રૂમર્ડ કપલ સામંથા-રાજના રંગમાં પાપારાઝીએ ભંગ પાડ્યો!:ડિનર ડેટ બાદ બહાર આવતા લવબર્ડ્સને કેપ્ચર કરવા ગયા, ફિલ્મમેકરનું મોઢું ચડી ગયું
રિલેશનશિપની અફવાઓ વચ્ચે, એક્ટ્રેસ સામંથા અને ફિલ્મમેકર રાજ બુધવારે સાંજે મુંબઈના એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. બંને રેસ્ટોરન્ટમાંથી એક સાથે નીકળતા અને એક જ કારમાં જતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, સામંથા સ્ટ્રાઇપ્ડ ડ્રેસમાં એકદમ કૂલ અને રિલેક્સ્ડ દેખાતી હતી. તે જ સમયે, રાજે પાપારાઝીને જોઈને થોડી નારાજગી વ્યક્ત કરી અને રૂડ દેખાવ કર્યો. સોશિયલ મીડિયા પર તેમના રિલેશનશિપ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. જોકે, અત્યાર સુધી બંનેમાંથી કોઈએ મૌન તોડ્યું નથી. આ પહેલા 8 જુલાઈના રોજ, સામંથાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેના ડેટ્રોઇટના યુએસ પ્રવાસના ફોટા શેર કર્યા હતા, જેમાં રાજ પણ જોવા મળ્યો હતો. તે સમયથી, બંને વચ્ચેના રિલેશનશિપની અટકળો તેજ થઈ ગઈ હતી. મે મહિનાની શરૂઆતમાં, સામંથાએ રાજ સાથેની પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તે રાજના ખભા પર માથું રાખીને બેઠેલી જોવા મળી હતી. ત્યારબાદ રાજની પત્ની શ્યામલી દેએ સોશિયલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી. શ્યામલીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે- "આજે જે કોઈ મારા વિશે વિચારે છે, મને જુએ છે, સાંભળે છે, મને વાંચે છે અથવા મારા વિશે લખે છે તે દરેકને હું આશીર્વાદ અને પ્રેમ મોકલું છું." જોકે તેણે કોઈનું નામ લીધું નહોતું, આ પોસ્ટ તે જ દિવસે આવી હતી જ્યારે સામંથાએ રાજ સાથેની તેની તસવીરો શેર કરી હતી. આ પછી, એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે શ્યામલીએ આ પોસ્ટ, વર્તમાન પરિસ્થિતિ વિશે કરી છે. નોંધનીય છે કે, સામંથાએ આ તસવીરો તેની ડેબ્યૂ પ્રોડક્શન ફિલ્મ 'શુભમ'ના પ્રમોશન દરમિયાન શેર કરી હતી. તેણે લખ્યું," 'શુભમ' સાથે અમારી સફર શરૂ થઈ ગઈ છે. હૃદય, જુસ્સા અને નવી વાર્તાઓમાં વિશ્વાસ સાથે." રાજ-સામંથા તિરુપતિમાં સાથે જોવા મળ્યાં હતાં રાજ અને સામંથા તિરુપતિ મંદિરમાં સાથે જોવા મળ્યાં હતાં ત્યારથી બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, અત્યારસુધી રાજ કે સામંથા બંનેમાંથી કોઈએ તેમના સંબંધો અંગે નિવેદન આપ્યું નથી. રાજ-શ્યામલીના લગ્ન 2015માં થયાં હતાં રાજ નિદિમોરુએ 2015માં શ્યામલી ડે સાથે લગ્ન કર્યાં હતાં. શ્યામલી વ્યવસાયે સાઇકોલોજી ગ્રેજ્યુએટ છે અને રાકેશ ઓમપ્રકાશ મહેરા અને વિશાલ ભારદ્વાજ જેવા ડિરેક્ટરો સાથે અસિસ્ટેન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકી છે. તે 'રંગ દે બસંતી' અને 'ઓમકારા' જેવી ફિલ્મોમાં સ્ક્રિપ્ટ રાઇટર અને ક્રિએટિવ કન્સલ્ટન્ટ પણ રહી ચૂકી છે. બંનેને એક દીકરી પણ છે.

What's Your Reaction?






