'કોરોનાનો ભોગ બનેલા દર્દીઓના માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ' કરી ડોક્ટરનીપદવી મેળવી:દાહોદના રેખાબેન પારગીએ વીર નર્મદ યુનિવર્સિટીથી પીએચડીની પદવી મેળવી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીના વતની રેખાબેન નરસીંગભાઈ પારગી એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પી.એચ.ડી. (Ph.D.) પદવી માટે "વિનયન” વિદ્યાશાખામાં મનોવિજ્ઞાન વિષય હેઠળ મહાશોધનિબંધ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમનો સંશોધન વિષય હતો: "કોરોનાનો ભોગ બનેલા દર્દીઓના માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ" આ સંશોધનમાં રેખાબેન પારગીએ કોરોનાની મહામારીથી પ્રભાવિત થયેલા દર્દીઓના માનસિક સ્વાસ્થ્ય પર પડેલા અસરોનો સંવેદનશીલ અભ્યાસ કર્યો છે. સંશોધન દ્વારા તેમણે દર્દીઓમાં અનુભવાતા તાણ, ભય, એકાંત અને અસુરક્ષિતતાના કારણો તેમજ તેના આધારે માનસિક સ્વાસ્થ્યમાં થતાં પરિવર્તનોનું વિશ્લેષણાત્મક નિરીક્ષણ રજૂ કર્યું છે. હાલમાં તેઓ દાહોદ જિલ્લામાં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સિક્લ સેલ કાઉન્સેલર તરીકે ફરજ બજાવે છે. આ સંશોધનકાર્ય ડૉ. ગંગાબેન ડી. પટેલ, એસોસિયેટ પ્રોફેસર, જે.પી. પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડી, તેમના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું છે. રેખાબેન પારગી અને માર્ગદર્શિકા ડૉ. ગંગાબેન પટેલને સંશોધન ક્ષેત્રે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow