રશિયન ઓઈલ ડેપો પર યુક્રેનનો ડ્રોન હુમલો:ભીષણ આગ લાગી; વિસ્ફોટનો વીડિયો બનાવનારી બે રશિયન યુવતીઓની ધરપકડ

રવિવારે રશિયાના સોચીમાં યુક્રેને એક ઓઈલ ડેપો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. હુમલા બાદ ડેપોમાં ભીષણ આગ લાગી હતી. ક્રાસ્નોડાર પ્રદેશના ગવર્નર વેનિયામિન કોન્ડ્રાટ્યેવે જણાવ્યું હતું કે ડ્રોનનો કાટમાળ ઓઈલની ટાંકી સાથે અથડાયા બાદ આગ ફાટી નીકળી હતી અને 120થી વધુ ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ડેપોમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતો દેખાય છે. હુમલા બાદ, રશિયાની નાગરિક ઉડ્ડયન એજન્સી રોસાવિયાત્સિયાએ સોચી એરપોર્ટ પર ફ્લાઇટ્સ થોડા સમય માટે રોકી દીધી હતી. આ દરમિયાન બે રશિયન યુવતીઓ પણ વિસ્ફોટનો વીડિયો બનાવતી જોવા મળી હતી. બેકગ્રાઉન્ડમાં તેમની સાથે એક યુવક પણ હાજર હતો. રશિયાએ 93 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે રશિયન રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયન સૈન્યએ શનિવાર રાતથી રવિવાર સવાર સુધીમાં રશિયા અને બ્લેક સમુદ્ર ઉપર 93 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે. જોકે, રશિયાના વોરોનેઝ ક્ષેત્રમાં બીજા યુક્રેનિયન ડ્રોન હુમલામાં ચાર લોકો ઘાયલ થયા. બીજી તરફ, રશિયા પણ યુક્રેન પર સતત મિસાઇલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. યુક્રેનિયન વાયુસેનાના જણાવ્યા અનુસાર, 2 ઓગસ્ટ, શનિવાર રાત્રે, રશિયાએ 76 ડ્રોન અને 7 મિસાઇલો ઝીંકી હતી. તેમાંથી 60 ડ્રોન અને 1 મિસાઇલ તોડી પાડવામાં આવ્યા હતા. બાકીના 16 ડ્રોન અને 6 મિસાઇલ આઠ અલગ અલગ સ્થળોએ પડ્યા હતા. આ પહેલા 31 જુલાઈના રોજ રશિયન ડ્રોન અને મિસાઈલ હુમલામાં 31 યુક્રેનિયનોના મોત થયા હતા. જેમાં 5 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે 150 થી વધુ ઘાયલ થયા હતા. ટ્રમ્પે પુતિનને વાતચીત માટે અલ્ટીમેટમ આપ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને શાંતિ વાટાઘાટો આગળ વધારવા માટે 8 ઓગસ્ટ સુધીનો અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો કોઈ ઉકેલ નહીં આવે તો રશિયા પર નવા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે. જોકે, તેમણે એમ પણ કહ્યું- રશિયનો ખૂબ જ હોશિયાર છે, તેઓ ઘણીવાર પ્રતિબંધોથી બચી જાય છે, જોઈએ શું થાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ રવિવારે જણાવ્યું હતું કે જુલાઈમાં ઇસ્તંબુલમાં થયેલી વાતચીત બાદ રશિયા અને યુક્રેન 1,200 યુદ્ધ કેદીઓની અદલા-બદલી કરવા સંમત થયા હતા. રશિયન વિદ્યાર્થીઓએ વિશ્વનું પ્રથમ એન્ટી-ડ્રોન રાઇફલ સિમ્યુલેટર બનાવ્યું રશિયાની સાઉદર્ન ફેડરલ યુનિવર્સિટી (SFU)ના વિદ્યાર્થીઓએ વિશ્વનું પહેલું આવું ટ્રેનિંગ સિમ્યુલેટર બનાવ્યું છે. જેમાં એન્ટી-ડ્રોન રાઇફલ અને ડ્રોન ડિટેક્શન સિસ્ટમ સાથે પ્રેક્ટિસ કરી શકાય છે. આ એક વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્લેટફોર્મ છે જે અસલી ડ્રોન યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં કામ કરવાનું શીખવે છે. તેની મદદથી, એન્ટી-ડ્રોન રાઇફલનો સાચો ઉપયોગ, ડ્રોન ડિટેક્ટર સાથે કામ કરવું અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં ઝડપી નિર્ણયો લેવાનું શીખવવામાં આવશે. દરેક વર્ચ્યુઅલ હથિયાર અને ડિવાઈસ બિલકુલ અસલી મોડેલ જેવું જ છે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow