એન્જિન ખોટકાયું:ફ્લાઇટમાં એન્જિન 2 વાર બંધ થયું, 150 પેસેન્જર એરપોર્ટ પર અટવાયા
ઈન્ડિગોની શુક્રવારે ગાઝિયાબાદના હિંડન એરપોર્ટથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા 150 પેસેન્જરો અટવાઈ પડ્યા હતા. પેસેન્જર એવી મુસીબતમાં મુકાયા હતા કે આ ડિફેન્સ બેઝ એરપોર્ટ હોવાથી ફ્લાઇટ રદ કરાતા ટર્મિનલની બહાર નીકળવા કોઈ વ્હીકલની વ્યવસ્થા કરવામાં આવી કે ન બહારથી કોઈ અંદર આવવા માટે પરમિશન આપવામાં આવી. આમ ઈન્ડિગો એરલાઈને પણ હાથ અધ્ધર કરી દીધા હતા, જેથી ફલાઇટમાં સવાર નાનાં બાળકો સાથે 30થી વધુ મહિલા પેસેન્જરોને એરપોર્ટ પર આખી રાત વિતાવવાનો વારો આવ્યો છે. હવે એરપોર્ટ પર ફસાયેલા પેસેન્જરો લોકલ પોલીસનો સંપર્ક કરી મદદ માટે પ્રયત્ન કરાઈ રહ્યા છે. ફ્લાઇટ સાંજે 6 વાગે ટેકઓફ થવાની હતી. ફ્લાઇટમાં 150થી વધુ પેસેન્જરોને બોર્ડ કરી ફ્લાઇટ ટેકઓફ માટે તૈયાર હતી તે પહેલાં જ પાઇલટે એન્જિન શરૂ કરતાં જ ફ્લાઇટની અંદર લાઈટો સ્ટ્રિપ થઈ ગઈ. એન્જિનમાં ખામી હોવાથી લાઇટ સ્ટ્રિપ થઈ જતા તેને ચેક કરવામાં આવી હતી. 20 મિનિટ બાદ રિપેર થયા બાદ ફરીથી એન્જિન શરૂ કરતાં લાઇટ સ્ટ્રિપ થઈ ગઈ હતી. આમ કુલ 45 મિનિટ સુધી પેસેન્જરને અંદર જ બેસાડી રખાતા શ્વાસ રૂંધાવા લાગ્યો અને પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ફ્લાઇટમાં 45 મિનિટ બેસી રહેવું પડ્યું, ઘણાના શ્વાસ રૂંધાયા હિંડન એરપોર્ટ પર અટવાયેલા પેસેન્જર ટર્મિનલમાં લાવી ટિકિટનું પૂરું રિફંડ આપી દેવાની ખાતરી આપી પણ આ એરપોર્ટ પરથી બીજી કોઈ ફ્લાઈટનો વિકલ્પ ન હોવાથી તમામ પેસેન્જરો અટવાઈ પડ્યા હતા. એવી મુસીબતમાં મુકાયા કે એરલાઇને જણાવ્યું કે શનિવારે સવારે 5 વાગ્યે અથવા 11 વાગ્યાની ફ્લાઇટમાં રવાના કરાશે ત્યાં સુધી અમારા પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી એટલે કે પેસેન્જરોને એરપોર્ટ પર આખી રાત વિતાવવાનો વારો આવ્યો હતો.

What's Your Reaction?






