈક થયું હોય તો તેની પાછળ સ્થાનિક લોકોનો હાથ હોઈ શકે છે. રાજા અને સોનમે પોતાની મરજીથી લગ્ન કર્યાં હતાં. લગ્નથી નાખુશ થવાનું કોઈ કારણ નથી. મેઘાલય સરકાર તથ્યોને દબાવવા માગે છે. રાજા અને સોનમ સાથે એક ગાઇડ પણ હતો રાજાએ સોહરાના ડબલ ડેકર (લિવિંગ રૂટ)ની મુલાકાત લેવા માટે એક માર્ગદર્શક રાખ્યો હતો. તે નીચે ગયો અને પાછો ઉપર આવ્યો. પાછા ફરતી વખતે તેણે તે લોકો સાથે વાતચીત કરી. રાજાએ કહ્યું હતું કે તેણે એક જગ્યાએ કોફી પીધી હતી, પણ તેણે એ ફેંકી દીધી, કારણ કે એ સારી નહોતી અને હવે તે કેળા ખાઈ રહ્યો છે. ત્યાર બાદ તે પરત આવશે. છેલ્લી વાતચીત તે ગુમ થયો એ દિવસે 01:43 વાગ્યે થઈ હતી. તેઓ 20 મેના રોજ તેમના હનિમૂન માટે રવાના થયાં હતાં રાજા અને સોનમ રઘુવંશીનાં લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયાં હતાં. 20 મેના રોજ તેઓ હનિમૂન માટે રવાના થયાં હતાં. રાજા ઇન્દોરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. આ દંપતી ઇન્દોરથી બેંગલુરુ થઈને ગુવાહાટી પહોંચ્યું હતું, જ્યાં મા કામાખ્યાનાં દર્શન કર્યા પછી, તેઓ 23 મેના રોજ મેઘાલયના શિલોંગ જવા રવાના થયાં હતાં. શરૂઆતમાં પરિવાર બંને સાથે વાત કરતો રહ્યો, પછી સંપર્ક તૂટી ગયો. રાજાના મોટા ભાઈ સચિન રઘુવંશીએ શરૂઆતમાં વિચાર્યું કે નેટવર્કની સમસ્યા હશે, પરંતુ 24 મેથી બંનેના મોબાઈલ બંધ થઈ ગયા પછી તેમને ચિંતા થવા લાગી. ઘણા પ્રયાસો પછી પણ જ્યારે કોઈ સંપર્ક સ્થાપિત થઈ શક્યો નહીં ત્યારે સોનમના ભાઈ ગોવિંદ અને રાજાના ભાઈ વિપિન ઈમર્જન્સી ફ્લાઈટ દ્વારા શિલોંગ પહોંચ્યા. આ પછી તેઓ શોધ ટીમમાં જોડાયા. જ્યાંથી દંપતી ગાયબ થયું ત્યાં ઊંડી ખીણ અને ધુમ્મસની સમસ્યા

What's Your Reaction?






