'ઝાઝા હાથ રળિયામણા':ટીમવર્ક અશક્ય કામને પણ શક્ય કરી દેશે, જાણો શ્રેષ્ઠ લીડર બનવાની કળા

વર્ષ 2009માં જ્યારે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી, ત્યારે ભારતીય વૈજ્ઞાનિક વેંકટરમન રામકૃષ્ણનને રાઇબોસોમ પરના તેમના સંશોધન માટે વિજ્ઞાનનો સર્વોચ્ચ સન્માન મળ્યું. જ્યારે તે સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે તેમનું પહેલું વાક્ય હતું, 'આ ફક્ત મારું કામ નથી પરંતુ મારી આખી ટીમનું કામ છે.' તેમણે સ્ટેજ પરથી તેમના દરેક સાથીદારોનું નામ લીધું, તેમના યોગદાનનું વર્ણન કર્યું અને ખૂલીને તેમની પ્રશંસા કરી. કલ્પના કરો, વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મંચ પર ઊભા રહીને, તેમણે પોતાની સિદ્ધિને 'હું' થી 'આપણે' માં પરિવર્તિત કરી. આ વિજ્ઞાનનો આત્મા છે અને સફળતાનો વાસ્તવિક મંત્ર પણ છે. દુનિયામાં કોઈ મોટું સંશોધન હોય કે ઘરની નાની અમથી વ્યવસ્થા, બધું જ ટીમવર્ક દ્વારા ચાલે છે. જો તમે આ લેખ તમારા મોબાઇલ કે લેપટોપ પર વાંચી રહ્યા છો, તો મોબાઇલના ઘણા નાના ભાગો એકસાથે કામ કરી રહ્યા છે, જેથી આ શક્ય બને. આ પહેલાં ડઝનબંધ એન્જિનિયરો, ડિઝાઇનર્સ અને કોડર્સે મળીને તેને તૈયાર કર્યું છે. આ લેખ તૈયાર કરવામાં ઘણા લોકોએ ખૂબ મહેનત કરી છે. એકંદરે, સફળતા ક્યારેય એકલા મળતી નથી. તેની પાછળ હંમેશા આખી ટીમની અદૃશ્ય મહેનત હોય છે. આજના 'સક્સેસ મંત્ર' કોલમનો વિષય ટીમવર્ક છે. આપણે સમજીશું કે સફળતામાં ટીમવર્કની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે. ટીમને એક સાથે રાખવામાં લીડરની ભૂમિકા શું છે? તમે સારા ટીમ લીડર કેવી રીતે બની શકો છો? ટીમવર્કની શક્તિ ટીમવર્ક એ ખૂબ જ સામાન્ય શબ્દ છે પરંતુ તે અશક્યને શક્ય બનાવી શકે છે. જ્યારે લોકો સાથે મળીને કામ કરે છે, ત્યારે તેઓ પોતાની વિવિધ કુશળતા, અનુભવો અને દૃષ્ટિકોણનો ઉપયોગ કરીને કંઈક એવું બનાવી દે છે, જે એકલા શક્ય ન હોય. એટલાસિયન (ઓસ્ટ્રેલિયન-અમેરિકન સૉફ્ટવેર કંપની)ના સંશોધન મુજબ, ટીમવર્ક ન માત્ર ઉત્પાદકતામાં વધારો કરે છે પરંતુ કર્મચારીઓમાં સર્જનાત્મકતા, નવીનતા અને મનોબળને પણ પ્રોત્સાહન આપે છે. ઉદાહરણ તરીકે, સૉફ્ટવેર પ્રોજેક્ટમાં, ડેવલપર્સ, ડિઝાઇનર્સ અને ટેસ્ટર્સ સાથે મળીને કામ કરે છે. દરેક વ્યક્તિ પાસે પોતાની કુશળતા હોય છે, જે પ્રોજેક્ટને ઝડપથી અને વધુ સારી રીતે પૂર્ણ કરવામાં મદદ કરે છે. આ શૃંખલામાં કોઈ એક નિષ્ણાત વિના બધું જ અધૂરું રહી જશે. લીડર ટીમને એક રાખે છે ફક્ત ટીમ લીડર જ આખી ટીમને યોગ્ય દિશામાં લઈ જાય છે. એક સારા લીડરની સૌથી મોટી જવાબદારી એ છે કે, તે દરેક માટે સ્પષ્ટ લક્ષ્યો અને જવાબદારીઓ નક્કી કરે. ઉદાહરણ તરીકે, જો કોઈ માર્કેટિંગ ઝુંબેશ પર કામ થઈ રહ્યું હોય, તો લીડર ખાતરી કરે છે કે, દરેક સભ્યને તેની ભૂમિકા ખબર હોય. કોઈ કન્ટેન્ટ બનાવે છે, કોઈ ડિઝાઇનિંગ કરે છે અને કોઈ ડેટા વિશ્લેષણ કરે છે. લીડર ટીમને તૂટતા બચાવે છે લીડર ટીમના બધા સભ્યોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું કરે છે. તે ખાતરી કરે છે કે, દરેક સભ્યની વાત સાંભળવામાં આવે અને તેમના મંતવ્યોનો આદર કરવામાં આવે. તે ટીમમાં ઉદ્ભવતા તમામ મતભેદોને દૂર કરે છે અને સકારાત્મક વાતાવરણ બનાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, લીડર પોતે પોતાની પ્રામાણિકતા, સમર્પણ અને કાર્ય પ્રત્યે આદર સાથે એક ઉદાહરણ બેસાડે છે. લીડરશિપ ડાયનેમિક્સ અનુસાર, લીડરનું વર્તન નક્કી કરે છે કે ટીમ એકજૂટ રહેશે કે વિખેરાઈ જશે. મતભેદ એ ટીમવર્કની સુંદરતા છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો આખી ટીમ દરેક બાબતમાં સહમત થઈ જાય તો શું થશે? આ સાંભળવામાં સારું લાગી શકે છે પણ વાસ્તવમાં તો તે સર્જનાત્મકતાને મારી નાખે છે. હાવર્ડ બિઝનેસ રિવ્યૂ અનુસાર, મતભેદ એ એક તણખો છે, જે નવા વિચારોને જન્મ આપે છે. જ્યારે ટીમમાં વિવિધ વિચારો અથડાતા હોય છે, ત્યારે તે વધુ સારા ઉકેલો અને નવીનતા તરફ દોરી જાય છે. સારા ટીમ લીડરના ગુણ એક સારો લીડર એ નથી, જે ફક્ત આદેશ આપે છે પરંતુ તે છે, જે પ્રેરણા આપે છે અને તેની ટીમને સાથે રાખીને કામ કરે છે. ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટી અનુસાર, એક પ્રભાવશાળી લીડરમાં નીચેના ગુણો હોય છે: આ ગુણો લીડરને માત્ર પ્રભાવશાળી જ નહીં પણ ટીમ માટે રોલ મોડેલ પણ બનાવે છે. ઉદાહરણ તરીકે, વેંકટરમન રામકૃષ્ણને તેમની ટીમની પ્રશંસા કરીને બતાવ્યું કે, લીડરનું સાચું કામ તેમની ટીમને શ્રેય આપવાનું છે. સારા ટીમ લીડર કેવી રીતે બનવું? લીડર બનવું એ જન્મજાત ગુણ નથી. આ એક સ્કિલ છે, જે શીખી અને વિકસાવી શકાય છે. લીડરશિપ ડાયનેમિક્સ મુજબ, આ પગલાં તમને એક સારા લીડર બનાવી શકે છે: ટીમવર્ક એ સફળતાનો સાચો મંત્ર છે ટીમવર્ક એ પુલ જેવું છે, જે સપનાઓને વાસ્તવિકતામાં ફેરવે છે. વેંકટરમન રામકૃષ્ણનનું નોબેલ પુરસ્કાર જીતવું હોય કે નાનું સ્ટાર્ટઅપ, દરેક સફળતા પાછળ એક ટીમની મહેનત હોય છે. એક સારો લીડર એ છે, જે પોતાની ટીમને એક રાખે છે, તેમના મતભેદોને શક્તિમાં ફેરવે છે અને ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરે છે. જો તમે પણ એક સારા લીડર બનવા માંગતા હો, તો આજથી જ શરૂઆત કરો. તમારી ટીમને સમજો, તેમના મંતવ્યોને મહત્વ આપો અને સાથે મળીને મોટા સપના જુઓ અને પછી તેને પ્રાપ્ત કરો.

Jun 1, 2025 - 02:37
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow