પ્રજાજન પરેશાન:વાંસદા ઘોડપૂડીયા વિસ્તારમાં ભર ચોમાસે લોકોને પીવાના પાણીની પડતી હાલાકી
વાંસદા તાલુકાના ઘોડપૂડીયા વિસ્તારમાં વાસ્મો પાણી પૂરવઠા દ્વારા જળ સે નળ યોજના હેઠળ બોરિંગ કરી પાણીમાં મીટર ઉતરીને ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે મોટર મૂકી હતી, જે મોટર છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હોવાથી આ વિસ્તારના લોકો ભરવરસાદમાં પાણી માટે વલખાં મારી રહ્યા છે વાંસદામાં આવેલા ઘોડપૂડીયા ફળિયામાં વાસ્મો પાણી પૂરવઠા દ્વારા નળ સે જળ યોજના હેઠળ બોરિંગ કરાયું હતું. આ બોરિંગમાં મોટર મૂકી કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી પૂરો પાડવા માટે ઘરે ઘરે કનેકશન કરી પાણીની યોજના શરૂ કરી હતી. એક વર્ષથી આ મોટર બગડી ગઈ કે બળી ગઈ હોવાથી આ વિસ્તારના લોકોએ વાસ્મો યોજનાના અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરી નથી. સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીના બોરિંગમાં ડૂબી ગઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યાર સુધી તો આ વિસ્તારના લોકો સમજી રહ્યા હતા કે ઉનાળો છે એટલે બોરમાં પાણી નહી હોવાથી મોટર બંધ છે પરંતુ હાલમાં તો વરસાદ પડતા નદી-નાળા છલકાઈ ગયા અને પાણીનું તળ ઊંચા આવી ગયા છે છતાં આ વિસ્તારના લોકો અધિકારીના વાંકે પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહ્યાં છે. મોટર હલકી ગુણવત્તાવાળી હોવાથી બગડી જાય છે નળ સે જળ યોજના હેઠળ ઘરે ઘરે પાણી પૂરું પાડવા માટે બોરિંગના પાણીમાં હલકી ગુણવત્તાની મોટર નાંખી હોવાથી એક કે બે માસ પણ ચાલતી નથી અને બગડી જાય છે. જો સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળી મોટર નાંખી હોય તો આ સમસ્યા ઉભી થતે નહીં. > રમતુભાઈ પટેલ, વાંસદા

What's Your Reaction?






