Editor's View : સેના પર દેશમાંથી જ 'પ્રહાર':આર્મીનું માથું શરમથી ઝૂકી જાય એવી હરકત, અપમાન કરનારા ટ્રોલર્સ પર સરકારી સ્ટ્રાઇક કેમ નહીં?; નેતાઓના બફાટ સામે ભાજપનું મૌન

સિંગાપોરમાં સાંગરિ-લા ડાયલોગમાં ભાગ લેવા ગયેલા ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણનો ઈન્ટરવ્યૂ કારણ વગરનો વિવાદમાં આવી ગયો છે. તેમણે સંકેત આપ્યો કે બંને તરફ નુકસાન વગર યુદ્ધ ન થઈ શકે. બીજી વાત એ કહી કે ભારતનાં કેટલાં વિમાન તૂટ્યાં એ મહત્ત્વનું નથી, શા માટે તૂટ્યાં એનો સ્ટડી જરૂરી છે. આ ઇન્ટરવ્યૂની ક્લિપ આવતાં જ ભારતની અંદર રહેલી ટ્રોલર્સ જમાત એક્ટિવ થઈ ગઈ. ભારતની ત્રણેય સેનાની પાંખના સંયુક્ત વડા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તવાઈ બોલાવી. નવાઈની વાત (કે દુ:ખની વાત) એ છે કે CDS ટ્રોલ થયા કરે છે ને કેન્દ્ર સરકાર મૌન છે. નમસ્કાર, CDS અનિલ ચૌહાણ અને એર ચીફ માર્શલ અમરપ્રિત સિંહનાં નિવેદનો ચર્ચામાં છે. ભારતમાં સેનાના અધિકારીઓએ આવી રીતે હૈયાવરાળ ક્યારેય કાઢી નથી. ભારતીય સેના ન તો સરકાર વિરુદ્ધમાં રહી છે, ન તો સરકારની પડખે રહી છે. ભારતીય સેના પોતાના નિયમ મુજબ જ કામ કરે છે છતાં તેમના પર પસ્તાળ પડી રહી છે. ભસ્માસુર જેવી ટ્રોલર્સ જમાત તો એવું જ માને છે કે અમે જેના પર હાથ મૂકીએ તે બળી જશે... ટ્રોલર્સ જમાતમાં પણ બે પ્રકારના લોકો છે. એક, જેની પાસે કોઈ કામધંધો રહ્યા નથી. નિવૃત્ત છે. બીજા પૈસા આપીને ઊભા કરાયેલા છે. હવે આ ટ્રોલર્સ પર સ્ટ્રાઈક કરવાનો સમય આવી ગયો છે. પહેલા જાણો CDS અનિલ ચૌહાણે શું કહ્યું? સિંગાપોરમાં સાંગરિ-લા ડાયલોગ સંવાદ થયો હતો. એશિયન દેશોના ડિફેન્સ એક્સપર્ટ એમાં ભાગ લે છે અને પોતાના દેશની ડિફેન્સની વાતો, આવનારા સમયના પડકારો વિશે વાત કરે છે. ભારત તરફથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ સિંગાપોર આ સંવાદમાં ભાગ લેવા ગયા હતા. સંવાદ પૂરો થયા પછી બ્લૂમબર્ગ ટીવીએ CDS અનિલ ચૌહાણનો અલગથી ઈન્ટરવ્યૂ લીધો. ઈન્ટરવ્યૂ લેનારે બે સવાલ પૂછ્યા કે પાકિસ્તાને ભારતનાં કેટલાં ફાઇટર પ્લેન તોડ્યાં? પાકિસ્તાન દાવો કરે છે કે ભારતને મોટું નુકસાન થયું છે, આ દાવો કેટલો સાચો છે? આના જવાબમાં અનિલ ચૌહાણે કહ્યું હતું કે હું એ કહેવા માગું છું કે 7 મેએ શરૂઆતના તબક્કામાં નુકસાન થયું, પણ સંખ્યા મહત્ત્વની નથી. મહત્ત્વનું એ છે કે આ નુકસાન કેમ થયું અને એના પછી અમે શું કરીશું? એટલે અમે અમારી રણનીતિમાં સુધારો કર્યો અને પછી 7, 8 અને 10 મેએ મોટી સંખ્યામાં અમે પાકિસ્તાનમાં ગયા અને ત્યાં એરબેઝ પર હુમલા કર્યા. બીજા કોઈને નુકસાન કર્યા વગર તેની ડિફેન્સ સિસ્ટમને ભેદી નાખી. એ પણ એ લોકોના છૂટક હુમલા વચ્ચે. આ મારો વ્યક્તિગત વિચાર છે કે સંઘર્ષ થવા પર સૌથી તર્કસંગત લોકો યુનિફોર્મ પહેરેલા લોકો હોય છે. એવું એટલા માટે કે તે સમજે છે કે સંઘર્ષ કોઈપણ દિશામાં જઈ શકે છે. તે આ પ્રકારના સંઘર્ષનાં પરિણામોને પણ સમજે છે. અમારું દરેક ડગલું જે એ ઓપરેશન સિંદૂર દરમિયાન લેવાયું. અનિલ ચૌહાણે જે વાત કરી એ જ આપણા દેશ માટે ખતરો છે ઓપરેશન સિંદૂર દરમિયાન મીડિયામાં ખૂબ જૂઠાણાં ચાલ્યાં. સોશિયલ મીડિયામાં તો જૂઠાણાંનો મહાસાગર ઘૂઘવ્યો. કોઈએ કહ્યું કે ભારતે કરાચી પોર્ટ તબાહ કર્યું. ભારતે ઈસ્લામાબાદ પર કબજો કરી લીધો. કોઈએ એવા સમાચાર ચલાવ્યા કે ઓપરેશન સિંદૂર પછી કાશ્મીરમાં ફિદાયીન હુમલો થયો. આ બધા ખોટા સમાચારો ફેલાયા કે આર્મીનું ધ્યાન મૂળ કામ પરથી ભટકી ગયું. CDS અનિલ ચૌહાણે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન અમારા ઓપરેશનલ સમયનો લગભગ 15% ભાગ નકલી નિવેદનો અને ફેક ન્યૂઝનો સામનો કરવામાં નીકળી ગયો. CDSની આ જ વાત બહુ ગંભીર છે, આ જ દેશ માટે ખતરો છે. CDSના નિવેદન પછી ટ્રોલર્સે પસ્તાળ પાડી, આવું પહેલીવાર થયું ભારતમાં સૌથી સન્માનીય સેના છે. તેના વિશે કોઈ એક લીટી પણ ખરાબ બોલે તો પોલીસ, સરકાર, કોર્ટ બધાં એક્ટિવ થઈ જાય છે, પણ આ વખતે તો ટ્રોલર્સે હદ વટાવી નાખી. ચીફ ઓફ આર્મી સ્ટાફ, જેના ખભે આખા દેશની સુરક્ષાની જવાબદારી છે તેમને અપમાનિત કર્યા... છતાં સરકાર મૌન છે, ન્યાયપાલિકા મૌન છે... એક ટ્રોલર્સે લખ્યું કે મારો મુદ્દો એ નથી કે અનિલ ચૌહાણે આવું કહ્યું, પણ મુદ્દો એ છે કે સિંગાપોરમાં આવું શું કામ કહ્યું? તેમણે જવાબ આપવામાં ઉતાવળ કરી નાખી. તેમની અનુશાસનહીનતા (ઇનડિસિપ્લીન)નાં પરિણામો ભોગવવાં પડશે. ટ્રોલર્સ કહેવા લાગ્યા કે ટેક્ટિકલ ભૂલ ન કરવી જોઈએ. તમે વિદેશમાં જઈને ભારતને બદનામ કર્યું. કોઈએ લખ્યું કે તેને સરખું અંગ્રેજી નથી આવડતું. કોઈએ લખ્યું કે તેની ઓરેટરી સ્કિલ એટલે બોલવાની છટા સારી નથી. જે પોતાના કરિયરમાં લેફ્ટનન્ટ જનરલ રહ્યા હોય તેના માટે આવા શબ્દો વાપરે છે. ટ્રોલર્સને લેફ્ટનન્ટ જનરલનો સ્પેલિંગ લખતા પણ નહીં આવડતો હોય તેવા લોકો વાહિયાત વાતો કરે છે. એક ટ્રોલર્સે લખ્યું કે મને દુઃખ છે કે CDS ચૌહાણે બધું પાણી ફેરવી નાખ્યું. તેની ભાષા સમૃદ્ધ નથી એટલે તેણે ઈન્ટરવ્યૂ આપવાની જરૂર જ નહોતી. એક ટ્રોલર્સ લખ્યું કે એર માર્શલ એ.કે. ભારતીએ બ્લૂમબર્ગને ઈન્ટરવ્યૂ કેમ ન આપ્યો. એ.કે. ભારતી DGMO છે. એર માર્શલ નથી. એ પણ આ લોકોને ખબર નથી ને સલાહ આપવા લાગ્યા છે. આ ટ્રોલ સેના ભસ્માસુર જેવી બની ગઈ છે, જેની ઉપર હાથ મૂકે તે બળી જાય, એવું મનાય છે. સવાલ એ છે કે આવા બિનજવાબદાર મીડિયાનું પોષણ કોણ કરે છે? સરકાર ધારે તો બેન ન કરાવી શકે? દેશમાં ઊભી થયેલી ટ્રોલર્સની જમાત ખતરનાક છે. આંખ બંધ કરીને ટ્રોલ કરનારા લોકોને ડાબલાં (અંગ્રેજીમાં બ્લિન્કર્સ) બાંધેલાં હોય છે. રાજનેતાઓને, પત્રકારોને ટ્રોલ કરે ત્યાં સુધી વાત સમજાય, પણ જ્યારે સેના ટ્રોલ થવા લાગે ત્યારે દેશના લોકોની વિચારધારા જોખમમાં છે એમ સમજવું. આ દેશમાં સાચું બોલવું એ ગુનો છે? ઓપરેશન સિંદૂરનું 10 મેએ સીઝફાયર થઈ ગયું. એનાં ત્રણ સપ્તાહ પછી CDSએ આ વાત કરી ત્યાં સુધી સરકાર પાસે સમય હતો. તેમણે સામે આવીને આ વાત કરવી જોઈએ. બે જણાના ઝઘડામાં એકને જ વાગે, બીજાને વાગે જ નહીં, એવું તો હોતું નથી. CDSએ જે હતું એ સાચું કહ્યું. ખોટું તો કહ્યું નથી. તકલીફ એ જ છે કે આ દેશમાં તમે સાચું બોલો એટલે ગુનેગાર ગણાઈ જાવ. કારગિલ વખતે પણ ભારતને નુકસાન થયું હતું. ત્યારે સરકારે સ્વીકાર્યું હતું અને દેશે પણ માન્યું કે લડાઈમાં આવું તો થાય. અત્યારે દરેક વસ્તુને રહસ્યમયી રેપરમાં વીંટીમાં પેશ કરાય

Jun 5, 2025 - 03:50
 0
Editor's View : સેના પર દેશમાંથી જ 'પ્રહાર':આર્મીનું માથું શરમથી ઝૂકી જાય એવી હરકત, અપમાન કરનારા ટ્રોલર્સ પર સરકારી સ્ટ્રાઇક કેમ નહીં?; નેતાઓના બફાટ સામે ભાજપનું મૌન
સિંગાપોરમાં સાંગરિ-લા ડાયલોગમાં ભાગ લેવા ગયેલા ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણનો ઈન્ટરવ્યૂ કારણ વગરનો વિવાદમાં આવી ગયો છે. તેમણે સંકેત આપ્યો કે બંને તરફ નુકસાન વગર યુદ્ધ ન થઈ શકે. બીજી વાત એ કહી કે ભારતનાં કેટલાં વિમાન તૂટ્યાં એ મહત્ત્વનું નથી, શા માટે તૂટ્યાં એનો સ્ટડી જરૂરી છે. આ ઇન્ટરવ્યૂની ક્લિપ આવતાં જ ભારતની અંદર રહેલી ટ્રોલર્સ જમાત એક્ટિવ થઈ ગઈ. ભારતની ત્રણેય સેનાની પાંખના સંયુક્ત વડા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તવાઈ બોલાવી. નવાઈની વાત (કે દુ:ખની વાત) એ છે કે CDS ટ્રોલ થયા કરે છે ને કેન્દ્ર સરકાર મૌન છે. નમસ્કાર, CDS અનિલ ચૌહાણ અને એર ચીફ માર્શલ અમરપ્રિત સિંહનાં નિવેદનો ચર્ચામાં છે. ભારતમાં સેનાના અધિકારીઓએ આવી રીતે હૈયાવરાળ ક્યારેય કાઢી નથી. ભારતીય સેના ન તો સરકાર વિરુદ્ધમાં રહી છે, ન તો સરકારની પડખે રહી છે. ભારતીય સેના પોતાના નિયમ મુજબ જ કામ કરે છે છતાં તેમના પર પસ્તાળ પડી રહી છે. ભસ્માસુર જેવી ટ્રોલર્સ જમાત તો એવું જ માને છે કે અમે જેના પર હાથ મૂકીએ તે બળી જશે... ટ્રોલર્સ જમાતમાં પણ બે પ્રકારના લોકો છે. એક, જેની પાસે કોઈ કામધંધો રહ્યા નથી. નિવૃત્ત છે. બીજા પૈસા આપીને ઊભા કરાયેલા છે. હવે આ ટ્રોલર્સ પર સ્ટ્રાઈક કરવાનો સમય આવી ગયો છે. પહેલા જાણો CDS અનિલ ચૌહાણે શું કહ્યું? સિંગાપોરમાં સાંગરિ-લા ડાયલોગ સંવાદ થયો હતો. એશિયન દેશોના ડિફેન્સ એક્સપર્ટ એમાં ભાગ લે છે અને પોતાના દેશની ડિફેન્સની વાતો, આવનારા સમયના પડકારો વિશે વાત કરે છે. ભારત તરફથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ સિંગાપોર આ સંવાદમાં ભાગ લેવા ગયા હતા. સંવાદ પૂરો થયા પછી બ્લૂમબર્ગ ટીવીએ CDS અનિલ ચૌહાણનો અલગથી ઈન્ટરવ્યૂ લીધો. ઈન્ટરવ્યૂ લેનારે બે સવાલ પૂછ્યા કે પાકિસ્તાને ભારતનાં કેટલાં ફાઇટર પ્લેન તોડ્યાં? પાકિસ્તાન દાવો કરે છે કે ભારતને મોટું નુકસાન થયું છે, આ દાવો કેટલો સાચો છે? આના જવાબમાં અનિલ ચૌહાણે કહ્યું હતું કે હું એ કહેવા માગું છું કે 7 મેએ શરૂઆતના તબક્કામાં નુકસાન થયું, પણ સંખ્યા મહત્ત્વની નથી. મહત્ત્વનું એ છે કે આ નુકસાન કેમ થયું અને એના પછી અમે શું કરીશું? એટલે અમે અમારી રણનીતિમાં સુધારો કર્યો અને પછી 7, 8 અને 10 મેએ મોટી સંખ્યામાં અમે પાકિસ્તાનમાં ગયા અને ત્યાં એરબેઝ પર હુમલા કર્યા. બીજા કોઈને નુકસાન કર્યા વગર તેની ડિફેન્સ સિસ્ટમને ભેદી નાખી. એ પણ એ લોકોના છૂટક હુમલા વચ્ચે. આ મારો વ્યક્તિગત વિચાર છે કે સંઘર્ષ થવા પર સૌથી તર્કસંગત લોકો યુનિફોર્મ પહેરેલા લોકો હોય છે. એવું એટલા માટે કે તે સમજે છે કે સંઘર્ષ કોઈપણ દિશામાં જઈ શકે છે. તે આ પ્રકારના સંઘર્ષનાં પરિણામોને પણ સમજે છે. અમારું દરેક ડગલું જે એ ઓપરેશન સિંદૂર દરમિયાન લેવાયું. અનિલ ચૌહાણે જે વાત કરી એ જ આપણા દેશ માટે ખતરો છે ઓપરેશન સિંદૂર દરમિયાન મીડિયામાં ખૂબ જૂઠાણાં ચાલ્યાં. સોશિયલ મીડિયામાં તો જૂઠાણાંનો મહાસાગર ઘૂઘવ્યો. કોઈએ કહ્યું કે ભારતે કરાચી પોર્ટ તબાહ કર્યું. ભારતે ઈસ્લામાબાદ પર કબજો કરી લીધો. કોઈએ એવા સમાચાર ચલાવ્યા કે ઓપરેશન સિંદૂર પછી કાશ્મીરમાં ફિદાયીન હુમલો થયો. આ બધા ખોટા સમાચારો ફેલાયા કે આર્મીનું ધ્યાન મૂળ કામ પરથી ભટકી ગયું. CDS અનિલ ચૌહાણે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન અમારા ઓપરેશનલ સમયનો લગભગ 15% ભાગ નકલી નિવેદનો અને ફેક ન્યૂઝનો સામનો કરવામાં નીકળી ગયો. CDSની આ જ વાત બહુ ગંભીર છે, આ જ દેશ માટે ખતરો છે. CDSના નિવેદન પછી ટ્રોલર્સે પસ્તાળ પાડી, આવું પહેલીવાર થયું ભારતમાં સૌથી સન્માનીય સેના છે. તેના વિશે કોઈ એક લીટી પણ ખરાબ બોલે તો પોલીસ, સરકાર, કોર્ટ બધાં એક્ટિવ થઈ જાય છે, પણ આ વખતે તો ટ્રોલર્સે હદ વટાવી નાખી. ચીફ ઓફ આર્મી સ્ટાફ, જેના ખભે આખા દેશની સુરક્ષાની જવાબદારી છે તેમને અપમાનિત કર્યા... છતાં સરકાર મૌન છે, ન્યાયપાલિકા મૌન છે... એક ટ્રોલર્સે લખ્યું કે મારો મુદ્દો એ નથી કે અનિલ ચૌહાણે આવું કહ્યું, પણ મુદ્દો એ છે કે સિંગાપોરમાં આવું શું કામ કહ્યું? તેમણે જવાબ આપવામાં ઉતાવળ કરી નાખી. તેમની અનુશાસનહીનતા (ઇનડિસિપ્લીન)નાં પરિણામો ભોગવવાં પડશે. ટ્રોલર્સ કહેવા લાગ્યા કે ટેક્ટિકલ ભૂલ ન કરવી જોઈએ. તમે વિદેશમાં જઈને ભારતને બદનામ કર્યું. કોઈએ લખ્યું કે તેને સરખું અંગ્રેજી નથી આવડતું. કોઈએ લખ્યું કે તેની ઓરેટરી સ્કિલ એટલે બોલવાની છટા સારી નથી. જે પોતાના કરિયરમાં લેફ્ટનન્ટ જનરલ રહ્યા હોય તેના માટે આવા શબ્દો વાપરે છે. ટ્રોલર્સને લેફ્ટનન્ટ જનરલનો સ્પેલિંગ લખતા પણ નહીં આવડતો હોય તેવા લોકો વાહિયાત વાતો કરે છે. એક ટ્રોલર્સે લખ્યું કે મને દુઃખ છે કે CDS ચૌહાણે બધું પાણી ફેરવી નાખ્યું. તેની ભાષા સમૃદ્ધ નથી એટલે તેણે ઈન્ટરવ્યૂ આપવાની જરૂર જ નહોતી. એક ટ્રોલર્સ લખ્યું કે એર માર્શલ એ.કે. ભારતીએ બ્લૂમબર્ગને ઈન્ટરવ્યૂ કેમ ન આપ્યો. એ.કે. ભારતી DGMO છે. એર માર્શલ નથી. એ પણ આ લોકોને ખબર નથી ને સલાહ આપવા લાગ્યા છે. આ ટ્રોલ સેના ભસ્માસુર જેવી બની ગઈ છે, જેની ઉપર હાથ મૂકે તે બળી જાય, એવું મનાય છે. સવાલ એ છે કે આવા બિનજવાબદાર મીડિયાનું પોષણ કોણ કરે છે? સરકાર ધારે તો બેન ન કરાવી શકે? દેશમાં ઊભી થયેલી ટ્રોલર્સની જમાત ખતરનાક છે. આંખ બંધ કરીને ટ્રોલ કરનારા લોકોને ડાબલાં (અંગ્રેજીમાં બ્લિન્કર્સ) બાંધેલાં હોય છે. રાજનેતાઓને, પત્રકારોને ટ્રોલ કરે ત્યાં સુધી વાત સમજાય, પણ જ્યારે સેના ટ્રોલ થવા લાગે ત્યારે દેશના લોકોની વિચારધારા જોખમમાં છે એમ સમજવું. આ દેશમાં સાચું બોલવું એ ગુનો છે? ઓપરેશન સિંદૂરનું 10 મેએ સીઝફાયર થઈ ગયું. એનાં ત્રણ સપ્તાહ પછી CDSએ આ વાત કરી ત્યાં સુધી સરકાર પાસે સમય હતો. તેમણે સામે આવીને આ વાત કરવી જોઈએ. બે જણાના ઝઘડામાં એકને જ વાગે, બીજાને વાગે જ નહીં, એવું તો હોતું નથી. CDSએ જે હતું એ સાચું કહ્યું. ખોટું તો કહ્યું નથી. તકલીફ એ જ છે કે આ દેશમાં તમે સાચું બોલો એટલે ગુનેગાર ગણાઈ જાવ. કારગિલ વખતે પણ ભારતને નુકસાન થયું હતું. ત્યારે સરકારે સ્વીકાર્યું હતું અને દેશે પણ માન્યું કે લડાઈમાં આવું તો થાય. અત્યારે દરેક વસ્તુને રહસ્યમયી રેપરમાં વીંટીમાં પેશ કરાય છે. ડિફેન્સ એક્સપર્ટનો શું મત છે? રાજનેતાઓ શું કહે છે? હવે વાત એર ચીફ માર્શલ એ.પી. સિંહની… પાંચ દિવસ પહેલાં દિલ્હીમાં CIIની એન્યુઅલ બિઝનેસ સમિટ હતી. એમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ હાજર હતા. મંચ પરથી એર ચીફ માર્શલ અમરપ્રિત સિંહ બોલી રહ્યા હતા. રક્ષામંત્રીની હાજરીમાં તેમણે એવી વાતો કરી કે દેશભરમાં એની ચર્ચા થવા લાગી. હા, એર ચીફ માર્શલે જે કહ્યું એ સાચું જ કહ્યું, કારણ કે સેનાને રાજકીય લાભ મેળવવામાં કે રાજકીય નુકસાન કરાવવામાં કોઈ રસ હોતો નથી. તેમના માટે માત્ર દેશ સર્વોપરિ હોય છે. એર ચીફ માર્શલે એ.પી.સિંહે શું કહ્યું? અમરપ્રિત સિંહે કહ્યું કે સેના માટે ટાઈમલાઈન મોટો મુદ્દો છે. ક્યારેક કોન્ટ્રેક્ટ સાઈન કરતી વખતે અમને ખાતરી હોય છે કે આટલી જલદી ડિલિવરી નહીં કરી શકે છતાં કોન્ટ્રેક્ટ સાઈન કરી દઈએ છીએ. એ વિચારીને કે પછી જોઈશું. આગળ શું કરવાનું છે. તેજસ MK1A ફાઇટર જેટ માટે ફેબ્રુઆરી 2021માં HAL સાથે ₹48,000 કરોડનો કરાર કરવામાં આવ્યો હતો. ડિલિવરી માર્ચ 2024થી શરૂ થવાની હતી, પરંતુ આજ સુધી એકપણ વિમાન આવ્યું નથી. તેજસ MK2નો પ્રોટોટાઇપ હજુ તૈયાર નથી. એડવાન્સ્ડ સ્ટીલ્થ ફાઇટર AMCA પાસે પણ હજુ સુધી કોઈ પ્રોટોટાઇપ નથી. એર ચીફ માર્શલ અમરપ્રિત સિંહે કહ્યું હતું કે આપણે આજ માટે તૈયાર રહેવું પડશે, તો જ આપણે ભવિષ્ય માટે તૈયારી કરી શકીશું. આગામી 10 વર્ષમાં ઈન્ડસ્ટ્રીમાંથી વધારે પ્રોડક્શન થશે એની ના નથી, પણ આજે જે જરૂરિયાતો છે એ આજે જ પૂરી થવી જોઈએ. તો જ કામનું છે. એર ચીફ માર્શલે બ્લેકશિપની વાત કરી... એર ચીફ માર્શલ એ.પી.સિંહે બેબાક બનીને રક્ષામંત્રીની સામે જ વાતો કરી. તેમણે બ્લેકશિપનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે સેના એટલો સંયમ રાખે છે કે બ્લેકશિપને બ્લેકશિપ નથી કહેતી. આનો મતલબ એવો થાય કે ઢગલાબંધ સફેદ ઘેટાંમાં એક કાળું ઘેટું હોય તો બધાની નજર તેના તરફ હોય છે અને આ એક બ્લેકશિપ આખા ટોળા માટે ખતરો બને છે. તેમણે ટકોર પણ કરી કે આપણે નોકરી માટે સારા લોકોને નથી લાવી શકતા. તે બહાર જઈ રહ્યા છે. બીજા દેશોમાં જઈને કામ કરે છે. મને લાગે છે કે તેમને સારો પગાર, સારું પ્રોત્સાહન અને સારા કામનો માહોલ મળવો જોઈએ. આ બધું તૈયાર કરીને યુવાનોને અહીં રોકી રાખવાની જરૂર છે. સંસદીય ડિફેન્સ કમિટીના રિપોર્ટમાં કબૂલ્યું છે કે.... 2024-25નો સંસદીય રક્ષા સમિતિનો રિપોર્ટ છે. એમાં ડિફેન્સ બજેટની ચર્ચા કરાઈ છે. આ રિપોર્ટમાં લખ્યું છે કે ઘણા માનનીય સદસ્યોએ આ વિષય ઉપાડ્યો છે કે બજેટ એસ્ટિમેટની સામે યુટિલાઈઝેશન ઓછું થયું છે. ઘણા બધા કેસેમાં કોન્ટ્રેક્ટ્સ એવોર્ડ કરવામાં આવ્યા છે, પણ અલગ અલગ કારણોથી ડિફેન્સ સિસ્ટમ કે વેપન સમયસર આવતાં નથી. મેં રશિયાનો ઉલ્લેખ કર્યો છે. તેની પાસેથી પાંચ S-400 સિસ્ટમ આવવાની છે, જે ખૂબ જ મોંઘી સિસ્ટમ છે. એમાંથી ત્રણ સિસ્ટમ આવી ગઈ છે. બે હેલ્ડઅપ છે, કારણ કે એનો વિવાદ શરૂ થઈ ચૂક્યો હતો. એના કારણે એ સમયસર આપી શક્યા નથી. એવું જ કાંઈક ઈઝરાયલના ડિવાઈઝમાં થયું છે. માનનીય સદસ્યોએ HALનો પણ ઉલ્લેખ કર્યો છે. એ કેસમાં સપ્લાય ચેઈન ઈસ્યૂઝના કારણે ડિલિવરીમાં ડીલે થયું છે. આવાં કારણોથી અમે ગયા વર્ષે બજેટ એસ્ટિમેટનું યુટિલાઈઝેશન નથી કરી શક્યા.17 માર્ચ-2025એ સંસદીય રક્ષા સમિતિનો આ રિપોર્ટ રજૂ થયો છે. ડિફેન્સની આ સંસદીય સમિતિના અધ્યક્ષ છે- ભાજપના સાંસદ રાધામોહન સિંહ !! છેલ્લે, કેન્દ્ર સરકાર ટ્રોલર્સ સામે પગલાં લે ત્યારે સાચું, પણ દેશના લોકોને એ સમજાતું નથી કે ભાજપના જ નેતાઓ સેનાનું અપમાન કરે છે તો તેમની સામે ભાજપ કેમ મૌન છે? જેમ કે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે કર્નલ સૌફિયા કુરેશીને આતંકવાદીની બહેન ગણાવી દીધાં હતાં. તો મધ્યપ્રદેશના જ ડેપ્યુટી મુખ્યમંત્રી જગદીશ દેવરાએ કહ્યું હતું કે ભારતીય સેના મોદીજીને નતમસ્તક થઈ ગઈ છે. ઉધમપુર ભાજપના ધારાસભ્ય રણવીરસિંહ પઠાણિયાએ કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન એરફોર્સના જવાનો સૂતા હતા. આપણે તેમને માથે ચડાવીને રાખ્યા છે. અહીં સવાલ એ છે કે ભાજપના નેતાઓ સતત સેનાનું અપમાન કરતા આવ્યા છે તો તેમની સામે કેમ પગલાં નથી લેવાતાં? ને સેનાના અધિકારીઓ સાચું બોલે છે તો ટ્રોલ થાય છે... હવે દેશની અંદર જ ઓપરેશન કરવાનો સમય આવી ગયો છે... સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow