રણવીર સિંહ 'શક્તિમાન' બનશે?:એક્ટરે OTT સીરીઝના રાઇટ્સ ખરીદ્યા; મુકેશ ખન્નાનો કટાક્ષ, કહ્યું- 'તેનામાં એટલી નિર્દોષતા નથી'

એક્ટર રણવીર સિંહ ઘણા સમયથી દેશી સુપરહીરો 'શક્તિમાન'ની ભૂમિકા ભજવવા માંગતો હતો. તે લાંબા સમયથી તેના રાઇટ્સ માટે પ્રયાસ કરી રહ્યો હતો. તેવામાં એક્ટરે શો બનાવવાના રાઇટ્સ ખરીદી લીધા હોવાના સમાચાર છે. તે ટૂંક સમયમાં OTT પર આ સીરીઝ લઈને આવશે. ફિલ્મફેર (મેગેઝિન)ના અહેવાલ મુજબ, રણવીર 'શક્તિમાન' ગાથા પર એક OTT સીરીઝ બનાવી રહ્યો છે. તે આ પ્રોજેક્ટ સાથે ભાગીદાર તરીકે સંકળાયેલો છે. જોકે, હજુ સુધી તે પુષ્ટિ થઈ નથી કે, તે શક્તિમાનની ભૂમિકા ભજવશે કે નહીં. ઉપરાંત, શક્તિમાનની ભૂમિકા ભજવનાર મુકેશ ખન્ના પણ જોડાયા હોવાના સમાચાર છે. નોંધનીય છે કે, 'શક્તિમાન' અંગે છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. ગયા વર્ષે મુકેશ ખન્નાએ એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે, રણવીર શક્તિમાન બનવા માંગે છે. તેના રાઇટ્સ માટે એક્ટરે તેમને મળવા ત્રણ કલાક રાહ જોઈ હતી. જોકે, રણવીરને મળ્યા પછી, મુકેશે તેને રાઇટ્સ આપવાનો ઇનકાર કરી દીધો કારણ કે તેમને તેના ચહેરા પર નિર્દોષતા દેખાતી ન હતી. 2022માં ફિલ્મ 'શક્તિમાન'ની જાહેરાત થઈ હતી 90ના દાયકામાં સુપરહીરો શો 'શક્તિમાન' દરેક ઘરમાં પ્રખ્યાત હતો. આ શો 1997થી 2005 સુધી ટીવી પર ચાલ્યો. આ શોમાં શક્તિમાનની ભૂમિકા માટે અભિનેતા મુકેશ ખન્નાને ઘણી લોકપ્રિયતા મળી. વર્ષ 2022માં સોની પિક્ચર્સે એક વીડિયો દ્વારા મેગા બજેટ ફિલ્મ 'શક્તિમાન'ની જાહેરાત કરી. આ ફિલ્મ 200-300 કરોડ રૂપિયાના બજેટમાં બનશે. મેકર્સ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે બનાવવાની યોજના બનાવી રહ્યા છે. રણવીર પહેલા ફિલ્મમાં શક્તિમાનની ભૂમિકા માટે 'ગલી બોય' ફેમ સિદ્ધાંત ચતુર્વેદીનું નામ સામે આવ્યું હતું. હાલમાં, આ ફિલ્મ ઘણા સમયથી અટવાયેલી છે.

Jun 1, 2025 - 02:43
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow