રાધનપુર શહેરમાં ખરાબ રસ્તાઓથી લોકો ત્રસ્ત:નાગરિકોએ નગરપાલિકા વિરુદ્ધ બોર્ડ લગાવ્યું, છ મહિનાથી રસ્તા રિપેરની માગ

રાધનપુર શહેરમાં પટણી દરવાજાથી મીરા દરવાજા સુધીના રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ છે. રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ છેલ્લા છ મહિનાથી નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં, આખરે તેમણે જાહેર રસ્તા પર બોર્ડ મૂકવાની ફરજ પડી. બોર્ડમાં લખવામાં આવ્યું છે કે "રાધનપુર નગરપાલિકાનો વિકાસ બેકાર છે, ખાડાથી સાવધાન". સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, નગરપાલિકાના ચીફ ઓફિસર મામલતદાર ઓફિસથી બાયપાસ રોડ બનાવવામાં રસ ધરાવે છે, જ્યાં કોઈ વસવાટ નથી. જ્યારે શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલા મીરા દરવાજાથી પટણી ગેટ સુધીના રસ્તાની મરામત તરફ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. નગરપાલિકાના આ વલણથી નારાજ નાગરિકોએ સવાલ ઉઠાવ્યો છે કે શહેરના મુખ્ય બજાર વિસ્તારના રસ્તાઓની દુર્દશા તરફ ધ્યાન કેમ આપવામાં આવતું નથી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Jun 6, 2025 - 20:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow