જૂનાગઢમાં જાણીતી બ્રાન્ડના નામે વેચાતી ડુપ્લીકેટ ચા!:વાઘબકરીની ટીમે બજારમાંથી માહિતી મેળવી, એ ડિવિઝન પોલીસે રેડ કરી 417 KG જથ્થા સાથે દુકાનદારને ઝડપ્યો

જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ એક પ્રોવિઝન સ્ટોરમાંથી વાઘબકરી બ્રાન્ડના ડુપ્લીકેટ પેકેટ વેચાણ કરતો આરોપી ઝડપાયો છે. આ ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. હમેશા રિશ્તે બનાયે લખાણમાં ડોટ નહતા એમ મળી કુલ 7 તફાવતોથી માલ ડુપ્લીકેટ હોવાનું પ્રમાણિત થયું હતું 30 જુલાઈએ વાઘબકરી કંપનીની ટીમે જૂનાગઢની બજારમાં ફરતી વખતે માહિતી મેળવી હતી. ત્યારબાદ એ ડિવિઝન પોલીસે રેડ દરમિયાન કુલ 1672 પેકેટ જપ્ત કર્યા હતા. આ જથ્થાનું વજન અંદાજે 417.5 કિલો ગ્રામ થાય છે. જેની બજાર કિંમત ₹2,50,500 જેટલી આંકવામાં આવી છે. સિનિયર મેનેજરે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ગઈકાલે જ વાઘબકરીની ટીમ ગઈ હતી 30 જુલાઈના રોજ વાઘબકરી કંપનીમાં લીગલ વિભાગના સિનિયર મેનેજર જયનમ શાહ,કંપનીના એરીયા સેલ્સ મેનેજર વિપુલ દવે અને ટેરિટરી સેલ્સ ઇંચાર્જ ગૌરવ બુમતારિયાએ જૂનાગઢ શહેરની બજારમાં ફરતી વખતે માહિતી મેળવી હતી કે આપા ગીગા પ્રોવિઝન સ્ટોરના માલિક દિપક લાલવાણી દુકાન પાસે આવેલા ગોડાઉનમાં વાઘબકરીના ડુપ્લીકેટ પેકેટ ભરી વેચાણ કરે છે. સિનિયર મેનેજરે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને પોલીસની હાજરીમાં સ્થળ પર રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન મળેલા પેકેટો ડુપ્લીકેટ હોવાની કંપનીના અધિકારીઓએ ઓળખ આપી હતી. ગોડાઉનમાં ભરેલા હતા 1672 ડુપ્લીકેટ પેકેટ સ્થળ પર પોલીસે દિપક લાલવાણીની દુકાનના બાજુમાં આવેલા ગોડાઉનમાં તપાસ કરતા વિવિધ બોરીઓમાં ભરેલા વાઘબકરી બ્રાન્ડ જેવા દેખાતા ચાના પેકેટો મળી આવ્યા હતા.પેકેટો પર છાપેલા લોગો, ડિઝાઇન, લખાણ અને પેકિંગ મટિરિયલ જોઈને અંદાજ આવ્યો કે, આ પેકેટો વાઘબકરી કંપનીના ઓરિજિનલ પેકેટ જેવી હુબહુ નકલ છે, પરંતુ મૂળ કંપની દ્વારા નિર્મિત નથી. પોલીસે ફોરેન્સિક તપાસ માટે બે પેકેટ અલગ કરીને કબ્જે લીધા હતા. જ્યારે બાકીના 1670 પેકેટ પણ કાયદેસરની કાર્યવાહી માટે કબ્જે કરાયા છે. પ્રત્યેક પેકેટની કિંમત ₹150 પ્રમાણે આ આખા જથ્થાની કિંમત ₹2,50,500 થાય છે. ઓરિજિનલ અને ડુપ્લીકેટ પેકેટ વચ્ચે 7 સ્પષ્ટ તફાવત વાઘબકરી કંપનીના અધિકારીઓએ ઓરિજિનલ અને ડુપ્લીકેટ પેકેટ વચ્ચે કુલ 7 મુખ્ય તફાવતો રજૂ કર્યા, જેમ કે પેકિંગ મટિરિયલની ગુણવત્તામાં સ્પષ્ટ ફરક, હમેશા રિશ્તે બનાયે(HAMESHA RISHTEY BANAYE)માં ડોટની ગેરહાજરી,એડ્રેસ લખાણના ફેરફાર,લોગોના ગ્રાફિક ડિઝાઇનમાં ખામીઓ, અલગથી સાઇડ લખાણ, પેકેટ સીલિંગની પદ્ધતિમાં તફાવત, મીશન સ્ટેટમેન્ટ અને બ્રાન્ડિંગ મુદ્દે ભિન્નતાઓ હતી. વેપારીની અટકાયત,કાયદેસરની કાર્યવાહી શરૂ પોલીસે દિપક લાલવાણીની રેડ દરમિયાન અટકાયત કરી છે અને હાલમાં તેના વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ 1957ની કલમ, BNS કલમો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કંપનીની ડુપ્લીકેટ પેકેટ વેચાણ સામે સઘન તપાસ વાઘબકરી કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવા ડુપ્લીકેટ પેકેટ વેચાણના કેસો સામે સઘન તપાસ હાથ ધરશે. બ્રાન્ડની પ્રતિષ્ઠા બચાવવા માટે તેઓ કાયદેસર અને તંત્ર સાથેના સહકારથી આગામી સમયમાં વધુ આવી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેશે.

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow