ભાસ્કર મોન્સૂન રિપોર્ટ:આ વર્ષે સિઝનનો 62% વરસાદ પણ 4 લાખ હેક્ટર ઓછી વાવણી, બે મહિના બાકી, ઊતરતાં ચોમાસે વધુ વરસાદ થશે

ગુજરાતમાં સિઝનના 882 મીમી (34.7 ઇંચ) વરસાદના અંદાજ સામે જુલાઇ અંતે 554.2 મીમી (21.8 ઇંચ) વરસાદ થઇ ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 61 દિવસમાં 39 વરસાદી દિવસોમાં સિઝનનો 62.85% વરસાદ મળી ચૂક્યો છે. પણ વાવેતર 4 લાખ હેક્ટર ઓછું થયું છે. જુલાઇ સુધીમાં 370.8 મીમી (14.6 ઇંચ) વરસાદની જરૂરીયાત કરતાં 49% વધુ વરસાદ મળી ચૂક્યો છે. જૂનમાં 16 વરસાદી દિવસોમાં કુલ 303.1 મીમી (11.9 ઇંચ), જ્યારે જુલાઇમાં 22 વરસાદી દિવસોમાં 251.1 (9.9 ઇંચ) વરસાદ મળ્યો છે. એટલે કે, જૂન કરતાં જુલાઇમાં વરસાદી દિવસો વધુ હોવા છતાં જુલાઇમાં 17% ઓછો વરસાદ થયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના 251 પૈકી 11 તાલુકામાં સિઝનનો 100% થી વધુ વરસાદ થઇ ચૂક્યો છે. રાજ્યમાં સૌથી વધુ 83.4 ઇંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે. 70 ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા 95 ડેમમાંથી 75 ડેમ એલર્ટ પર છે રાજ્યના 207 ડેમમાં 69.06% જળસંગ્રહ થયું છે. 70% થી વધુ જળસંગ્રહ ધરાવતાં 95 ડેમ પર નજર રખાઇ રહી છે. જે પૈકી 75 ડેમ એલર્ટ પર છે. 32 ડેમ સંપૂર્ણ ભરાયાની સામે 34 ડેમમાં હજુ 25% થી ઓછું જળસંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 61.57%, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 75.77%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 65.11%, કચ્છના 20 ડેમમાં 55.33% અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.17% જળસંગ્રહ થયું છે. રાજ્યમાં સિઝનનું 76.62% વાવેતર, 24.25 લાખ હેકટર તેલીબીયાંનું વાવેતર કરવામાં આવ્યું છે ખરીફ સિઝનમાં રાજ્યની 85.57 લાખ હેક્ટરના અંદાજ સામે 65.56 લાખ હેક્ટર સાથે સિઝનનું 76.62% વાવેતર થયું છે. તેમ છતાં ગત વર્ષ કરતાં 4.09 લાખ હેક્ટર ઓછું વાવેતર થયું છે. કપાસનું સૌથી વધુ 20.16 લાખ હેક્ટરમાં, જ્યારે મગફળીનું 20.11 લાખ, ઘાસચારાનું 6.46 લાખ, ડાંગરનું 5.76 લાખ, સોયાબીનનું 2.53 લાખ અને મકાઇનું 2.53 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ધાન્ય પાકોનું 9.79 લાખ, કઠોળ પાકોનું 2.52 લાખ અને તેલીબીયાં પાકોનું 24.25 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આગાહી... ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ 15 દિવસ ઓછા વરસાદની અને પાછલા 15 દિવસ વધુ વરસાદની શક્યતા, ઉત્તર-દક્ષિણમાં ઓછા વરસાદની સંભાવના હવામાન વિભાગે ગુરૂવારે દેશનું લાંબાગાળાનું અનુમાન રજુ કર્યું હતું. આગામી 2 મહિના રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. જો કે, ડાંગ જિલ્લામાં તેમજ તાપી, નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતા છે. જ્યારે રાજકોટ, જામનગર, દેવભૂમી દ્વારકા, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ઓગસ્ટમાં પ્રથમ 15 દિવસ સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતાને લઇ મોટાભાગના દિવસો કોરાધાકોર રહી શકે છે. પાછલા 15 દિવસ રાજ્યભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. ઓગસ્ટમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે. ઉતરતાં ચોમાસે વધુ વરસાદની શક્યતા છે. ઓગસ્ટ-2025 નું વરસાદનું કેલેન્ડર પ્રથમ સપ્તાહ : 1થી 7 ઓગસ્ટ સુધી રાજ્યમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતા. મધ્ય-પૂર્વ અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ના બરાબર રહી શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. બીજુ સપ્તાહ : 8 થી 14 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ના બરાબર રહી શકે છે. ત્રીજુ સપ્તાહ : 15 ઓગસ્ટથી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે છે. 21 ઓગસ્ટ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહી શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ઓછું રહી શકે છે. ચોથું સપ્તાહ : છેલ્લા સપ્તાહમાં પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય-પૂર્વ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર સૌથી વધુ રહી શકે છે. કચ્છમાં વરસાદનું જોર સૌથી ઓછું રહી શકે છે.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow