સુરતમાં થયેલા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડમાં ઘટસ્ફોટ:માત્ર 6 મહિનામાં RBL બેંકમાં ખોલેલાં 89 એકાઉન્ટમાંથી 1445 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં, પોલીસે મોપેડ રોક્યું ને ખૂલ્યું હતું રેકેટ

સુરત શહેરમાં ગત 27 મેના રોજ ઉધના પોલીસે વાહન ચેકિંગમાં બે શખ્સોને પકડી પાડી સાયબર ક્રાઇમની ઓનલાઇન ચીટીંગનું ઇન્ટરનેશનલ રેકેટ પકડી પાડયું હતું. આ કેસમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન પોલીસને 164 બેંક એકાઉન્ટ મળ્યાં છે. આ બેંક એકાઉન્ટમાંથી RBL બેંકમાં ખોલેલા 89 બેંક એકાઉન્ટમાંથી માત્ર છ મહિનામાં કુલ 1,445 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં છે. જ્યારે હજુ 75 બેંક એકાઉન્ટનું વેરીફીકેશન કરવાનું બાકી છે. આ આંકડો વધી શકે છે. તમામ બેંક એકાઉન્ટ સુરત શહેરમાં ખોલવામાં આવ્યા હતા. આ બેંક એકાઉન્ટની વિગતોમાં સિંગાપોર, મલેશિયા, ક્યુબા અને થાઈલેન્ડના મોબાઈલ નંબરો આપવામાં આવ્યા હતા. બેંક એકાઉન્ટ ખોલાવવા 1 લાખથી લઈ 7 લાખનું કમિશન મળતું આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં આ ગુનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન તેમની ધરપકડ કરાઈ હતી. આરોપી કિરાત જાદવાણી અને મિત ખોખરની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ અન્ય લોકો પાસેથી તમામ વિગતો મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. દર એકાઉન્ટ દીઠ તેમને અલગ અલગ લિમિટ આધારે એક લાખ રૂપિયાથી લઈને સાત લાખ સુધીનું કમિશન મળતું હતું. ઉધના પોલીસે 164 જેટલા બેંક એકાઉન્ટ જપ્ત કર્યા આરોપીઓ આ એકાઉન્ટની તમામ વિગત વિદેશમાં બેસેલા તેમના આકાઓને આપતા હતા. આ રેકેટમાં સામેલ ટોપના લોકો આ બેંક એકાઉન્ટની વિગતો મેળવીને સાયબર ફ્રોડની જે પણ રકમ હોય તેને ટ્રાન્જેક્શન માટે વાપરતા હતા. અત્યારે ઉધના પોલીસે 164 જેટલા બેંક એકાઉન્ટ જપ્ત કર્યા છે. આ તમામ એકાઉન્ટની વિગતો અલગ અલગ બેંકો પાસેથી મંગાવવામાં આવી છે. જેમાંથી RBL બેંકના 89 બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, તેમાંથી 1,455 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. હજી અન્ય બેંકની માહિતી બાકી છે. ઉધના પોલીસે અન્ય બેંક પાસેથી પણ તમામ બેંક એકાઉન્ટની વિગતો મંગાવી છે. સ્ટેટમેન્ટ આવ્યા પછી પોલીસ વધુ એનાલિસિસ કરશે અને અન્ય બેંક એકાઉન્ટમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે તેની વિગતો મેળવશે. પોલીસને અનુમાન છે કે આંકડો હજુ વધી શકે છે. તમામ બેંક એકાઉન્ટ સુરતમાંથી ખોલવામાં આવ્યા ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ સાયબર ફ્રોડની ઘટનામાં જેટલા પણ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે તે તમામ સુરતમાંથી જ ખોલવામાં આવ્યા છે. RBL, યસ બેંક, એક્સિસ બેંક સાથે એસબીઆઇ બેંકના પણ એકાઉન્ટ સામેલ છે. જે વ્યક્તિને જરૂરિયાત હોય, સાથે એવી ફર્મ જે પોતાની રીતે સારું પર્ફોર્મન્સમાં નથી આવી ફર્મના માલિક પાસેથી વિગતો મેળવીને આ લોકો એકાઉન્ટ ખોલતા હતા. જે લોકો પાસે ફર્મ ન હોય તેમની પાસેથી જીએસટી નંબર મેળવીને બેંક એકાઉન્ટ ખોલતા હતા. તમામ કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. જ્યારે એકાઉન્ટ ખુલી જાય ત્યારે એકાઉન્ટ હોલ્ડરને આ લોકો ફિક્સ રકમ આપી દેતા હતા. જે એકાઉન્ટની સાઈઝ હોય તે પ્રમાણે તે રકમ આપી દેતા અને ત્યાર બાદ જ્યારે આ એકાઉન્ટનો સાયબર ફ્રોડના ટ્રાન્જેક્શન માટે ઉપયોગ થાય તેમને બે ટકા કમિશન પણ અલગથી આપતા હતા. અત્યારે અમને જે ઇન્ફોર્મેશન મળી છે, ચારથી પાંચ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં કમિશન પેટે આપ્યા છે. અન્ય બેંકથી જે વિગતો આવશે ત્યારે અમે કહી શકીશું કે કેટલા ઓરિજનલ ટ્રાન્જેક્શન આ લોકોએ કર્યા છે. તેમાંથી આ લોકોને કેટલું કમિશન આપવામાં આવ્યું છે. સાયબર ફ્રોડમાં આ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો આ સાથે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ તમામ ટ્રાન્જેક્શન સાયબર ફ્રોડથી આવેલા નાણામાંથી કરવામાં આવેલાં છે. જે સંદર્ભે અલગ અલગ જગ્યાએ ફરિયાદ પણ કરવામાં આવી છે. જે વિગત પણ પોલીસને મળી છે. ટેકનિકલ અને ફાઇનાન્સિયલ દૃષ્ટિથી અમે તપાસ કરી રહ્યા છે. આ સમગ્ર રેકેટમાં અન્ય લોકો પણ સામેલ છે તે લોકોની પણ તપાસ હાલ ચાલુ છે. અન્ય નામો પણ ખુલશે તેની સંભાવનાઓ છે. ઉધના પોલીસને જે તમામ 164 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે તે હાલ એક્ટિવ નથી. કારણ કે સાયબર ફ્રોડમાં આ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો અને એક એકાઉન્ટમાં જ્યારે સાયબર ફ્રોડની રકમ આવે ત્યારે ફરિયાદ થતી હતી અને આ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં આ લોકો ટ્રાન્જેક્શન કરી દેતા હતા જેથી ત્રણથી ચાર દિવસ જ એક એકાઉન્ટ ચાલતું હતું. કોઈના કોઈ વ્યક્તિ દ્વારા સાયબર ફ્રોડની ફરિયાદ કરવામાં આવતી હતી. જેથી આ એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવતું હતું. આ તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે ઉધના પોલીસ દ્વારા પણ લેટર લખવામાં આવ્યો છે. ઉધના પોલીસે તેમાંથી 1.04 કરોડ રૂપિયા ફ્રીઝ પણ કર્યા આ સમગ્ર રેકેટમાં ઉધના પોલીસના હાથે મુખ્ય વ્યક્તિ કિરાત જાદવાણી ધરપકડ થઈ ચૂકી છે. સાથે મિત ખોખર કરીને પણ આરોપી છે. આ લોકો પોતે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપ્યા બાદ જે પૈસા આ લોકો કમાતા તેમાં કાર અને ગોલ્ડ તેમજ મિલકતમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હતા. ઉધના પોલીસે તેમાંથી 1.04 કરોડ રૂપિયા ફ્રીઝ પણ કર્યા છે. જે કિરાત જાદવાણીના છે. મલેશિયા, ક્યુબા, થાઈલેન્ડ સિંગાપોરના નંબર મળી આવ્યા સૌથી મહત્વની વાત છે કે, આ આખુ રેકેટ ઇન્ટરનેશનલ રેકેટ છે જેમાં સુરતના લોકો સામેલ હતા અને સુરતમાંથી જ 164 જેટલા એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. જુદા જુદા પ્રકારના જે પણ સાયબર ક્રાઇમ હોય છે. જેમાં ખાસ કરીને કોઈ પાસેથી ઓટીપી લઈને, કોઈને અલગ અલગ ટાસ્ક આપીને, ડિજિટલ અરેસ્ટ, કોઈને શેરબજારમાં પ્રોફિટની વાતો કરીને સાયબર ફ્રોડની ઘટના અંજામ આપવામાં આવતી હતી. આ તમામ ફ્રોડ ભારતની બહારથી કરવામાં આવે છે. હાલ જે ટ્રાન્જેક્શન મળી આવ્યા છે તેમાં જેટલા પણ મોબાઈલ નંબર મળી આવ્યા છે તે મલેશિયા, ક્યુબા, થાઈલેન્ડ સિંગાપોરના નંબર મળી આવ્યા છે. આ સાચા છે કે નહીં તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કમિશન પેટે રકમ યુએસડીટીમાં ટ્રાન્સફર કરવામાં આવતી આખા રેકેટમાં ક્યુબામાં બેસેલા રીચ પે નામના વ્યક્તિની સંડોવની હાલ ઉધના પોલીસની તપાસમાં બહાર આવી છે. આ તમામ લોકો આ રીચ પે સાથે ટેલિગ્રામ પર વાત કરતા હતા અને તમામ વિગતો ટેલિગ્રામ પર આપતા હતા. બેંક એકાઉન્ટની વિગતો મેળવ્યા બાદ રીચ પે નામના ટેલિગ્રામ એકાઉન્ટ હોલ્ડર દ્વારા સાયબર ફોર

Jun 6, 2025 - 20:21
 0
સુરતમાં થયેલા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડમાં ઘટસ્ફોટ:માત્ર 6 મહિનામાં RBL બેંકમાં ખોલેલાં 89 એકાઉન્ટમાંથી 1445 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં, પોલીસે મોપેડ રોક્યું ને ખૂલ્યું હતું રેકેટ
સુરત શહેરમાં ગત 27 મેના રોજ ઉધના પોલીસે વાહન ચેકિંગમાં બે શખ્સોને પકડી પાડી સાયબર ક્રાઇમની ઓનલાઇન ચીટીંગનું ઇન્ટરનેશનલ રેકેટ પકડી પાડયું હતું. આ કેસમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન પોલીસને 164 બેંક એકાઉન્ટ મળ્યાં છે. આ બેંક એકાઉન્ટમાંથી RBL બેંકમાં ખોલેલા 89 બેંક એકાઉન્ટમાંથી માત્ર છ મહિનામાં કુલ 1,445 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં છે. જ્યારે હજુ 75 બેંક એકાઉન્ટનું વેરીફીકેશન કરવાનું બાકી છે. આ આંકડો વધી શકે છે. તમામ બેંક એકાઉન્ટ સુરત શહેરમાં ખોલવામાં આવ્યા હતા. આ બેંક એકાઉન્ટની વિગતોમાં સિંગાપોર, મલેશિયા, ક્યુબા અને થાઈલેન્ડના મોબાઈલ નંબરો આપવામાં આવ્યા હતા. બેંક એકાઉન્ટ ખોલાવવા 1 લાખથી લઈ 7 લાખનું કમિશન મળતું આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં આ ગુનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન તેમની ધરપકડ કરાઈ હતી. આરોપી કિરાત જાદવાણી અને મિત ખોખરની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ અન્ય લોકો પાસેથી તમામ વિગતો મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. દર એકાઉન્ટ દીઠ તેમને અલગ અલગ લિમિટ આધારે એક લાખ રૂપિયાથી લઈને સાત લાખ સુધીનું કમિશન મળતું હતું. ઉધના પોલીસે 164 જેટલા બેંક એકાઉન્ટ જપ્ત કર્યા આરોપીઓ આ એકાઉન્ટની તમામ વિગત વિદેશમાં બેસેલા તેમના આકાઓને આપતા હતા. આ રેકેટમાં સામેલ ટોપના લોકો આ બેંક એકાઉન્ટની વિગતો મેળવીને સાયબર ફ્રોડની જે પણ રકમ હોય તેને ટ્રાન્જેક્શન માટે વાપરતા હતા. અત્યારે ઉધના પોલીસે 164 જેટલા બેંક એકાઉન્ટ જપ્ત કર્યા છે. આ તમામ એકાઉન્ટની વિગતો અલગ અલગ બેંકો પાસેથી મંગાવવામાં આવી છે. જેમાંથી RBL બેંકના 89 બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, તેમાંથી 1,455 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. હજી અન્ય બેંકની માહિતી બાકી છે. ઉધના પોલીસે અન્ય બેંક પાસેથી પણ તમામ બેંક એકાઉન્ટની વિગતો મંગાવી છે. સ્ટેટમેન્ટ આવ્યા પછી પોલીસ વધુ એનાલિસિસ કરશે અને અન્ય બેંક એકાઉન્ટમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે તેની વિગતો મેળવશે. પોલીસને અનુમાન છે કે આંકડો હજુ વધી શકે છે. તમામ બેંક એકાઉન્ટ સુરતમાંથી ખોલવામાં આવ્યા ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ સાયબર ફ્રોડની ઘટનામાં જેટલા પણ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે તે તમામ સુરતમાંથી જ ખોલવામાં આવ્યા છે. RBL, યસ બેંક, એક્સિસ બેંક સાથે એસબીઆઇ બેંકના પણ એકાઉન્ટ સામેલ છે. જે વ્યક્તિને જરૂરિયાત હોય, સાથે એવી ફર્મ જે પોતાની રીતે સારું પર્ફોર્મન્સમાં નથી આવી ફર્મના માલિક પાસેથી વિગતો મેળવીને આ લોકો એકાઉન્ટ ખોલતા હતા. જે લોકો પાસે ફર્મ ન હોય તેમની પાસેથી જીએસટી નંબર મેળવીને બેંક એકાઉન્ટ ખોલતા હતા. તમામ કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. જ્યારે એકાઉન્ટ ખુલી જાય ત્યારે એકાઉન્ટ હોલ્ડરને આ લોકો ફિક્સ રકમ આપી દેતા હતા. જે એકાઉન્ટની સાઈઝ હોય તે પ્રમાણે તે રકમ આપી દેતા અને ત્યાર બાદ જ્યારે આ એકાઉન્ટનો સાયબર ફ્રોડના ટ્રાન્જેક્શન માટે ઉપયોગ થાય તેમને બે ટકા કમિશન પણ અલગથી આપતા હતા. અત્યારે અમને જે ઇન્ફોર્મેશન મળી છે, ચારથી પાંચ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં કમિશન પેટે આપ્યા છે. અન્ય બેંકથી જે વિગતો આવશે ત્યારે અમે કહી શકીશું કે કેટલા ઓરિજનલ ટ્રાન્જેક્શન આ લોકોએ કર્યા છે. તેમાંથી આ લોકોને કેટલું કમિશન આપવામાં આવ્યું છે. સાયબર ફ્રોડમાં આ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો આ સાથે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ તમામ ટ્રાન્જેક્શન સાયબર ફ્રોડથી આવેલા નાણામાંથી કરવામાં આવેલાં છે. જે સંદર્ભે અલગ અલગ જગ્યાએ ફરિયાદ પણ કરવામાં આવી છે. જે વિગત પણ પોલીસને મળી છે. ટેકનિકલ અને ફાઇનાન્સિયલ દૃષ્ટિથી અમે તપાસ કરી રહ્યા છે. આ સમગ્ર રેકેટમાં અન્ય લોકો પણ સામેલ છે તે લોકોની પણ તપાસ હાલ ચાલુ છે. અન્ય નામો પણ ખુલશે તેની સંભાવનાઓ છે. ઉધના પોલીસને જે તમામ 164 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે તે હાલ એક્ટિવ નથી. કારણ કે સાયબર ફ્રોડમાં આ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો અને એક એકાઉન્ટમાં જ્યારે સાયબર ફ્રોડની રકમ આવે ત્યારે ફરિયાદ થતી હતી અને આ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં આ લોકો ટ્રાન્જેક્શન કરી દેતા હતા જેથી ત્રણથી ચાર દિવસ જ એક એકાઉન્ટ ચાલતું હતું. કોઈના કોઈ વ્યક્તિ દ્વારા સાયબર ફ્રોડની ફરિયાદ કરવામાં આવતી હતી. જેથી આ એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવતું હતું. આ તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે ઉધના પોલીસ દ્વારા પણ લેટર લખવામાં આવ્યો છે. ઉધના પોલીસે તેમાંથી 1.04 કરોડ રૂપિયા ફ્રીઝ પણ કર્યા આ સમગ્ર રેકેટમાં ઉધના પોલીસના હાથે મુખ્ય વ્યક્તિ કિરાત જાદવાણી ધરપકડ થઈ ચૂકી છે. સાથે મિત ખોખર કરીને પણ આરોપી છે. આ લોકો પોતે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપ્યા બાદ જે પૈસા આ લોકો કમાતા તેમાં કાર અને ગોલ્ડ તેમજ મિલકતમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હતા. ઉધના પોલીસે તેમાંથી 1.04 કરોડ રૂપિયા ફ્રીઝ પણ કર્યા છે. જે કિરાત જાદવાણીના છે. મલેશિયા, ક્યુબા, થાઈલેન્ડ સિંગાપોરના નંબર મળી આવ્યા સૌથી મહત્વની વાત છે કે, આ આખુ રેકેટ ઇન્ટરનેશનલ રેકેટ છે જેમાં સુરતના લોકો સામેલ હતા અને સુરતમાંથી જ 164 જેટલા એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. જુદા જુદા પ્રકારના જે પણ સાયબર ક્રાઇમ હોય છે. જેમાં ખાસ કરીને કોઈ પાસેથી ઓટીપી લઈને, કોઈને અલગ અલગ ટાસ્ક આપીને, ડિજિટલ અરેસ્ટ, કોઈને શેરબજારમાં પ્રોફિટની વાતો કરીને સાયબર ફ્રોડની ઘટના અંજામ આપવામાં આવતી હતી. આ તમામ ફ્રોડ ભારતની બહારથી કરવામાં આવે છે. હાલ જે ટ્રાન્જેક્શન મળી આવ્યા છે તેમાં જેટલા પણ મોબાઈલ નંબર મળી આવ્યા છે તે મલેશિયા, ક્યુબા, થાઈલેન્ડ સિંગાપોરના નંબર મળી આવ્યા છે. આ સાચા છે કે નહીં તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કમિશન પેટે રકમ યુએસડીટીમાં ટ્રાન્સફર કરવામાં આવતી આખા રેકેટમાં ક્યુબામાં બેસેલા રીચ પે નામના વ્યક્તિની સંડોવની હાલ ઉધના પોલીસની તપાસમાં બહાર આવી છે. આ તમામ લોકો આ રીચ પે સાથે ટેલિગ્રામ પર વાત કરતા હતા અને તમામ વિગતો ટેલિગ્રામ પર આપતા હતા. બેંક એકાઉન્ટની વિગતો મેળવ્યા બાદ રીચ પે નામના ટેલિગ્રામ એકાઉન્ટ હોલ્ડર દ્વારા સાયબર ફોર્ડમાં જેટલી રકમ આવતી હતી તેના ટ્રાન્જેક્શન કરવાનું કામ કરવામાં આવતું હતું. એટલું જ નહીં સુરતમાં જે પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમને કમિશન પેટે રકમ યુએસડીટી એમાઉન્ટ વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 265 ફરિયાદ નોંધાઈ જે રીતે ઉધના પોલીસ દ્વારા સાયબર ફ્રોડને લઈ આટલું મોટું ટ્રાન્જેક્શન ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યાર બાદ ઉધના પોલીસ દ્વારા સમગ્ર બનાવને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સાયબર પોર્ટલ પરથી જાણવા મળ્યું હતું કે, સમગ્ર દેશમાં 2,500 જેટલી ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જે પૈકી 265 જેટલી ફરિયાદ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાઈ ચૂકી છે. આ ઉપરાંત સુરત શહેરની જ વાત કરીએ તો 36 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પોલીસે મોપેડ રોક્યું ને ફ્રોડ ખૂલ્યું ઉધના પોલીસ રસ્તા પર વાહન ચેકિંગમાં હતી ત્યારે એક રોહન નામના શખસને મોપેડ સાથે અટકાવાયો હતો. મોપેડની ડીકી તપાસતાં એમાં શંકાસ્પદ ડોક્યુમેન્ટ અને સિક્કા મળ્યા હતા. પૂછપરછમાં રોહને કબૂલ્યું કે સરથાણાનો મિત ખોખર આ સામગ્રી પાંડેસરામાં કોઈને આપવા માટે મોકલતો હતો. પોલીસે તરત મિત ખોખારની ધરપકડ કરી અને પૂછપરછ કરતાં જાણ થઇ કે તેણે ગોપીનાથનગરના કિરાત વિનોદ જાદવાણી સાથે મળીને અનેક લોકો પાસેથી કમિશનના લાલચમાં ડોક્યુમેન્ટ ભેગા કર્યા હતાં અને એ આધારે કરંટ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. આ અંગે મિતની ઓફિસે તપાસ કરતાં ઘણા ગેરકાયદે ડોક્યુમેન્ટ્સ મળ્યા અને તેની પાસેથી કિરાત જાદવાણી સુધી પહોંચ્યા હતા. તેની ઓફિસમાંથી 5 લેપટોપ, 3.50 લાખ રોકડ, 35 પાસબુક, એટીએમ કાર્ડ્સ અને પૈસા ગણવાનું મશીન મળ્યું હતું. આ બન્ને આરોપી દેશમાં બેરોકટોક સાયબર ફ્રોડ ચલાવતા હતા. આરોપી દિવ્યેશ સાથે મળીને આ બંને આરોપી સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપી રહ્યા હતા. 'રિચ પે' નામના ટેલિગ્રામ એકાઉન્ટમાંથી કમાન્ડ મળતો સૌથી મહત્ત્વની વાત એ છે કે દેશમાં સાયબર ફ્રોડ માટે જે 100 બેંક એકાઉન્ટ વાપરવામાં આવી રહ્યાં હતાં એ આ ત્રણેય ઓપરેટ કરી રહ્યા હતા અને એ માટે તેમને ક્યુબાથી 'રિચ પે' નામના ટેલિગ્રામ એકાઉન્ટમાંથી કમાન્ડ મળતો હતો. તમામ બેંક એકાઉન્ટ કરંટ એકાઉન્ટ હતાં અને તેમને કમિશન પર લઈ આ બેંક એકાઉન્ટ પર સાયબર ફ્રોડના પૈસાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા. આ આરોપીનું સીધું ક્યુબા સાથે કનેક્શન હોવાનું ખૂલ્યું છે. તેમને તમામ કમાન્ડ અને કંટ્રોલ ટેલિગ્રામ એકાઉન્ટ “રિચ પે” મારફત મળતો હતો. આરોપીઓ પહેલાં દિલ્હીના વિનીત પ્રસાદ નામના શખસ સાથે કામ કરતા હતા, જેનો ક્રિપ્ટોકરન્સી ધંધો હતો. બાદમાં આરોપીઓ સીધા “રિચ પે”ના સંપર્કમાં આવી ગયા હતા. આરોપી આઠ મહિનાથી રિચ પે સાથે સંપર્કમાં હતા, અને સાયબર ફ્રોડ માટે એકબીજાને કમાન્ડ આપતા હતા. બોગસ બેંક એકાઉન્ટનું નેટવર્ક મયૂર ઇટાલિયાની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, તેણે ઓગસ્ટ 2024થી અત્યાર સુધી કિરાત અને દિવ્યેશને કુલ 30 ફેક બેંક એકાઉન્ટ આપ્યા હતા. આ એકાઉન્ટની કિંમત 1 લાખથી લઈને 6 લાખ રૂપિયા સુધી હતી. આ બેંક એકાઉન્ટ બોગસ GST નંબર અને ટેક્સટાઇલ કંપનીઓના નામે ખોલવામાં આવ્યા હતા, જેથી તે જેહમત વગર વાપરી શકાય અને કોઈને શંકા ન જાય. મયૂર ઇટાલિયાએ સમગ્ર રેકેટ માટે બેન્કિંગ વ્યવસ્થાની પાયાની રચના કરી હતી. કરોડોનું ફ્રોડ કરવામાં MBA મયૂરનો મહત્વપૂર્ણ રોલ મયૂર ઇટાલિયાએ MBAની ડિગ્રી મેળવ્યા બાદ માર્કેટિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆતમાં તે પાપડના પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરતો હતો. પણ સમય જતાં તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ બની અને તે સાઇબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાઈ ગયો. આટલો ભણેલો હોવાછતાં મયૂરે પોતાના કુશળતાનો ઉપયોગ ગેરકાયદેસર કામમાં કર્યો અને કરોડોનું ફ્રોડ અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow