આમોદ પોલીસ મથકે રક્ષાબંધનની ઉજવણી:પ્રજાપિતા બ્રહ્માકુમારીના બહેનોએ આમોદ પોલીસ સ્ટેશનના જવાનોને રાખડી બાંધી

આમોદ પોલીસ મથકે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાપિતા બ્રહ્માકુમારીના બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી. નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટિયા સહિત પોલીસ જવાનો અને મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધવામાં આવી હતી. રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. તેમણે પોલીસ જવાનોને આશીર્વાદ પણ આપ્યા હતા. પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી. આમોદ પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્મા કુમારી સરભાણ કેન્દ્રના સંચાલિકા પ્રીતિબેને સૌ પોલીસ મિત્રોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વના 140 દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પર્વ છે. એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાય તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધન પર્વ ભારતીય પરંપરા સાથે જોડાયેલું છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે. આ ભાઇ-બહેનને પવિત્ર સ્નેહે બાંધવાનું પર્વ છે. ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય તે માટે આ પર્વ ઉજવવામાં આવે છે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow