બ્રિજ સિટી સુરતમાં ટ્રાફિકની સમસ્યા યથાવત્:ઉધના દરવાજા બ્રિજ પર બસ બંધ થતાં મજુરા ગેટ બ્રિજ સુધી વાહનોના થપ્પા લાગ્યા, 2 કિલોમીટર લાંબા જામના ડ્રોન વીડિયો

સુરત શહેરમાં જે પ્રકારે વાહનોની સંખ્યા વધી રહી છે તેને કારણે બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં હજી પણ ટ્રાફિક વ્યવસ્થા પડકારજનક સ્થિતિમાં છે. પીક અવર્સ દરમિયાન શહેરના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિકજામથી વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં મેટ્રોની થતી કામગીરીના કારણે તેમજ બ્રિજ ઉપર વાહનો બંધ થવાની ઘટનાને કારણે ટ્રાફિકજામની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. ઉધના દરવાજા બ્રિજ પર વાહનચાલકો ફસાયા સુરેશ શહેરમાં 100 કરતાં પણ વધારે બ્રિજ અલગ અલગ વિસ્તારોની અંદર બનાવવામાં આવ્યા છે. બ્રિજ બનાવવા પાછળનું મુખ્ય કારણ ટ્રાફિકમાં વાહનચાલકને હળવાશ રહે, પરંતુ હજી રીંગરોડ જેવા વિસ્તારની અંદર ટ્રાફિકજામની સમસ્યા યથાવત્ જોવા મળે છે. આજે સવારે ઉધના દરવાજા પાસેના ફ્લાયર બ્રિજ ઉપર બસ બંધ થઈ જતા ભારે ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. આખે આખા બ્રિજ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા. ફ્લાય ઓવરબ્રિજ ઉપર એક બસ માત્ર બંધ થઈ હતી. તેના કારણે લાંબો ટ્રાફિકજામ થઈ જતા કલાકો સુધી વાહનચાલકો બ્રિજ ઉપર જ ફસાયેલા રહ્યા હતા. સિટી બસ બંધ થવાને કારણે 2 કિલોમીટર લાંબો જામ સુરતના ઉધના દરવાજાથી મજેરા ગેટ સુધીનો જે ફ્લા ઓવરબ્રિજ છે, ત્યાં આગળ ખૂબ મોટી વાહનોની કતાર લાગી ગઈ હતી. માત્ર એક સિટી બસ બંધ થવાને કારણે વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા રહેવું પડ્યું હતું. સુરત શહેરના ફ્લાય ઓવરબ્રિજ ઉપર આ તકલીફ સામાન્ય બની રહી છે, જ્યારે પણ કોઈ વાહન બ્રિજ ઉપર ખોટકાઈ જાય છે ત્યારે આ જ પ્રકારે ટ્રાફિકજામમાં ફસાવવાનો વખત આવે છે. સિવિલ હોસ્પિટલ સામેના ફ્લા ઓવરબ્રિજ ઉપર ચડીએ ત્યારથી ઉધના દરવાજા બ્રિજ સુધી સંપૂર્ણ ચક્કાજામ જેવી સ્થિતિ થઈ ગઈ છે.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow