મૃત્યુ બાદ વ્યક્તિના પાનકાર્ડનું શું થાય?:મૃતક સ્વજનનું PAN રદ ન કરાવ્યું હોય તો ચેતી જજો; છેતરપિંડીથી બચવા કેન્સલ કરવું જરૂરી; આ 5 દસ્તાવેજથી સરળતા રહેશે

આવકવેરા વિભાગ અનુસાર, 31 માર્ચ, 2024 સુધીમાં દેશમાં 74.67 કરોડથી વધુ લોકોને પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ઇસ્યુ કરવામાં આવ્યો છે. પાન કાર્ડ એક મહત્ત્વનો દસ્તાવેજ છે, જેમાં ઘણી મહત્ત્વની માહિતી નોંધાયેલી હોય છે. નોકરી કરવાથી લઈને આવકવેરા રિટર્ન ભરવાં, બેંકિંગ વ્યવહારો, શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા સુધીના ઘણા નાણાકીય વ્યવહારો માટે એની જરૂર પડે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના પાન કાર્ડનું શું થાય છે? શું એ આપમેળે નિષ્ક્રિય થઈ જાય છે કે આ માટે કોઈ ખાસ પ્રક્રિયા છે? કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેનું પાન કાર્ડ રદ કરાવવાનો કોઈ કાયદાથી નિયમ નથી, પરંતુ એ રદ ન કરવાથી ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. મૃતકના પાન કાર્ડનો દુરુપયોગ થઈ શકે છે, જોકે એ બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે, તેથી મૃતકનું પાન કાર્ડ શક્ય એટલું જલદી રદ કરાવવું વધુ સારું છે. તો, આજે આ કામના સમાચારમાં આપણે મૃત વ્યક્તિનું પાન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર વાત કરીશું. તમે એ પણ જાણશો કે- નિષ્ણાત: આલોક રાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, નવી દિલ્હી. પ્રશ્ન: વ્યક્તિના મૃત્યુ પછી તેનું પાન કાર્ડ રદ કરવું શા માટે જરૂરી છે? જવાબ: સૌપ્રથમ એ જાણી લો કે મૃત વ્યક્તિનું પાન કાર્ડ ઔપચારિક રીતે રદ ન થાય ત્યાં સુધી માન્ય રહે છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે એ માટે મૃતકનું પાન કાર્ડ રદ કરવું જરૂરી છે. આમ ન કરવાથી વ્યક્તિના પાન કાર્ડનો ઉપયોગ બેંક ખાતું ખોલાવવા, લોન લેવા અથવા ખોટું રિફંડ લેવા જેવા ઘણા ખોટા હેતુઓ માટે થઈ શકે છે. અહીં યાદ રાખવા જેવી વાત એ છે કે પાન કાર્ડ રદ કરતાં પહેલાં મૃતકના ટેક્સ સંબંધિત કામકાજ પૂર્ણ કરવા અને છેલ્લું રિટર્ન ફાઇલ કરવા માટે કાર્ડમાં કાનૂની વારસદાર ઉમેરવો જરૂરી છે. મૃતકનું પાન કાર્ડ રદ કરવાથી તેની નાણાકીય ઓળખ યોગ્ય રીતે અને સુરક્ષિત રીતે બંધ થઈ જાય છે. મૃત્યુ પછી પાન કાર્ડ કેમ રદ કરવું જરૂરી છે, નીચે આપેલા ગ્રાફિક પરથી સમજો- પ્રશ્ન: મૃત્યુ સિવાય બીજી કઈ પરિસ્થિતિઓમાં પાન કાર્ડ રદ કરવું જોઈએ? જવાબ: મૃત્યુ ઉપરાંત કેટલીક અન્ય પરિસ્થિતિઓમાં પણ પાન કાર્ડ રદ કરી શકાય છે. જેમ કે- આ ઉપરાંત જો કોઈ કંપની LLP (મર્યાદિત જવાબદારી ભાગીદારી) અથવા ભાગીદારી પેઢી બંધ થઈ રહી હોય તો તેના માલિક અથવા અન્ય અધિકૃત વ્યક્તિ તે કંપની અથવા પેઢીનું પાન કાર્ડ રદ કરવા માટે અરજી કરી શકે છે. પ્રશ્ન: મૃત વ્યક્તિનું પાન કાર્ડ રદ કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે? જવાબ: આ માટે મૃતકના વારસદાર પાસે કેટલાક દસ્તાવેજો હોવા જોઈએ. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજો- પ્રશ્ન: મૃત વ્યક્તિનું પાન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શું છે? જવાબ: મૃતકના પરિવારનો કોઈપણ સભ્ય તેનું પાન કાર્ડ રદ કરાવી શકે છે. આ માટે સૌપ્રથમ તમારે તમારા વિસ્તારના આવકવેરા વિભાગના આકારણી અધિકારી (AO)ને એક ઔપચારિક પત્ર લખવો પડશે. આ પત્રમાં મૃતકનું પૂરું નામ અને પાન નંબર, તેની મૃત્યુ તારીખ અને પાન કાર્ડ રદ કરવાની વિનંતી લખો. આ સાથે તે પત્ર પર કાનૂની વારસદાર અથવા પ્રતિનિધિની સહી, તેમની વિગતો અને મૃતક સાથેના તેમના સંબંધનો પણ ઉલ્લેખ કરો. પત્ર તૈયાર કર્યા પછી એમાં બધા જરૂરી દસ્તાવેજો જોડો અને એને AOને વ્યક્તિગત રીતે આપો અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલો. મૃતકનું પાન કાર્ડ કાયદેસર રીતે રદ કરવાની આ સાચી રીત છે. પ્રશ્ન: સાચા આકારણી અધિકારી (AO)ને કેવી રીતે ઓળખી શકાય? જવાબ: દરેક પાન કાર્ડ માટે એક આકારણી અધિકારી (AO)ની નિમણૂક કરવામાં આવે છે. તે પાન કાર્ડ ધારક ક્યાં રહે છે અથવા તે કેટલી કમાણી કરે છે તેના પર ધ્યાન રાખે છે. જો તમે જાણવા માગતા હો કે મૃતકના પાન કાર્ડ માટે કયો અધિકારી જવાબદાર છે, તો તમે આવકવેરા વિભાગની વેબસાઇટ પર "Know Your AO" નામની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. એકવાર તમને સાચો AO ખબર પડી જાય, પછી તમે તમારો પત્ર અને દસ્તાવેજો તેમના ઓફિસ સરનામા પર મોકલી શકો છો. પ્રશ્ન: શું પાન કાર્ડ રદ કરવાનો બીજો કોઈ રસ્તો છે? જવાબ: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આલોક રાય કહે છે કે હા, ફોર્મ 49A ભરીને પાન કાર્ડ રદ કરી શકાય છે. આ ફોર્મ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મમાં જ્યાં PAN રદ કરવા વિશે લખ્યું છે એ જગ્યા પર ટિક કરો અને મૃતકની PAN વિગતો ભરો. બધા જરૂરી દસ્તાવેજો (ડેથ સર્ટિફિકેટ અને ઓળખનો પુરાવો) જોડો અને પરબીડિયા પર "PAN રદ કરવા માટેની અરજી - મૃતક" લખો. આ ભરેલું ફોર્મ નજીકના NSDL PAN સેવા કેન્દ્રમાં સબ્મિટ કરો અથવા NSDL મુખ્ય કાર્યાલયમાં મોકલો. બધા દસ્તાવેજો તપાસ્યા પછી પાન કાર્ડ રદ કરવામાં આવશે. ક્યારેક કોઈ ઔપચારિક પુષ્ટિ હોતી નથી મળતી, તેથી સ્થિતિ તપાસવા માટે સંબંધિત સેવા કેન્દ્ર અથવા આકારણી અધિકારીનો સંપર્ક કરો. પ્રશ્ન: પાન કાર્ડ રદ કરતાં પહેલાં કઈ મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? જવાબ: આ માટે સૌપ્રથમ બધા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. આ સાથે કેટલીક અન્ય બાબતો પણ ધ્યાનમાં રાખો, નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજો- પ્રશ્ન- દસ્તાવેજો સબ્મિટ કર્યા પછી શું થશે? જવાબ- રિક્વેસ્ટ સબ્મિટ કર્યા પછી આકારણી અધિકારી દસ્તાવેજોની તપાસ કરશે અને પાન કાર્ડ રદ કરશે. તમે AOની ઑફિસમાં ફોન કરીને અથવા મુલાકાત લઈને એની સ્થિતિ ચકાસી શકો છો. પ્રશ્ન: પાન કાર્ડ રદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? જવાબ: ધ્યાનમાં રાખો કે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર પાન કાર્ડ રદ કરવાની કોઈ સુવિધા નથી, તેથી આ કાર્ય ફક્ત AO દ્વારા અથવા NSDLની ફિઝિકલ એપ્લિકેશન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. જો મૃતક પાસે કોઈ ટેક્સ બાકી હોય અથવા રિફંડ મળવાનું હોય, તો કાનૂની વારસદારે આવકવેરા પોર્ટલ પર પ્રતિનિધિ કરદાતા બનવું જોઈએ. આનાથી મૃતકનાં બધાં ખાતાં બંધ કરવામાં અને અંતિમ રિટર્ન યોગ્ય રીતે ફાઇલ કરવામાં મદદ મળશે. પ્રશ્ન: પાન કાર્ડ રદ કર્યા પછી એને નિષ્ક્રિય થવામાં કેટલો સમય લાગે છે? જવાબ: ફોર્મ અથવા પત્ર સબ્મિટ કર્યા પછી પાન કાર્ડ રદ કરવાની પ્રક્રિયામાં 10-15 દિવસ લાગી શકે છે. ઘણી વખત, PAN રદ કરવાની

Jun 3, 2025 - 21:19
 0
મૃત્યુ બાદ વ્યક્તિના પાનકાર્ડનું શું થાય?:મૃતક સ્વજનનું PAN રદ ન કરાવ્યું હોય તો ચેતી જજો; છેતરપિંડીથી બચવા કેન્સલ કરવું જરૂરી; આ 5 દસ્તાવેજથી સરળતા રહેશે
આવકવેરા વિભાગ અનુસાર, 31 માર્ચ, 2024 સુધીમાં દેશમાં 74.67 કરોડથી વધુ લોકોને પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ઇસ્યુ કરવામાં આવ્યો છે. પાન કાર્ડ એક મહત્ત્વનો દસ્તાવેજ છે, જેમાં ઘણી મહત્ત્વની માહિતી નોંધાયેલી હોય છે. નોકરી કરવાથી લઈને આવકવેરા રિટર્ન ભરવાં, બેંકિંગ વ્યવહારો, શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા સુધીના ઘણા નાણાકીય વ્યવહારો માટે એની જરૂર પડે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના પાન કાર્ડનું શું થાય છે? શું એ આપમેળે નિષ્ક્રિય થઈ જાય છે કે આ માટે કોઈ ખાસ પ્રક્રિયા છે? કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેનું પાન કાર્ડ રદ કરાવવાનો કોઈ કાયદાથી નિયમ નથી, પરંતુ એ રદ ન કરવાથી ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. મૃતકના પાન કાર્ડનો દુરુપયોગ થઈ શકે છે, જોકે એ બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે, તેથી મૃતકનું પાન કાર્ડ શક્ય એટલું જલદી રદ કરાવવું વધુ સારું છે. તો, આજે આ કામના સમાચારમાં આપણે મૃત વ્યક્તિનું પાન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર વાત કરીશું. તમે એ પણ જાણશો કે- નિષ્ણાત: આલોક રાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, નવી દિલ્હી. પ્રશ્ન: વ્યક્તિના મૃત્યુ પછી તેનું પાન કાર્ડ રદ કરવું શા માટે જરૂરી છે? જવાબ: સૌપ્રથમ એ જાણી લો કે મૃત વ્યક્તિનું પાન કાર્ડ ઔપચારિક રીતે રદ ન થાય ત્યાં સુધી માન્ય રહે છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે એ માટે મૃતકનું પાન કાર્ડ રદ કરવું જરૂરી છે. આમ ન કરવાથી વ્યક્તિના પાન કાર્ડનો ઉપયોગ બેંક ખાતું ખોલાવવા, લોન લેવા અથવા ખોટું રિફંડ લેવા જેવા ઘણા ખોટા હેતુઓ માટે થઈ શકે છે. અહીં યાદ રાખવા જેવી વાત એ છે કે પાન કાર્ડ રદ કરતાં પહેલાં મૃતકના ટેક્સ સંબંધિત કામકાજ પૂર્ણ કરવા અને છેલ્લું રિટર્ન ફાઇલ કરવા માટે કાર્ડમાં કાનૂની વારસદાર ઉમેરવો જરૂરી છે. મૃતકનું પાન કાર્ડ રદ કરવાથી તેની નાણાકીય ઓળખ યોગ્ય રીતે અને સુરક્ષિત રીતે બંધ થઈ જાય છે. મૃત્યુ પછી પાન કાર્ડ કેમ રદ કરવું જરૂરી છે, નીચે આપેલા ગ્રાફિક પરથી સમજો- પ્રશ્ન: મૃત્યુ સિવાય બીજી કઈ પરિસ્થિતિઓમાં પાન કાર્ડ રદ કરવું જોઈએ? જવાબ: મૃત્યુ ઉપરાંત કેટલીક અન્ય પરિસ્થિતિઓમાં પણ પાન કાર્ડ રદ કરી શકાય છે. જેમ કે- આ ઉપરાંત જો કોઈ કંપની LLP (મર્યાદિત જવાબદારી ભાગીદારી) અથવા ભાગીદારી પેઢી બંધ થઈ રહી હોય તો તેના માલિક અથવા અન્ય અધિકૃત વ્યક્તિ તે કંપની અથવા પેઢીનું પાન કાર્ડ રદ કરવા માટે અરજી કરી શકે છે. પ્રશ્ન: મૃત વ્યક્તિનું પાન કાર્ડ રદ કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે? જવાબ: આ માટે મૃતકના વારસદાર પાસે કેટલાક દસ્તાવેજો હોવા જોઈએ. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજો- પ્રશ્ન: મૃત વ્યક્તિનું પાન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શું છે? જવાબ: મૃતકના પરિવારનો કોઈપણ સભ્ય તેનું પાન કાર્ડ રદ કરાવી શકે છે. આ માટે સૌપ્રથમ તમારે તમારા વિસ્તારના આવકવેરા વિભાગના આકારણી અધિકારી (AO)ને એક ઔપચારિક પત્ર લખવો પડશે. આ પત્રમાં મૃતકનું પૂરું નામ અને પાન નંબર, તેની મૃત્યુ તારીખ અને પાન કાર્ડ રદ કરવાની વિનંતી લખો. આ સાથે તે પત્ર પર કાનૂની વારસદાર અથવા પ્રતિનિધિની સહી, તેમની વિગતો અને મૃતક સાથેના તેમના સંબંધનો પણ ઉલ્લેખ કરો. પત્ર તૈયાર કર્યા પછી એમાં બધા જરૂરી દસ્તાવેજો જોડો અને એને AOને વ્યક્તિગત રીતે આપો અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલો. મૃતકનું પાન કાર્ડ કાયદેસર રીતે રદ કરવાની આ સાચી રીત છે. પ્રશ્ન: સાચા આકારણી અધિકારી (AO)ને કેવી રીતે ઓળખી શકાય? જવાબ: દરેક પાન કાર્ડ માટે એક આકારણી અધિકારી (AO)ની નિમણૂક કરવામાં આવે છે. તે પાન કાર્ડ ધારક ક્યાં રહે છે અથવા તે કેટલી કમાણી કરે છે તેના પર ધ્યાન રાખે છે. જો તમે જાણવા માગતા હો કે મૃતકના પાન કાર્ડ માટે કયો અધિકારી જવાબદાર છે, તો તમે આવકવેરા વિભાગની વેબસાઇટ પર "Know Your AO" નામની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. એકવાર તમને સાચો AO ખબર પડી જાય, પછી તમે તમારો પત્ર અને દસ્તાવેજો તેમના ઓફિસ સરનામા પર મોકલી શકો છો. પ્રશ્ન: શું પાન કાર્ડ રદ કરવાનો બીજો કોઈ રસ્તો છે? જવાબ: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આલોક રાય કહે છે કે હા, ફોર્મ 49A ભરીને પાન કાર્ડ રદ કરી શકાય છે. આ ફોર્મ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મમાં જ્યાં PAN રદ કરવા વિશે લખ્યું છે એ જગ્યા પર ટિક કરો અને મૃતકની PAN વિગતો ભરો. બધા જરૂરી દસ્તાવેજો (ડેથ સર્ટિફિકેટ અને ઓળખનો પુરાવો) જોડો અને પરબીડિયા પર "PAN રદ કરવા માટેની અરજી - મૃતક" લખો. આ ભરેલું ફોર્મ નજીકના NSDL PAN સેવા કેન્દ્રમાં સબ્મિટ કરો અથવા NSDL મુખ્ય કાર્યાલયમાં મોકલો. બધા દસ્તાવેજો તપાસ્યા પછી પાન કાર્ડ રદ કરવામાં આવશે. ક્યારેક કોઈ ઔપચારિક પુષ્ટિ હોતી નથી મળતી, તેથી સ્થિતિ તપાસવા માટે સંબંધિત સેવા કેન્દ્ર અથવા આકારણી અધિકારીનો સંપર્ક કરો. પ્રશ્ન: પાન કાર્ડ રદ કરતાં પહેલાં કઈ મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? જવાબ: આ માટે સૌપ્રથમ બધા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. આ સાથે કેટલીક અન્ય બાબતો પણ ધ્યાનમાં રાખો, નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજો- પ્રશ્ન- દસ્તાવેજો સબ્મિટ કર્યા પછી શું થશે? જવાબ- રિક્વેસ્ટ સબ્મિટ કર્યા પછી આકારણી અધિકારી દસ્તાવેજોની તપાસ કરશે અને પાન કાર્ડ રદ કરશે. તમે AOની ઑફિસમાં ફોન કરીને અથવા મુલાકાત લઈને એની સ્થિતિ ચકાસી શકો છો. પ્રશ્ન: પાન કાર્ડ રદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? જવાબ: ધ્યાનમાં રાખો કે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર પાન કાર્ડ રદ કરવાની કોઈ સુવિધા નથી, તેથી આ કાર્ય ફક્ત AO દ્વારા અથવા NSDLની ફિઝિકલ એપ્લિકેશન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. જો મૃતક પાસે કોઈ ટેક્સ બાકી હોય અથવા રિફંડ મળવાનું હોય, તો કાનૂની વારસદારે આવકવેરા પોર્ટલ પર પ્રતિનિધિ કરદાતા બનવું જોઈએ. આનાથી મૃતકનાં બધાં ખાતાં બંધ કરવામાં અને અંતિમ રિટર્ન યોગ્ય રીતે ફાઇલ કરવામાં મદદ મળશે. પ્રશ્ન: પાન કાર્ડ રદ કર્યા પછી એને નિષ્ક્રિય થવામાં કેટલો સમય લાગે છે? જવાબ: ફોર્મ અથવા પત્ર સબ્મિટ કર્યા પછી પાન કાર્ડ રદ કરવાની પ્રક્રિયામાં 10-15 દિવસ લાગી શકે છે. ઘણી વખત, PAN રદ કરવાની વિનંતી સ્વીકાર્યા પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક કન્ફર્મેશન મેસેજ પણ આવે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow