લોકોને કમલ હાસનની 'ઠગ લાઈફ' ન ગમી!:યુઝર્સે કહ્યું- સ્ક્રિપ્ટ બકવાસ છે, બીજો ભાગ કંટાળાજનક અને ખેંચી રહ્યા હોય તેવું લાગે છે
કમલ હાસન અને મણિરત્નમની ફિલ્મ 'ઠગ લાઈફ' આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ બંને દિગ્ગજ કલાકારો 36 વર્ષ પછી સાથે પાછા ફર્યા હોવાથી ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત હતા. મણિરત્નમની છેલ્લી હિટ ફિલ્મ 'નાયકન' પછી આ તેમની નવી ફિલ્મ છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે સમીક્ષાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે. ઘણા યુઝર્સે પ્લેટફોર્મ પર પોતાના મંતવ્યો આપ્યા છે. જોકે, X પરના મોટાભાગના રિવ્યૂ વાંચ્યા પછી, એવું કહી શકાય કે લોકોને ફિલ્મ જરાય ગમી નથી. 'ફિલ્મની સ્ક્રિપ્ટ બકવાસ છે' એક યુઝરે લખ્યું, 'યુકે પ્રીમિયર જોયાને મને એક કલાક થઈ ગયો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ નબળી છે, પાત્રોમાં કોઈ ઊંડાણ નથી, મને કોઈ પણ મુખ્ય પાત્ર સાથે કોઈ ઇમોશનલ જોડાણ લાગ્યું નથી, મ્યૂઝિક પણ એવરેજ છે. આના કરતાં ઘરે સૂઈ રહેવું બેસ્ટ ઓપ્શન છે.' બીજા એક યુઝરે કહ્યું- 'સ્ક્રીનપ્લે અધૂરો અને મૂંઝવણ ભરેલો લાગે છે. 'નાયકન' જેવી ફિલ્મ ફક્ત એક જ વાર બને છે. કમલ હાસન અને મણિરત્નમ બંનેનું કામ ખૂબ જ એવરેજ છે. હું સમજી શક્યો નહીં કે ત્રિશાનું પાત્ર શું હતું. સૌથી ખરાબ!' ફિલ્મને લાગણીહીન ગણાવતા, એક યુઝરે લખ્યું- 'આ ફિલ્મ ઇમોશનલેસ, ઓલ્ડ સ્ટાઈલની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ ગણાવી, જેનું મ્યૂઝિક નબળું છે.' કમલ હાસનના અભિનયની કેટલીક ખામીઓ તરફ ધ્યાન દોરતા અને પ્રશંસા કરતા એક યુઝરે કહ્યું- 'ઠગ લાઈફ'માં દમ હતો, પરંતુ ફિલ્મ ખેંચવામાં આવી છે. કમલ હાસનનો અભિનય અદ્ભુત છે, પરંતુ તેમના સતત એકપાત્રી ડ્રામા કંટાળાજનક બની જાય છે. સિમ્બુએ સારું કામ કર્યું છે, પરંતુ બીજો ભાગ એટલો ધીમો અને કંટાળાજનક છે. મણિરત્નમની ખાસ વાત? ક્યાંય જોવા મળી ન હતી.' કેટલાક યુઝર્સે કમલ હાસન અને સિલમ્બરસનની એક્ટિંગ વખાણી જોકે ઘણા ફેન્સે પોઝિટિવ રિવ્યૂ પણ આપ્યાં છે, એક યુઝરે પ્રશંસા કરી અને લખ્યું- 'કેએચ (કમલ હાસન)ના અભિનયએ આખી ફિલ્મમાં દિલ જીતી લીધા અને એસટીઆર (સિલામ્બરસન) એ પણ શાનદાર અભિનય આપ્યો. તેમના હાવભાવ ખૂબ જ સુંદર હતા. આખી કાસ્ટ સારી હતી! એઆર રહેમાનનું સંગીત મજબૂત છાપ છોડતું હતું, પરંતુ ફિલ્મનો બીજા હાફ થોડો સ્લો લાગ્યો.' આ ફિલ્મમાં સિલમ્બરસન, ત્રિશા, અલી ફઝલ, ઐશ્વર્યા લક્ષ્મી જેવા ઘણા મહત્વપૂર્ણ કલાકારો પણ છે. સંગીત એ.આર. રહેમાને આપ્યું છે, પરંતુ કેટલાક લોકોને સંગીત કેટલાક ભાગોમાં અધૂરું લાગ્યું.

What's Your Reaction?






