ભાસ્કર એક્સક્લૂસિવ:ભારત - યુકે વચ્ચે મુક્ત વેપારના કરાર પર હસ્તાક્ષર, માછીમારો, એક્સપોર્ટરોને 7 ટકાનો ફાયદો થશે

ભારત સરકાર અને યુકે સરકાર વચ્ચે એક વિદેશી મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.જેનાથી દેશના સૌથી મોટા 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠા પર રહેતા માછીમારોમાં પણ ઉત્સાહ ફેલાયો છે.આગામી દિવસોમાં એકપોર્ટરને પણ વ્યાપાર માટે નવા બજાર મળવાની સાથે લગભગ 6 થી 7 ટકા સુધીનો ફાયદો થશે. ભારત સરકાર અને યુકે સરકાર વચ્ચે તાજેતરમાં એક વિદેશી મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.જેનાથી જે દેશનો સૌથી મોટો 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવે છે તેવા ગુજરાતના માછીમારોમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના માછીમારોમાં ઉત્સાહ ફેલાયો છે. કારણકે નિષ્ણાતોનું માનવું છે કે ભારત માટે એક નવું બજાર ઉભુ થયું છે અને તે પણ લગભગ 6 થી 7 ટકાના ઓછા ખર્ચે એટલે જ્યારે વાત કરોડોમાં થતી હોય ત્યારે આ આંકડો ખૂબ વધુ હોય છે.ત્યારે આ અંગે વધુ વિગતો જાણવા અમોએ પ્રયાસો કરતા વેરાવળના ફિશ એક્સપોર્ટેર અને MPEDA ના વાઇસ ચેરમેન જગદીશ ફોફંડીએ જણાવ્યું હતું કે હાલમાં યુકેમાં થતી કુલ 46 હજાર કરોડ રૂપિયાની આયાતમાંથી, ભારતમાંથી માત્ર 1 હજાર કરોડ રૂપિયાની નિકાસ થઈ રહી છે. આ મુક્ત વેપાર કરારને કારણે, આગામી 2 થી 3 વર્ષમાં આ આંકડો 3 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. યુકે ખાસ કરીને માછલી નિકાસ અને નિકાસકારો માટે એક મહત્વપૂર્ણ બજાર છે. આના કારણે, માછીમારો અને નિકાસકારોને 6 થી 7 ટકાનો સીધો લાભ મળી શકે છે. હાલમાં અમેરિકા અને અન્ય દેશોમાં નિકાસ કરવી થોડી મુશ્કેલ બની ગઈ છે અને તેની ડ્યુટી પણ વધારે છે. જો આવું નવું બજાર ખુલશે તો આવનારા દિવસોમાં માછીમારો માટે ફાયદાકારક રહેશે. તેઓ વધુમાં સમજાવે છે કે ભારત ખાસ કરીને અહીંથી ઝીંગા નિકાસમાં બીજા ક્રમે છે. અમેરિકા આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બજાર હતું. પરંતુ હવે ડ્યુટી વધવાને કારણે તે વધુ મોંઘુ છે. તાજેતરમાં સરકારે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયના પરિણામે હવે યુકેમાં નિકાસ કરવી નફાકારક બનશે. ઉલ્લેખનીય છે કે ભારતમાંથી 34 ટકા માછલી નિકાસ અમેરિકામાં થાય છે. જેમાં ઝીંગાનો સૌથી વધુ સમાવેશ થાય છે.19 ટકા ચીનમાં નિકાસ કરવામા આવતી હતી. જેમાં ઝીંગા તેમજ ગુજરાતની માછલીનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયન ત્રીજા સ્થાને હતું. ભારતમાંથી લગભગ 16 થી 17 ટકા નિકાસ કરવામાં આવતી હતી. ખાસ કરીને ભારત દ્વારા લેવામાં આવેલું આ પગલું આગામી દિવસોમાં માછીમારો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. માછીમારી અને એક્સપોર્ટની વાત કરવામાં આવે તો પરસ્પર સંકળાયેલ એક ચેઇન છે જેમાં એક થી વધુ લોકો જોડાયેલા હોય છે.આમ, જો એક્સ્પોર્ટનો ખર્ચ ઘટે તો એક્સપોર્ટર જ્યાંથી માલ ખરીદે તે કંપની કે માણસને વધુ પૈસા આપી શકે છે અને કંપની કે માણસ માછીમારને વધુ પૈસા આપી શકે.આમ, સરેશન આ ચેઇનમાં જોડાયેલા માછીમાર થી એક્સપોર્ટર અને વચ્ચે ટ્રાન્સપોર્ટેશન તેમજ લેબર કામમાં ભાગ ભજવતા લોકો અને તેની સાથે સંકળાયેલા લોકોને પણ ક્યાંકને ક્યાંક ફાયદો થઈ શકે તે વાત ને નકારી ન શકાય. છેલ્લા 3 વર્ષમાં સૌરાષ્ટ્રનો કેટલો ફાળો જો છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો, વર્ષ 2022-23 માં લગભગ 64 થી 65 હજાર કરોડ રૂપિયાની નિકાસ થઈ હતી.ત્યારબાદના 2 વર્ષ થોડાક નબળા રહ્યા કારણકે યુએસ માર્કેટ પડ્યું હતું.યુક્રેન યુધ્ધની પણ અસર થઈ હતી.જો કે સરેરાશ જોઈએ તો બંને વર્ષે 60 હજાર કરોડ જેટલી નિકાસ થઈ છે.સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો તે તેમાં કોઈ વધુ ફેરફાર નથી આવ્યો.સરેરાશ 3500 થી 4500 કરોડનું એક્સપોર્ટ સૌરાષ્ટ્રમાંથી થાય છે.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow