થિયેટરમાં સાપ સાથે પહોંચ્યો એક્ટરનો ફેન:મહેશ બાબૂની ફિલ્મ 'ખલીજા'ના દૃશ્યને જીવંત કર્યું: દર્શકોમાં નાસભાગ અને બૂમાબૂમ મચી
શુક્રવારે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મ 'ખલીજા' સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ. ફિલ્મના એક દ્રશ્યમાં મહેશ બાબુ હાથમાં સાપ પકડેલો જોવા મળે છે. એ જ દૃશ્યને બરાબર પુનરાવર્તન કરવા માટે, તેનો એક ચાહક પણ હાથમાં સાપ લઈને સિનેમા હોલમાં પ્રવેશ્યો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આ વીડિયો આંધ્રપ્રદેશના વિજયવાડાના એક થિયેટરની અંદર રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આમાં જોઈ શકાય છે કે કાળા પોશાક પહેરેલો એક વ્યક્તિ સાપ સાથે થિયેટરમાં પ્રવેશ કરે છે. તેણે પોતાનો ચહેરો ઢાંકેલો હતો અને વારંવાર સાપ તરફ જોઈ રહ્યો હતો. આ સમય દરમિયાન, તે સિનેમા હોલમાં સ્ક્રીન સામે ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો. આ ઘટના પછી, થિયેટરમાં હાજર દર્શકોમાં બૂમા-બૂમ અને ચીસા-ચીસ થવા લાગી; કેટલાક લોકોએ તો ભાગવાનું પણ શરૂ કરી દીધું. કેમ કે, શરૂઆતમાં દર્શકોને લાગ્યું કે સાપ નકલી છે, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તે સાચો સાપ છે, ત્યારે ઘણા લોકો ગભરાઈ ગયા અને થિયેટરમાંથી બહાર દોડી ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ ફિલ્મ ખલીજાના એક દૃશ્યથી પ્રેરિત હતો જેમાં મહેશ બાબુ રણમાં સાપ સાથે ફરે છે. તે ચાહક એ જ દૃશ્યનું પુનરાવર્તન કરવા માગતો હતો. ફિલ્મમાંથી કેટલાક દૃશ્યો ગાયબ થવાથી ચાહકો ગુસ્સે થયા તે જ સમયે, ફિલ્મમાંથી કેટલાક દૃશ્યો ગાયબ હોવાથી ચાહકો નિરાશ થયા હતા. પરિણામે, ગુસ્સે ભરાયેલા ચાહકો થિયેટરમાં તોડફોડ કરતા અને સ્ટાફ સાથે મારપીટ કરતા અને જવાબો માંગતા જોવા મળ્યા. આ પછી ફિલ્મ ફરીથી રિલીઝ થઈ અને x હેન્ડલ પર કહેવામાં આવ્યું કે હવે બધું બરાબર છે અને તે નજીકના થિયેટરોમાં જોઈ શકાય છે. મહેશ બાબૂની ફિલ્મો 'ખલીજા'માં અનુષ્કા શેટ્ટી, પ્રકાશ રાજ, રાવ રમેશ, શફી, સુનીલ, અલી અને સુબ્બારાજુ પણ હતા. મહેશ બાબુ છેલ્લે 2024 માં આવેલી ફિલ્મ 'ગુંટુર કરમ' માં જોવા મળ્યા હતા. હવે ટૂંક સમયમાં આ અભિનેતા એસએસ રાજામૌલીની ફિલ્મમાં જોવા મળશે.

What's Your Reaction?






