20થી વધુ અસામાજિક તત્વોના ઘરોમાં ચેકિંગ:કાપડ દલાલની હત્યા બાદ પોલીસનું સંગમ સર્કલથી મીઠીખાડી વિસ્તાર સુધીનું રાત્રિ કોમ્બિંગ; ગુનેગારોની યાદી તૈયાર કરાઈ

સુરતના સંવેદનશીલ વિસ્તાર ગણાતા લિંબાયતમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ગુનાખોરી અને અસામાજિક ગતિવિધિઓને ડામવા માટે લિંબાયત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે રાત્રિ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં જ કાપડ દલાલની થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને ગુનેગારોને કાયદાનો ડર બતાવવા આ કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા 20થી વધુ ગુનેગારોની યાદી તૈયાર કરાઈ રાત્રિના સમયે પોલીસે સંગમ સર્કલથી લઈને મીઠીખાડી વિસ્તાર સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન, ખાસ કરીને અસામાજિક તત્વો અને ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોના રહેઠાણો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ગુનેગારોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં લગભગ 20થી વધુ ગુનેગારોના નામ સામેલ હતા. આ ગુનેગારો મારામારી, લૂંટ, ચોરી, હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસની કાર્યવાહીથી ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા પોલીસની ટુકડીઓએ યાદીમાં સામેલ ગુનેગારોના ઘરે એક પછી એક જઈને ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગમાં સલમાન લસ્સી, આઝાદ ચોક પતરાની ચાલ, સોયબ સિટી, બેઠી કોલોની અને ઉમરસા બેઠી કોલોની સહિતના વિસ્તારોમાં મોટા ગુનેગારોના ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી. આ અસામાજિક તત્વોના ઘરે પોલીસની તપાસથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પોલીસની આ અચાનક કાર્યવાહીથી ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશેઃ પોલીસ પોલીસના આ રાત્રિ કોમ્બિંગનો મુખ્ય હેતુ ગુનાખોરીને અંકુશમાં રાખવાનો અને અસામાજિક તત્વોને કાયદાનો ડર બતાવવાનો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. જે ગુનેગારો હાલમાં ફરાર છે, તેમને ઝડપી પાડવા માટે પણ પોલીસે કવાયત શરૂ કરી છે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow