અટકાયત:ઇન્સ્ટા પર મિત્રતા કેળવી 4 લાખ પડાવનાર મસ્કાનો આરોપી પકડાયો
શહેરમાં રહેતી 16 વર્ષીય સગીરા સાથે મસ્કાના આરોપીએ ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવ્યા બાદ ફોટો-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ચાર લાખ પડાવી લેતા સાયબર ક્રાઈમ પોલીસ મથકે બે આરોપી સામે ગુનો નોધાયા બાદ મુખ્ય આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર સગીરાના પિતાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે આરોપી મોહમ્મદ ઉમર ધા અને આદીલ કલર સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ 24 જુલાઈના સગીરાએ ફિનાઈલ પી લેતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જે બાદ પૂછપરછ કરતા આરોપીએ બ્લેકમેઈલ કરી હોવાનું સામે આવ્યું હતું.સગીરા અને આરોપી ઇન્સ્ટાગ્રામ પર પરિચયમાં આવ્યા હતા.જે બાદ બન્ને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. ત્યારબાદ આરોપીએ સગીરા પાસે રૂપિયાની માંગણી કરી ફોટો અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને કુલ રૂપિયા 4 લાખ પડાવી લીધા હતા.આરોપીના ત્રાસથી કંટાળેલી સગીરાએ ફિનાઈલ પી લેતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.જેમાં સાયબર ક્રાઈમ પોલીસે મુખ્ય આરોપીની અટકાયત કરી અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

What's Your Reaction?






