CM ભુપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ:નવસારીના DYSP અને PSI રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થશે
પોલીસકર્મીઓની વિરતા, શૌર્ય અને બાહોશ કામગીરીને લઇને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવે છે. જેમાં નવસારીના બે પોલીસકર્મીઓ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડિજીપી વિકાસ સહાયની હાજરીમાં રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત કરી ગૌરવ અનુભવશે. નવસારી જિલ્લામાં ફરજ બજાવતા ચીખલીના ડિવાયએસપી ભગીરથસિંહ ગોહિલ અને નવસારી ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા યોગેશદાન ગઢવીને તેમની ફરજનિષ્ઠા, કાર્યદક્ષતા અને અનેક ગંભીર તથા સંવેદનશીલ ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી ગાંધીનગરમાં આજે સન્માનિત કરવામાં આવશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નવસારીના બંન્ને પોલીસકર્મીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ડિવાયએસપી ભગીરથસિંહ ગોહિલના નામની વર્ષ 2024માં જાહેરાત થઇ હતી અને પોલીસ સબ ઇન્સપેક્ટર યોગેશદાન ગઢવીના નામની વર્ષ 2022માં દિલ્હીથી રાષ્ટ્રપતિ એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી હતી.

What's Your Reaction?






